પાથેય । જીવનનું રહસ્ય જાણવું હોય તો આ ૧૦ લીટીનો પ્રસંગ વાંચવા જેવો છે

    09-Aug-2021
કુલ દૃશ્યો |

tolstoy_1  H x
 
 

જીવનનું રહસ્ય

 
ટોલ્સ્ટોયના એક જિજ્ઞાસુ શિષ્યે પૂછ્યું, જીવન શું છે ?
 
ટોલ્સ્ટોયે કહ્યું, એક વખતે એક યાત્રી જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. અચાનક તેની તરફ મહાકાય હાથી ધસી આવ્યો. પેલો વ્યક્તિ તેનો જીવ બચાવવા અહીં સુરક્ષિત સ્થળ શોધવા લાગ્યો. તેની નજર એક અવાવરા કૂવા પર પડી તેણે તેમાં છલાંગ લગાવી દીધી. કૂવામાં વડની કેટલીક વડવાઈઓ હતી. તે તેને પકડી લટકી ગયો, પરંતુ તેની નજર નીચે પડતાં જ તેને સાક્ષાત્ મૃત્યુ દેખાયું. કૂવામાં એક મગર મોં ફાડી તેના શિકારની રાહ જોઈ રહ્યો હતો. મૃત્યુનાં સાક્ષાત્ દર્શનથી તે કંપી ઊઠ્યો હતો. તેવામાં જ તેની નજર વડની ડાળી પરના મધપૂડા પર પડી. તેમાંથી ટીપે-ટીપે મધ ટપકી રહ્યું હતું. પેલો વ્યક્તિ તેના પર આવી પડેલ તમામ આફતો ભૂલી એ મધ પીવામાં તલ્લીન થઈ ગયો.
 
પરંતુ આ શું ? તે જે વડવાઈના સહારે લટકી રહ્યો હતો, તેને તો સફેદ અને કાળો એમ બે ઉંદર કાતરી રહ્યા હતા.
શિષ્યએ પૂછ્યું, આ કાળો અને ધોળો ઉંદર એ વળી શું ?
 
ટોલ્સ્ટોયે જવાબ આપ્યો, પેલો જે હાથી હતો એ કાળ હતો અને મગર મૃત્યુ. જ્યારે મધ એ જીવનરસ હતો અને પેલા બે ઉંદર દિવસ અને રાત હતા, બસ આ જ જીવન છે.