મોપલા નરસંહારના ૧૦૦ વર્ષ – ૧૦ હજાર હિન્દુઓનો નરસંહાર કરવામાં આવ્યો અને આજે અહીં એક સ્મારક પણ નથી!

    25-Sep-2021
કુલ દૃશ્યો |
 
Malabar Hindu Genocide_1&
 
 
૨૫સપ્ટેમ્બર, આજે પૂર્ણ થયા છે મોપલા નરસંહારના ૧૦૦ વર્ષ. આ સંદર્ભે એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં પ્રજ્ઞા પ્રવાહના અખિલ ભારતીય સંયોજક જે. નંદકુમારજીએ મોપલા નરસંહારની માહિતી આકંડાઓ સાથે લોકો સમક્ષ રજૂ કરી હતી.
 
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિચારક જે. નંદકુમારે કેરળમાં ૧૯૯૨૧માં મોપલા મુસ્લિમો દ્વારા કરાયેલ નરસંહારની માહિતી લોકોની સામે રજૂ કરી હતી. તેમણે જણાવ્યું કે કઈ રીતે કોંગ્રેસની સંસ્થાપક એની બેસેન્ટે પણ માલાબારની મુલાકાત લીધી હતી અને અહીંના હિન્દુઓ સાથે વાત પણ કરી હતી. તેમણે કહ્યું કે કઈ રીતે એક હિન્દુ ગર્ભવતી મહિલાનું પેટ ચીરવામાં આવ્યું અને તેમાંથી ભૃણ બહાર કાઢી તેને ક્ષત-વિક્ષત કરાવામાં આવ્યું હતું. આ સમયે અહીં આવી અનેક ડરામણી ઘટનાઓ બની હતી.
 
જે. નંદકુમારે એક અન્ય ઘટના પણ કહી. એક બાળક પોતાની માતાના ખોળામાં દૂધ પી રહ્યું હતું. મોપલા મુસ્લિમોએ એ બાળકને તેની માતાના ખોળામાંથી ખેંચી તેના બે ટુકડા કરી નાખ્યા. અન્ય જગ્યાએ એક મહિલાનો વારંવાર બળાત્કાર કરવામાં આવ્યો અને તેનું મૃત્યુ થયુ. તેનું નાનકડું બાળક તેની મૃત માતાની પાસે રડતું રહ્યું. કેટલું હ્રદયદ્વાવક દ્રશ્ય હશે આ…..
 
અનેક વિદ્વાનોએ આ ઘટનાને આખી દુનિયાની સૌથી ક્રુર ઘટના તરીકે નોંધી પણ છે. ખુદ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ શંકરન નાયરે પણ આવું જ કહ્યું હતું. ડૉ. બાબાસાહેબ આંબેડકરજીનું કહેવું હતું કે આ હુલ્લડ ન હતું પણ હિન્દુઓ પર મુસ્લિમોનું આક્રમણ હતું. એની વેસેન્ટ તો પ્રશ્ન કરે છે કે શું આ લોકો રાક્ષસ હતા?
 
મલયાલમના મહાકવિ કુમાર અસને તો પોતાના “દુરાવસ્થા” ખંડકાવ્યમાં લખ્યું છે કે આ મોપલા મુસ્લિમ રાક્ષસ છે કે શું? તેમની માતા-બહેનો નથી? આ ખંડકાવ્યની પુસ્તક પ્રકાશિત થઈ અને ઇસ્લામિક કટ્ટરપંથિઓની તેમને ધમકી મળવા લાગી. આ પુસ્તક પાછી ખેંચવા તેમના પર દબાણ ઉભું કરવમાં આવ્યું પણ તેમનું કહેવું હતું કે પીડિતોની વાત આ પુસ્તકમાં છે તે કોઇ પણ સંજોગોમાં પાછી નહી લેવાય. ૧૯૨૪માં તેમની હત્યા થઈ ગઈ. આ હત્યાનું કારણ આજ સુધી સામે આવ્યું નથી. એક નાવડીમાં તેમની લાશ મળી હતી બસ આટલું સામે આવ્યું છે. કહેવાય છે કે પાણીમાં ડૂબવાથી તેમનું મૃત્યુ થયુ છે પણ ખૂબ ઓછા લોકો જાણતા હતા કે તેઓ તરવામાં પાવર્ધા હતા. પ્રશ્ન થાય કે શું આ એક ષડયંત્ર ન હતું?
 
આટલું જ નહી નંદકુમારજી આંકડા સાથે આ વાત મૂકે છે કે મોપલા મુસ્લિમો દ્વારા ૧૦ હજાર કરતા વધારે હિન્દુઓનો નરસંહાર કરવામાં આવ્યો હતો. તેમની જમીનો, મંદિરો, ખેતરો બધુ જ છીનવી લેવામાં આવ્યું હતું. મંદિરો તોડી પડાયા હતા. અહીં એક નિદંનીય હત્યાકાંડ થયો અને અહીં અમારા ભાઇ-બહેનો માટે એક સ્મારક પણ બનાવાની મંજુરી ન મળી. દુઃખની વાત એ છે કે મોપલા મુસ્લિમોને અને તેમના વંશજોને સરકારી ખજાનામાંથી, આપણા ટેક્સના રૂપિયામાંથી પેન્સન આપવામાં આવે છે. તેમણે કહ્યું કે કેરળના આ મલપ્પુરમમાં સામૂહિક હત્યાકાંડનું સ્મારક બનાવવા અમે માંગ કરી રહ્યા છીએ અને આ માટે અહીંની સીપીએમના નેતૃત્વવાળી સરકારને આવેદન પત્ર પણ આપવામાં આવશે.
 

Malabar Hindu Genocide_1& 
 
તેમણે કહ્યું કે આજે ૧૦૦ વર્ષ આ હત્યાકાંડના થયા છે અને આપણા હિન્દુ પીડિત ભાઇઓને હજી ન્યાય મળ્યો નથી. આ માટે લોકોને આગળ આવવા અપીલ કરતા નંદકુમારજી જણાવે છે કે સારા લોકો ચૂપ રહે છે માટે આવા અન્યાય થાય છે. લોકોએ તટસ્થ રહેવું જોઇએ એવી અપીલ કરતા જણાવ્યું કે કેરળના માલાબારના હિન્દુઓ, અહીંના પીડિતોના વંશજો સાથે વાત કરી તેમની વેદના આપણે સમજવી જોઇએ. તેમણે વીર સાવરકરની પુસ્તક મોપલા અથાર્ત “ઇસસે મુજે ક્યા?” નામની પુસ્તકને પણ વાંચવાની અપીલ કરી હતી.
 
જે. નંદકુમારજીએ ખિલાફત આંદોલન અને મોપલા દ્વારા કરાયેલ હિન્દુ નરસંહારની નિંદા કરતા જણાવ્યું કે આનું યોગદાન ભારતના વિભાજનમાં પણ હતું. તમણે કહ્યું કે આ સંદર્ભે ફરી અધ્યયન થવું જોઇએ.
 
 
 
તમને જણાવી દઈએ કે ભારતના કેરળ રાજ્યના માલબારમાં ૨૫ સપ્ટેમ્બર ૧૯૨૧ ના દિવસે મોપલા મુસ્લિમો દ્વાર હિન્દુઓ પર આક્રમણ કરવામાં આવ્યું હતું જેમાં ૧૦ હજાર કરતા વધારે હિન્દુઓના મૃત્યુ થયા હતા. આ હિન્દુ નરસંહારના આજે ૧૦૦ વર્ષ પૂર્ણ થયા છે. આ માટે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ જોડાયા હતા. અહીં આ વાત નંદકુમારે લોકો સમક્ષ મૂકી હતી.