એક રાજ્ય માટે સાચી સંપત્તિ કઈ? એક સરસ પ્રસંગ

    28-Aug-2021
કુલ દૃશ્યો |

pathey prasang_1 &nb 
 
 
 
સાચી સંપત્તિ
 
 
એક વખત મગધના રાજાએ કૌશલ રાજ્ય પર હુમલો કરી દીધો. કૌશલનરેશે પોતાના રાજ્યના લોકોને તત્કાળ નગર ખાલી કરી કોઈ સુરક્ષિત સ્થળે ચાલ્યા જવાનું કહ્યું. રાજાની આજ્ઞા માની તમામ નગરવાસી પોતાના પરિવાર અને માલ-સામાન સહિત અન્ય સ્થળે ચાલ્યા ગયા. મગધની સેનાએ નગરમાં પ્રવેશ કર્યો અને કૌશલનરેશ અને તેમની સાથેના કેટલાક અન્ય લોકોને ઘેરી લીધા. કૌશલનરેશે મગધના સેનાપતિને અરજ કરી કે તે તેની સાથેના આ તમામ લોકોને મુક્ત કરી દે તો હું સ્વયં વગર શરતે આત્મસમર્પણ કરવા તૈયાર છું. સેનાપતિએ અરજ માન્ય રાખી અને તેમની સાથેના તમામ લોકોને છોડી દીધા. જ્યારે કૌશલનરેશને બંદી સ્વરૂપે મગધના રાજાએ સમક્ષ રજૂ કરવામાં આવ્યા ત્યારે રાજા તેમને આશ્ર્ચર્ય સાથે પૂછ્યું કે તમે જે ૧૨ લોકોને છોડી મૂકવાની અપીલ કરી હતી તે કોણ હતા ?
 
કૌશલનરેશે જવાબ આપ્યો, ‘માન્યવર તે તમામ લોકો કૌશલનગરના સંત અને વિદ્વાન હતા. હું રહું કે ના રહું તેનાથી કોઈ જ ફરક પડવાનો નથી, પરંતુ એક રાજ્ય માટે સંતો અને વિદ્વાનોનું બચ્યા રહેવું ખૂબ જ જરૂરી છે. તે રાજ્યની સાચી સંપત્તિ હોય છે. તેઓ રહેશે તો આદર્શ અને સંસ્કાર જીવિત રહેશે, જે કોઈપણ રાજ્ય માટે એ જરૂરી ચીજો હોય છે. તેમના દ્વારા જ ભવિષ્યમાં કર્તવ્યનિષ્ઠ અને સંસ્કારી નાગરિકોનું નિર્માણ થશે.’
 
કૌશલનરેશના આ વિચારથી મગધના રાજા એટલા તો પ્રભાવિત થયા કે તેઓએ કૌશલનરેશને પણ મુક્ત કરવાનો આદેશ આપ્યો અને તેમનું રાજ્ય પણ પરત આપી દીધું.