પ.પૂ. સરસંઘચાલક મા. મોહનજી ભાગવતના પ્રવચન પર વિવાદ નહીં પણ સંવાદ હોય

    25-Sep-2021   
કુલ દૃશ્યો |

mohan bhagwat_1 &nbs
 
 
ગ્લોબલ સ્ટ્રેટેજિક પોલિસી ફાઉન્ડેશન દ્વારા યોજિત ગોષ્ઠિમાં ‘રાષ્ટ્ર પ્રથમ, રાષ્ટ્ર સર્વોચ્ચ’ વિષય પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના (RSS) સરસંઘચાલક ( Sarsanghchalak ) મા. મોહનજી ભાગવતે ( Mohanji Bhagwat)   પોતાના પ્રવચનમાં મૂકેલા કેટલાક અતિ મહત્ત્વના મુદ્દાઓ પર દેશમાં અનાવશ્યક વિવાદ સર્જાયો છે. તેઓશ્રીના મુદ્દા સાવ સ્પષ્ટ ને અનેક વાર બોલાઈ ચૂકેલા છે. તેઓશ્રીએ કહ્યું (૧) ‘હિન્દુ’ શબ્દ માતૃભૂમિ, પૂર્વજ અને ભારતીય સંસ્કૃતિનો પર્યાયવાચી શબ્દ છે. (૨) અમે માત્ર ભારતીય વર્ચસ્વની બાબતમાં વિચારીએ છીએ. હિન્દુ કે મુસ્લિમના વર્ચસ્વની નહીં. (૩) હિન્દુ અને મુસલમાનોના પૂર્વજ એક જ છે માટે આ સંદર્ભમાં અમારા માટે બધા ભારતીયો હિન્દુ છે, ભલે તેમનો પંથ, ભાષા કે જ્ઞાતિ, જાતિ કોઈપણ હોઈ શકે છે. (૪) ભારતીય સંસ્કૃતિ વિવિધ વિચારો અને ધર્મોનું સન્માન કરે છે. અલ્પસંખ્યકોએ કોઈથી ડરવાની જરૂર નથી. (૫) ભારતના સર્વાંગીણ વિકાસ માટે બધાએ સાથે મળીને કામ કરવું પડશે. (૬) સમાજના મુસ્લિમ નેતાઓએ કટ્ટરપંથીઓ વિરુદ્ધ દૃઢતાથી ખડા રહેવું પડશે.
 
આટલી સ્પષ્ટ વાતો પર બીમાર માનસિકતા ધરાવતા અને પૂર્વગ્રહયુક્ત કેટલાક અગ્રણીઓએ પોતાના નિત્ય સ્વભાવ મુજબ પ્રશ્ર્નો કર્યા કે (૧) મોહનજી ભાગવતે આ વાતો વારેવારે બોલવાની શી જરૂર છે ? (૨) શું દેશમાં ચૂંટણીઓ આવી રહી છે તેનો લાભ ઉઠાવવા અત્યારે આ વાતો કરી રહ્યા છે ? (૩) હિન્દુ - મુસલમાન એક છે - નો રાગ માત્ર મોહનજી ભાગવતનો કે રા.સ્વ.સંઘનો ? આ ભાગવતજીના વ્યક્તિગત વિચારો છે ? (૪) શું સંઘની સોચ બદલાઈ ગઈ છે ? કે પછી કોઈ રણનીતિ અનુસાર એવું કરવામાં આવે છે ? (૫) શું ભાગવતજી અલ્પસંખ્યક સમુદાયોમાં ભ્રમ ફેલાવવા આવું બોલી રહ્યા છે ?
 
સૌ પ્રથમ તો મા. મોહનજી ભાગવતે પોતાના આ પ્રવચનમાં કોઈ નવી વાત કરી નથી. સપ્ટેમ્બર ૨૦૧૮માં દિલ્હીના વિજ્ઞાનભવનમાં યોજાયેલ ગોષ્ઠિમાં માનનીય મોહનજીએ આ જ મુદ્દા કહ્યા હતા. તે વખતે કેટલાક નેતાઓ બોલી ઊઠ્યા હતા કે ‘ભાગવતજીને અપની ગોષ્ઠિ મેં કુછ નયા નહીં કહા હૈ’. હવે સપ્ટેમ્બર ૨૦૨૧ની તાજેતરની ગોષ્ઠિમાં આ જ વાતો મોહનજીએ કરી છે, તો નેતાઓ કહે છે કે ‘ભાગવતજી બારબાર રંગ બદલતે હૈ’ તેમના આ પરસ્પર વિરોધી વિધાનો તેમના મનમાં રહેલા પૂર્વગ્રહો જ પ્રગટ કરે છે. દેશમાં ચૂંટણીઓ તો પ્રતિ વર્ષ અને પ્રત્યેક પ્રાંતમાં ક્યાંક ને ક્યાંક તો ચાલતી જ હોય છે. તેથી તેમના પ્રવચનને ચૂંટણી સાથે જોડવું સાવ વાહિયાત છે. મા. મોહનજી ભાગવતે જે વાતો કહી તે વાતો રા. સ્વ. સંઘના પૂર્વ સરસંઘચાલકજીઓ પણ અનેક વાર મૂકી ચૂક્યા છે, તાજેતરમાં ફેબ્રુઆરી માસમાં જ સંઘના સરકાર્યવાહ મા. શ્રી દત્તાત્રેય હોસબલેજીએ કહ્યું હતું કે ‘હર ભારતીય કા DNA હિન્દુ હૈ.’ માટે આ વાતો કોઈ નવીસવી નથી, તો આવો, આપણે સૌ પ્રથમ સંઘના પૂર્વ સરસંઘચાલકોએ શું કહ્યું હતું તે જોઈએ.
 
 
હમ સબ કે પૂર્વજ એક હી થે. આજ કે હમ સબ લોગ ઉન્હી પૂર્વજોંકી સંતાન હૈ.
 
 
 
(૧) રા. સ્વ. સંઘના દ્વિતીય સરસંઘચાલક મા. શ્રી ગુરુજી ગોલવલકર ( Madhavrao Sadashivrao Golwalkar ) અને અરબીના વિદ્વાન અને મુસ્લિમ લીગ સમર્થિત એક અંગ્રેજી દૈનિકના સંપાદક અને પ્રતિષ્ઠિત પત્રકાર ડૉ. સૈફુદ્દીન જીલાણી સાથેનો એક સાક્ષાત્કાર (Interview) કલકત્તામાં ફેબ્રુઆરી ૧૯૭૧માં ગોઠવાયો હતો. ડૉ. જીલાણીએ શ્રી ગુરુજીને અનેક પ્રશ્ર્નો પૂા હતા. દોઢ કલાક સુધી ચાલેલા આ સાક્ષાત્કારમાં ડૉ. સૈફુદ્દીન જીલાણીએ એક મહત્ત્વનો પ્રશ્ર્ન પૂો હતો કે ભારતના મુસ્લિમો પ્રત્યે રા. સ્વ. સંઘનો દૃષ્ટિકોણ શો છે ? આ પ્રશ્ર્નના ઉત્તરમાં શ્રી ગુરુજીએ કહ્યું હતું કે, ‘હમ સબ કે પૂર્વજ એક હી થે. આજ કે હમ સબ લોગ ઉન્હી પૂર્વજોંકી સંતાન હૈ. યહ બાત હમેં સદૈવ ધ્યાન મેં રખની ચાહિએ. અપને અપને મત-સંપ્રદાય કે અનુસાર ઈમાનદારી સે ચલો, કિન્તુ રાષ્ટ્રીય સંદર્ભ મેં હમેં એક હોના હી પડેગા...’ તેમણે વધુમાં કહ્યું કે, હમ હિન્દુ હૈ અતઃ અકેલે હિન્દુ હી ઈસ ઔર ઉસકે અધિકારી હૈ યહ હમ બિલકુલ નહીં કહતે, કિન્તુ યદિ લોગ આગે આકર યહ કહેં કિ વે બિલકુલ અલગ અસ્તિત્વ ચાહતે હૈં, રાજ્ય મેં રાજ્ય ચાહતે હૈં, તો મૈં ઇસે અસહ્ય માનતા હૂઁ.
 

mohan bhagwat_1 &nbs 
 
ભારતીયકરણ વિષે પુછાયેલા પ્રશ્ર્નનો ઉત્તર આપતાં શ્રી ગુરુજી ( Shri Guruji  ) બોલેલા કે ભારતીયકરણ કા અર્થ સબકો હિન્દુ બના લેના નહીં હૈ. હમેં વિશ્ર્વાસ કરના ચાહિયે કિ હમ ઇસી ભૂમિ કે પુત્ર હૈં । હમ એક હી સમાજ કે અંગ હૈ । હમારે મહાન પૂર્વજ એક હી થે ઇસલિયે હમેં સમજના ચાહિયે કિ હમારી આકાંક્ષાએ ભી એક હી હૈ । (આ સંપૂર્ણ સાક્ષાત્કાર ‘ઓર્ગેનાઇઝર’ પત્રિકામાં છપાયો હતો અને તે પછી સુરુચિ સાહિત્ય પ્રકાશને પુસ્તિકા સ્વરૂપે પણ પ્રગટ કર્યો હતો.)
 
 
જો લોગ ઇસ દેશ કો અપની માતૃભૂમિ, પુણ્યભૂમિ ઔર સ્વયં કો યહાં કે રાષ્ટ્રીય ઔર સાંસ્કૃતિક પ્રવાહ કા અંગ માનતે હૈં વે સભી હિન્દુ હૈ.  
 
 
રા. સ્વ. સંઘના તૃતીય સરસંઘચાલક મા. બાળાસાહેબ દેવરસજી  ( Balasaheb Deoras  ) એ ૧૩ ડિસેમ્બર, ૧૯૮૭ના રોજ દિલ્હીના રામલીલા મેદાનમાં આયોજિત વિશાલ હિન્દુ સંમેલનમાં જાહેર વક્તવ્ય આપતી વખતે તથા તે અગાઉ જયપુરમાં યોજાયેલ એક પત્રકાર પરિષદમાં પુછાયેલા એક પ્રશ્ર્નનો ઉત્તર આપતી વખતે તેઓશ્રી બોલેલા કે, ‘હિન્દુ’ શબ્દ કી હમારી પરિભાષા ઇતની વ્યાપક હૈ કિ જો લોગ ઇસ દેશ કો અપની માતૃભૂમિ, પુણ્યભૂમિ ઔર સ્વયં કો યહાં કે રાષ્ટ્રીય ઔર સાંસ્કૃતિક પ્રવાહ કા અંગ માનતે હૈં વે સભી હિન્દુ હૈ. યહાં કે ઈસાઈ ઔર મુસલમાન બહાર સે નહીં આયે હૈં. વે ભી યહીં કે રક્ત ઔર વંશ કે અંશ હૈ. યહાં કે ધર્માન્તરિત લોગ હી મુસલમાન ઔર ઈસાઈ હૈ. ભિન્ન મઝહબ ઔર ઉપાસના પદ્ધતિ કે બાદ ભી ઉન્હેં ઉન કે મૂલ સે હમેં જોડના હોગા ઔર ઉન્હેં ભી જુડના ચાહિયે. (સંદર્ભ : પુસ્તિકા, સુરુચિ પ્રકાશન, નઈ દિલ્લી).
 
 
ઇસ દેશ કા હિન્દુ હી તો મુસલમાન બના હૈ. વહ કહીં બાહર સે નહીં આયા હૈ...
 
 
 
રા.સ્વ.સંઘના ચતુર્થ સરસંઘચાલક મા. રાજેન્દ્રસિંહ (રજ્જુભૈયા) ( Rajju Bhaiya ) ૨૦ જૂન, ૧૯૮૬ના રોજ લખનઉના સંઘ શિક્ષાવર્ગના સમારોપમાં તેમજ શિવાજી રાજ્યાભિષેકના શુભ દિને આયોજિત જનસભામાં બોલેલા કે, ઇસ દેશ કા હિન્દુ હી તો મુસલમાન બના હૈ. વહ કહીં બાહર સે નહીં આયા હૈ... દેશ કે સભી મુસલમાન હિન્દુ સે મુસલમાન બને હૈં& પંથ હમારે અલગ હોંગે, હમારી પદ્ધતિયાં અલગ હોગી પર ભારતમાતા એક હૈ, સંસ્કૃતિ એક હૈ. યહ અનુભવ હોને પર હી ઇસ રાષ્ટ્ર કી સમસ્યાઓં કા હલ હો સકતા હૈ.
 
 
યહાં કી એક ભૂમિ હૈ, એક જન હૈ, યહાં હુએ મુસલમાન સબ અરબસ્તાન સે આયે હુએ નહીં હૈ.
 
 
 
દૈનિક ‘સ્વદેશ’ (સતના)માં રા. સ્વ. સંઘના પ્રખર ચિંતક મા. દત્તોપંત ઠેંગડીજી ( Dattopant Thengadi ) ના છપાયેલ તેમના લેખમાં તેઓશ્રીએ સ્પષ્ટતાપૂર્વક કહ્યું છે કે, યહાં કી એક ભૂમિ હૈ, એક જન હૈ, યહાં હુએ મુસલમાન સબ અરબસ્તાન સે આયે હુએ નહીં હૈ. ઈસાઈ સબ રોમ સે આયે હુએ નહીં હૈ. હમારે હી ખૂન-ખાનદાન કે હૈં . હમારે પૂર્વજ ઉનકે પૂર્વજ હૈ. હમારા ઇતિહાસ ઉનકા ઇતિહાસ હૈ... લેકિન રાજનીતિક નેતાઆેંને રાજનીતિક લાલચ ઔર અંગ્રેજો કે ચક્કર મેં આકર ઔર આજકલ વોટ બ્લોક કે ફેરે મેં અલગાવ કી ભાવના કા પ્રચાર શુરૂ કિયા હૈ. આ જ વાત ડૉ. ફારૂક અબ્દુલ્લાએ પણ કરી છે. ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૪ના રોજ કાશ્મીરના વરિષ્ઠ નેતા ડૉ. ફારૂક અબ્દુલ્લાએ પ્રગતિ મેદાનમાં આયોજિત વિશ્ર્વ પુસ્તક મેળામાં કાશ્મીરની ભાષામાં લખાયેલ પુસ્તકોનું વિમોચન કરતી વખતે બોલેલા કે ‘મેં અસલ મેં મુસલમાન નહીં હું. મેં કાશ્મીરી સારસ્વત પંડિત હું. હમ સદીઓ પહેલે બ્રાહ્મણ સે મુસ્લિમ બને હુએ પંડિતો કી નીપજ હૈ.’
 
 
દુનિયાના તમામ ઇસ્લામિક દેશોએ ઇસ્લામને પોતાના દેશને અનુકૂળ આવે તેવી રીતે સ્વીકાર્યો છે તો પછી ભારતનો મુસલમાન પણ એવું કેમ ન કરી શકે ?
 
 
રા. સ્વ. સંઘના પાંચમા સરસંઘચાલક મા. સુદર્શનજી ( KS Sudarshan ) એ પોતાના એક લેખમાં કેટલીક મહત્ત્વની બાબતો પર ધ્યાન દોરતાં લખ્યું છે કે, દુનિયાના તમામ ઇસ્લામિક દેશોએ ઇસ્લામને પોતાના દેશને અનુકૂળ આવે તેવી રીતે સ્વીકાર્યો છે તો પછી ભારતનો મુસલમાન પણ એવું કેમ ન કરી શકે ? ઈસ્લામ પૂર્વેના બિન-ઇસ્લામિક મહાપુરુષોને ઇરાનના મુસ્લિમોએ પોતાના પૂર્વજ ગણ્યા હતા. તેવી જ રીતે ભારતના મુસ્લિમો પણ આ દેશના મહાપુરુષોને પોતાના મહાપુરુષ કેમ ન ગણી શકે ? ઇન્ડોનેશિયાનો મુસલમાન રામાયણ અને મહાભારત જેવાં મહાકાવ્યોને પોતાના સાંસ્કૃતિક ગ્રંથ માની શકે છે અને તેમ છતાં તેમને મુસલમાન બની રહેવામાં કોઈ દોષ લાગતો નથી તો ભારતનો મુસલમાન આમ કરવામાં ડરે છે શા માટે ? તુર્કીમાં અને પાકિસ્તાનમાં પરદાપ્રથા અને બહુપત્નીત્વને તિલાંજલિ આપીને પણ તેઓ મુસલમાન તરીકે રહી શકે છે તો આવું ભારતનમાં કેમ ન બની શકે ? (મા. સુદર્શનજીનો આ લેખ જાગૃતિ પ્રકાશન, ગાઝિયાબાદએ પુસ્તિકા સ્વરૂપે ૧૯૮૬માં પ્રકાશિત કર્યો છે.)
 
અફઘાનિસ્તાનના એક સમયના શાસક અમાનુલ્લાએ કહ્યું હતું કે, અમે મુસલમાન જરૂર છીએ. મહંમદ સાહેબને માનીએ છીએ, કુરાનને માનીએ છીએ, પરંતુ અમારી સંસ્કૃતિ અફઘાન સંસ્કૃતિ છે. બિલકુલ આ જ ઢંગથી ભારતનો મુસલમાન પણ વિચારી શકે કે અમે મુસલમાન છીએ પણ ભારતીય મુસલમાન છીએ. મા. મોહનજી ભાગવતે આ જ વાત કહી છે જે દુનિયાના અનેક દેશોમાં બનતી આવી છે જેનાં થોડાં દૃષ્ટાંતો જોઈએ.
 
આવા જ પ્રકારનું સાંસ્કૃતિક ઉત્થાન ગઈ સદીના આઠમા દસકમાં ઈરાનમાં થયું હતું. ઈરાનના મુખ્ય નેતાઓ બોલ્યા હતા કે, અમે મુસલમાન જરૂર છીએ, પરંતુ ઈરાનના પૂર્વ મહાપુરુષો જેવા કે જમશેદ, રુસ્તમ, સોહરાબ અને બહેરામ (જેઓ બિન-મુસ્લિમ છે.) જે ઈરાનમાં જન્મેલા છે તે અમારા પૂર્વજો છે. અમને તેમના માટે અપાર શ્રદ્ધા અને માન છે. ઈરાનના શાસક રજા શાહ પહેલવીના સમયમાં ૧૯૭૦થી ૧૯૮૦ના સમયગાળામાં આ આંદોલન થયું હતું.
 
આવું જ સાંસ્કૃતિક ઉત્થાન તુર્કીના કમાલ પાશાએ ૧૯૨૩માં કરી તુર્કી રાષ્ટ્રજીવનનું જાગરણ કરી અરબી સંસ્કૃતિને તિલાંજલિ આપી હતી. ખિલાફતવાદી ભારતના મુસ્લિમ નેતાઓ તુર્કીના કમાલ પાશાને મળવા ગયા હતા અને તેમણે કમાલ પાશાને પ્રશ્ર્ન પૂો હતો કે, આપના રાજ્યમાં હજી સુધી ખિલાફતની સ્થાપના કેમ થઈ શકી નથી ? તેના ઉત્તરમાં કમાલ પાશાએ રોકડું પરખાવતાં કહેલું કે અમે મહંમદ સાહેબમાં માનીએ છીએ, કુરાનમાં માનીએ છીએ, મસ્જિદમાં જઈશું પણ ઇસ્લામના નામ પર અમે તુર્કી લોકો અરબી સંસ્કૃતિ કે જે અમારી દૃષ્ટિએ વિદેશી સંસ્કૃતિ છે, તેનો સ્વીકાર હરગિજ નહીં કરીએ.
 
ઇન્ડોનેશિયા કે જે વિશ્ર્વમાં સૌથી વધુ મુસ્લિમ વસતી ધરાવતો દેશ છે ત્યાં પણ ઇસ્લામ તેમના પૂર્વજોની ભારતીય સંસ્કૃતિની છાયામાં જ ઊછર્યો છે. તુર્કી, ઈરાન, ઇન્ડોનેશિયા જેવા દેશના મુસ્લિમો જે રીતે વિચાર કરે છે તેવો જ વિચાર શું ભારતના મુસ્લિમો ન કરી શકે ? મા. મોહનજી ભાગવતના પ્રવચનમાં આ જ વાતનો નિર્દેંશ છે.
 
અત્યાર સુધી તો લેખમાં જે વિચારો મુકાયા છે તે તો સંઘવર્તુળની અંદરના અગ્રણીઓના છે પણ સંઘવર્તુળની બહારના વિચારકો આ મુદ્દાઓ અંગે શું વિચારતા હશે તે પ્રશ્ર્ન છે.
 
તો આવો, આપણે સંઘવર્તુળની બહાર જઈ સમાજના જુદા જુદા તબક્કાના મહાનુભાવોના વિચારો અને અનુભવો પણ જાણીએ.
 
(૧) સૌ પ્રથમ ભારતના વિદ્વાન અર્થશાસ્ત્રી ડૉ. જયદુભાષીનો અનુભવ જાણીએ. ડૉ. જયદુભાષી કેટલાંક વર્ષો પૂર્વે ફ્રાન્સના પેરિસ શહેરના એરપોર્ટ પર ઉતર્યા. ફ્રેન્ચ કસ્ટમ અધિકારીએ તેમનો પાસપોર્ટ જોઈને કહ્યું, તમે હિન્દુ છો ? ડૉ. દુભાષીએ ઉત્તર આપ્યો કે, હું ઇન્ડિયન છું. ફ્રેન્ચ અધિકારી તેમની સામે જોઈ રહ્યો અને પછી બોલ્યો, હા, પણ તમે હિન્દુ જ છો. કહી પાસપોર્ટ પર સ્ટેમ્પ મારી દીધો. ત્યાર બાદ ડૉ. જયદુભાષીને ખબર પડી કે ફ્રેન્ચ ભાષામાં ભારતીય શબ્દ માટે Indian નામનો શબ્દ જ નથી. જે શબ્દ છે તે હિન્દુ છે. ઇન્ડિયન અને હિન્દુ વચ્ચેનો ફરક ફ્રેન્ચ ભાષામાં છે જ નહીં. ડૉ. દુભાષી લખે છે કે, તે પછી હું ઘણીવાર ફ્રાન્સ ગયો છું અને મેં મારી જાતને હિન્દુ તરીકે જ ઓળખાવી છે. લેખક ચંદ્રકાન્ત બક્ષીના એક ગ્રંથમાં આ પ્રસંગ વાંચવા મળશે.
 
(૨) હવે એક પ્રસિદ્ધ કમ્યુનિસ્ટ પત્રકારના વિચારો જાણીએ. તેમનું નામ છે રૂસી કંરજિયા. તેઓ જન્મે પારસી અને કટ્ટર કમ્યુનિસ્ટ વિચારધારા ધરાવે છે. સામ્યવાદી પાર્ટીના સાપ્તાહિક BLITZ માં તેમણે ઘણાં વર્ષો સુધી તંત્રી તરીકે કામ કરેલું. તેમની પાછલી કારકિર્દી દરમિયાન હિંદુ ગ્રંથોના ઊંડા અધ્યયન પછી તેમની ડાબેરી વિચારધારા સાવ જ બદલાઈ ગયેલી. તે પછી તેમણે અત્યંત નિખાલસતાપૂર્વક કહેલું કે, હિન્દુત્વ હી હમારી પહેચાન (Identity) હૈ. એક પારસી સજ્જ્ન પોતાની ‘હિન્દુ’ તરીકેની ઓળખ આપતાં સંકોચ અનુભવતા નથી તે જ રીતે ભારતના મુસ્લિમો પણ સંકોચ વગર પોતાને ‘હિન્દુ’ કહે તો કેવું ?
 
(૩) હવે એક અત્યંત પ્રસિદ્ધ સમાજવાદી ખ્રિસ્તી નેતા જ્યોર્જ ફર્નાન્ડિઝના શબ્દો સમજીએ. ૪ જાન્યુઆરી ૧૯૯૧ના બનારસના પરાડકર સ્મૃતિ ભવનમાં વ્યાખ્યાન આપતાં જ્યોર્જ બોલેલા કે, આ દેશમાં ભાઈચારો કાયમ રાખવો હશે તો અહીં રહેવાવાળા મુસલમાનો, ઈસાઈ, બૌદ્ધો એક સચ્ચાઈનો સ્વીકાર કરે કે હિન્દુ તેમના પૂર્વજ છે અને હિન્દુઓ માને કે મુસલમાન અને ઈસાઈ તેમના વંશજો છે. (Muslims and christians must believe that Hindus are their anscestors and Hindus must believe that muslims and christians are their projeny (વંશજ)).
 
(૪) છેલ્લે સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ શ્રી મહંમદ કરીમ ચાગલાનો મત જોઈએ. તેમણે જાહેરમાં કહેલું છે કે By religion I am Muslim but by Nationality I am Hindu. તેમણે વધુમાં કહેલું કે, All Muslims Living in this Country are Hindus by race (આ દેશમાં રહેતા તમામ મુસલમાનોની જાતિ ‘હિન્દુ’ છે.)
 
વર્તમાન વાસ્તવિક્તા એ છે કે વીસમી સદીના અંત ભાગમાં અખાતી દેશોમાં તેલની અઢળક આવક નીકળતાં સંપત્તિ અને કટ્ટરતાવાદીઓના સમન્વયથી વિશ્ર્વમાં જાગેલા આતંકવાદે ઇસ્લામની ઉદારતા અને મોકળાશ પર તીવ્ર હુમલા કરી મુસ્લિમ બૌદ્ધિક નેતાઓની જબાન બંધ કરી દીધી છે. આ પરિસ્થિતિના સંદર્ભમાં જ માનનીય ભાગવતજી આ ગોષ્ઠિમાં બોલ્યા છે કે સમાજના મુસ્લિમ નેતાઓએ કટ્ટરપંથીઓ વિરુદ્ધ દૃઢતાથી ખડા રહેવું પડશે અને આ ગોષ્ઠિમાં અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા કાશ્મીર કેન્દ્રીય વિશ્ર્વ વિદ્યાલયના ચાન્સેલર સૈયદ અતા હસનૈન પણ આ જ વાતનો નિર્દેંશ કરતાં બોલ્યા છે કે, ‘ભારતીય મુસલમાનોને નિશાન બનાવવાની પાકિસ્તાનની કોશિશને ભારતના મુસ્લિમ બુદ્ધિજીવીઓએ નિષ્ફળ બનાવવી જોઈએ.’
 
 
આમ, મા. મોહનજી ભાગવતે કરેલી વાતો નવી પણ નથી અને તેમની અંગત માન્યતા પણ નથી. તેમણે જે ઉચ્ચારણ કર્યું છે તે રાષ્ટ્રીય સત્ય છે.
 
મા. મોહનજી ભાગવતે કરેલી આટલી સ્પષ્ટ વાત તો ખરેખર રાષ્ટ્રીય સંવાદનો વિષય બનવો જોઈએ. અને જો રાષ્ટ્રીય સંવાદ વિકસ્યો હોત તો વાદે વાદે જાયતે તત્ત્વબોધના ન્યાયે ભિન્ન ભિન્ન ઓળખ માટે આંતરિક સંઘર્ષ કરતા દેશવાસીઓને આપણામાં રહેલી એકતાનો બોધ જાગ્રત કરવામાં સહાયરૂપ બની શક્યો હોત. પણ દુર્ભાગ્યે તેમનાં વિધાનોને વિવાદનો વિષય બનાવી ‘વાદે વાદે જાયતે કંઠશોષ’ બનાવી દઈ સત્યને અવળે પાટે ચઢાવવાનો બૌદ્ધિક વ્યાયામ કર્યો છે. દેશની જનતા આ પ્રકારના સત્યભંજક લોકોને ઓળખી લે અને દેશહિતની વાતનો સ્વીકાર કરે તે જ આપણા સહુના હિતમાં છે.
 
॥ અસ્તુ ॥