ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ વિશે જાણો...કોણ છે ગુજરાતના નવા મુખ્યમંત્રી?

    12-Sep-2021
કુલ દૃશ્યો |

bhupendra patel_1 &n
 
ગુજરાતને નવા મુખ્યમંત્રી મળી ગયા છે નામ છે.... ભૂપેન્દ્રભાઇ રજનીકાંતભાઇ પટેલ.
 
તેઓ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારના ધારાસભ્ય છે. ૨૦૧૭માં પહેલીવાર ચૂંટણી લડ્યા અને ૧ લાખ કરતા વધારે મતથી તેઓ વિજેતા થયા હતા....
 
વિજયભાઇ રૂપાણીના રાજીનામું આપ્યા બાદ આજે ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઇ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે. આ માટે ગાંધીનગરમાં આવેલ ભાજપના કાર્યાલય "કમલમ" ખાતે  ભાજપની કોર કમિટીની બેઠક યોજાઇ હતી. આ બેઠક પછી ધારાસભ્ય દળની બેઠક યોજાઇ હતી જેમાં રાજ્યના નવા મુખ્યમંત્રીનું નામ જાહેર કરાયું હતું.
 
ભૂપેન્દ્રભાઇનો જન્મ 15 જૂલાઇ 1962ના રોજ અમદાવાદમાં થયો હતો. તેઓએ સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે પક્ષનો તેમને ખૂબ બહોળો અનુભવ રહ્યો છે. તેઓ ઔડાના ચેરમેન પણ રહી ચૂક્યા છે અને AMC ની સ્ટેડિંગ કમિટીના તેઓ ચેરમેન તરીકે પણ કામ કરી ચૂક્યા છે. વહીવટનો એક બહોળો અનુભવ તેમને રહ્યો છે.
 
 
આનંદીબહેન પટેલના ગયા પછી ઘાટલોડિયાની બેઠક પરથી ભૂપેન્દ્રભાઇને ટિકિટ મળી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના શશીકાંત પટેલ સામે લડીને 2017 ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીત્યા અને ઘાટલોડિયા મતવિસ્તારના ધારાસભ્ય બન્યા . તેમણે ૧૧૭,000 મતદારોના રેકોર્ડ માર્જિનથી જીત મેળવી હતી.
 
એવું કહેવાય છે કે ગુજરાતમાં ભાજપને એક સ્વચ્છ અને નવા ચહેરાની જરૂર હતી  અને તે ભૂપેન્દ્રભાઇના રૂપે મળ્યો છે.
 
કડવા પાટિદાર સમાજના ભૂપેન્દ્રભાઈ હવે આગામી સમયમાં ગુજરાતની કમાન સંભાળશે. ઉલ્લેખનીય છે કે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જ તેમનું નામ સૂચવ્યું હતું.
 
ગુજરાતના નવા મુખ્યમંત્રીને અભિનંદન અને શુભકામનાઓ....