પવિત્ર કન્યાદાનને કન્યામાનનો નવો વિચાર કહેનારાઓએ વિવાહ સંસ્કારના રીત –રીવાજો જોઇ લેવા જોઇએ

    23-Sep-2021
કુલ દૃશ્યો |

Manyavar Kanyadaan _1&nbs
 
 
Manyavar ના 'Kanyadaan' ની જાહેર ખબરથી બોલીવુડની એક્ટ્રેસ આલિયા ભટ્ટ ફરી વિવાદમાં ફસાઈ ગઈ છે. હવે કાપડની બ્રાંડ ગણાતી માન્યવરની એક જાહેરાત છે. તેમાં “કન્યાદાન”ની જગ્યાએ “કન્યામાન”ની વાત કહેવામાં આવી છે. એટલે કે આ લોકોને કન્યાદાન શબ્દથી એમા પણ “દાન” શબ્દથી વાંધો લાગે છે. આ જાહેરાતમાં આલ્યાને દુલ્હનના રૂપે બતાવાઈ છે અને તે કન્યાદાનની પરંપરા પણ સવાલ ઉભો કરે છે. આ જાહેરાતમાં આલ્યા ભટ્ટ સવાલ કરે છે કે શું હું કોઇ દાનની વસ્તું છું? આ સવાલ પર- આ જાહેરાત પર સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. માન્યવરની આ જાહેરાતનો અને તેના કપડાનો બહિષ્કાર કરવાની ઝુંબેશ પણ શરૂ થઈ છે.
 
એકવાત તો સ્પષ્ટ છે કે હિન્દુઓની સહિષ્ણુતાનો ફાયદો આ જાહેરાતવાળાઓ ઉઠાવી રહ્યા છે. પોતાના માર્કેટિંગ માટે આ લોકોને વિવાદની જરૂર પડે છે અને તેઓ હિન્દુ ધર્મ પર કંઇને કંઇ વિવાદાસ્પદ કહી દે છે અને આ રીતે તે વિવાદ બની જાય છે. જેટલો ખર્ચ માર્કેટિંગ કરીને બ્રાન્ડ ઇમેજ ઉભી કરવામાં થાય છે તેના કરત ખૂબ ઓછા ખર્ચે આવા વિવાદો સર્જી બ્રાંડ બનાવી દેવાય છે. આવું આ લોકો અન્ય ધર્મ માટે નહી કરે કેમ કે તેમને ખબર છે કે તેનું પરિણામ કેટલું ખરાબ તેમને ભોગવું પડશે. હિન્દુઓએ આવા લોકોની ચાલ હવે સમજવી પડશે…
 
હિન્દુ ધર્મના પાયામાં ૧૬ પ્રમુખ સંસ્કાર છે. આ સંસ્કારમાં વિવાહ સંસ્કાર પણ છે. આ સંસ્કારમાં અનેક રીત-રીવાજો છે. આ રીત-રીવાજોના આધારે વિવાહ કરી વર અને વધુ સાત જન્મના બંધનમાં બંધાય છે. સમાજને ટકાવવાનું ઉત્તમ કેન્દ્ર પરિવાર છે. પરિવાર વ્યવસ્થાને શ્રેષ્ઠ બનાવવા ઉત્તમ ગૃહસ્થાશ્રમીઓની આવશ્યકતા છે. કામ પ્રાકૃતિક ગુણ છે. એનું નિયત્રંણ કરીને સંતાનોત્પતિ નિર્માણ કરવાનું માધ્યમ બની શકે છે. વિવાહ કરવાથી કામભાવના માત્ર વાસના ન રહેતા પ્રેમ, સમર્પણ, ત્યાગ જેવા ગુણોનું નિર્માણ થાય છે. વિવાહ એટલે સ્રી અને પુરૂષની પરસ્પરની ચાહના અને આ શુદ્ધ અને નિરપેક્ષ પ્રેમના પ્રતીકનું પરિણામ એટલે બાળક…હવે આટલી ઉત્તમ ભાવના આ લોકો શું સમજી શકવાના? અથવા તો સમજે છે પણ વિવાદો કરી પ્રસિદ્ધ થવા આવું જાણી જોઇને કરી રહ્યા છે.
 
વિવાહ સંસ્કારમાં અનેક રીત- રિવાજો છે જેની પાછળ એક સંદેશ છે. કંસાર, સપ્તપદી વાચન, વરમાળા, સેંથીમાં સુંદૂર - આ બધાની પાછળ એક શુભ સંદેશ છે પણ તે આ લોકોને દેખાતો નથી. બસ કન્યાદાન એટલે દિકરીનું દાન એવો અર્થ આ લોકો કરી બેઠા છે. કન્યાદાનની પરંપરા ૭ હજાર વર્ષ જૂની છે. એ વખતેનો ભાવ શું હતો એ જાણવો પડે. જાહેરાતમાં આલ્યા સવાલ કરે છે કે કન્યા કોઇ વસ્તું નથી પણ આવું કહેવા પાછળનો ભાવ જ આલ્યાનો ખોટો છે. કન્યાદાન સાથે પ્રાચીનયુગની ભાવના ખૂબ જ શુદ્ધ અને પવિત્ર હતી.
 
હિન્દુઓને તેના જ રિત-રીવાજ સમજાવતા હોય તેમ આ જાહેરાતમાં ક્ન્યાદાનનો વિરોધ કરી કન્યામાન કહેવાનો આગ્રહ કરવામાં આવ્યો છે. આમને એમ કે કન્યાને વિવાહ સંસ્કારમાં માન આપવામાં નથી આવતું. આ લોકોને વિનંતી કે તેઓ સપ્તપદીમાં વર દ્વારા અપાયેલ કન્યાને સાત વચનો એક વાર વાંચી લે…
 
વિવાહ સંસ્કારમાં સપ્તપદીનું વાંચન થાય છે. આ દરમિયાન વર કન્યાને સાત વચન આપે છે. આલ્યાએ આ વચન વાંચવા જોઇએ. કદાચ તેને કન્યાદાન પાછળનો પવિત્ર ભાવ સમજાય જાય. જો એક વર એક દિકરીને દાનની વસ્તુ ગણીને લઈ જતો હોય યો આવા વચન આપવાની પરંપરા હોય શકે…?  પહેલા આ સાત વચન વાંચીલો જે એક વર કન્યાને આપે છે…
 
૧. હે દેવી, તમે અમારા ઘરની અન્નપૂર્ણા બનો.
૨. હે દેવી, તમે અમારા ઘરને સમર્થ બનાવો.
૩. હે દીવી, તમારાથી અમારું ઘર આનંદ અને ઉલ્લાસમય બનો.
૪. હે દેવી, તમે આવીને મારા ઘરની સંપત્તિ અને સમૃદ્ધિ વધારો.
૫. હે દેવી, આપ આવીને અમારા ઘરમાં રહેલાં પશુધન સમૃદ્ધિને સુરક્ષિત કરો.
૬. હે દેવી, દરેક ઋતુમાં આપણું દામ્યત્યજીવન પ્રસન્ન રહો.
૭. હે દેવી, તમે અમારી કુળદેવી, સમર્થક, સરંક્ષક અને સંવર્ધક બનો…
 
વિવાહ સંસ્કારમાં એક દિકરીને કેટલું માન આપવામાં આવ્યું છે તે આ લોકોને નથી સમજાતું અને “કન્યાદાન” પર સવાલો ઉભા કરવા છે. પૈસા કમાવા માટે આ રીતે હિન્દુ ધર્મના રીત-રિવાજો પર સવાલો ઉભા કરવા યોગ્ય નથી. અહીં સવાલો પુછવાની આઝાદી છે પણ તેનો દુરપયોગ કરવાની આઝાદી નથી. એમા પણ આવું કૃત્ય જ્યારે પૈસા કવામાં કરવામાં આવે ત્યારે એનાથી મોટી શરમજનક વાત કોઇ ન હોઇ શકે.