૩૦૦૦ ભારતીય કારીગરો દ્વારા અયોધ્યાની જેમ જ અબૂ ધાબીમાં પણ એક ભવ્ય મંદિર બની રહ્યું છે, જુવો VIDEO

    27-Sep-2021
કુલ દૃશ્યો |

abu dhabi_1  H
 અબૂ ધાબીમાં બની રહેલ પહેલું હિન્દું મંદિર (સાભાર - Youtube- BAPSChannel)
 
 
 
અયોધ્યામાં ભગવાન શ્રી રામનું મંદિર બની રહ્યું છે. આજ રીતે સંયુક્ત અમીરાત (UAE) ની રાજધાની અબૂ ધાબીમાં પણ પ્રથમ હિન્દુ મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ મંદિરની ખાસિયત એ છે કે તેના નિર્માણમાં સ્ટીલ, લોખંડ અથવા તેનાથી બનેલી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. આ મંદિરનું નિર્માણ ભારતની પારંપરિક મંદિર વાસ્તુકલાના આધારે થઈ રહ્યું છે. આ મંદિરનું નિર્માણ BAPS સ્વામીનારાયણ સંસ્થા દ્વારા થઈ રહ્યું છે. આ મંદિર ૨૦૨૩ સુધીમાં બનીને તૈયાર થઈ જશે તેવી આશા છે.
 
મંદિરના એક પ્રનિનિધિએ અહીંના ખલીજ ટાઇમ્સને જણાવ્યુ હતું કે મંદિરના પાયાનું કામ પૂર્ણ થઈ ગયુ છે. ભારતના કારીગર આવ્યા પછી ગુલાબી બલુઆ પત્થર લગાવાનું કામ અહીં શરૂ થશે. BAPS મંદિરના પ્રવક્તા બ્રહ્મવિહારીજી સ્વામીએ જણાવ્યું છે કે અબૂ મુરીખાહ સ્થિત આ મંદિરની ભૂમિ પર બલુઆ પત્થર (सैण्डस्टोन) નું એક મોટું સ્તર પાથરવામાં આવ્યું છે
 
ઉલ્લેખનીય છે કે મંદિર નિર્માણ માટે ભારતમાંથી ૩૦૦૦ કારીગરો બોલાવવામાં આવ્યા છે જે અહીં રાત-દિવસ કામ કરી રહ્યા છે. આ કારીગરો માર્બલ પર નક્કશીકામ કરી તેની મૂર્તિઓ બનાવી રહ્યા છે. આ ઉપરાંત ૧૦ અન્ય દેશોના ૩૦ જેટલા પ્રોફેસનલ કારીગરોએ અનેક સોફ્ટવેરનો ઉપયોગ કરી આ મંદિરનું 3D મોડલ બનાવ્યું છે, જેને બનાવવામાં ૫૦૦૦ કલાકનો સમય ગયો હતો. મંદિર માટે જે પથ્થરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેને તપાસવાનું કામ ગુજરાત અને રાજસ્થાનના વિશેષજ્ઞો (જાણકારે કારીગરો) કરી રહ્યા છે. આ પથ્થરો પર નક્કશીકામ થઈ રહ્યું છે. હાથ વડે થતા આ નક્કશીકામમાં ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને ઇતિહાસની એક ઝલક જોવા મળશે સાથે સાથે અરબના કેટલાંક પ્રતિક પણ હશે. અહીં રામાયણ, મહાભારત સહિત હિન્દુ પુરાણોના પ્રંસગો દર્શાવતા ચિત્રો પણ હશે.
 

Video... 

 
 
 
 
BAPS મંદિરના મતે, ઇતિહાસમાં આ પહેલીવાર બન્યુ હશે કે એક પારંપરિક હિન્દુ મંદિરને સંપૂર્ણ રીતે ડિજિટલ રૂપે તૈયાર કરાયું હોય. આ ઉપરાંત પ્રેસર, તાપમાન અને ભૂકંપ જેવી ઘટાનાઓના લાઈવ ડેટા મળી રહે તે માટે વિવિધ સ્તરે ૩૦૦ કરતા વધારે સેન્સર પર આ મંદિરમાં લગાવવામાં આવ્યા છે.
 
પ્રોજેક્ટ મેનેજર ટીનુ સાઇમનનું કહેવું છે કે જ્યારે અમે આ પ્રોજેક્ટની શરૂઆત કરી ત્યારે હકીકતમાં હું ખૂબ હેરાન હતો. હું ૧૫ વર્ષ કરતા વધારે સમયથી GCC સાથે કામ કરી રહ્યો છું અને પહેલીવાર મને સૌથી સારું અને મજબૂત પાયાનું સ્તર મળ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ મંદિરની ઉંમર ૧૦૦૦ વર્ષની હશે. એટલે કે ૧ હજાર વર્ષ સુધી આ મંદિર મજબૂતી સાથે ટકી રહેશે.
 
 
 
 
જણાવી દઈએ કે આ માસ્ટર પ્લાનની ડિઝાઈન ૨૦૨૦ માં પૂર્ણ થઈ હતી. મંદિર માટે ઉપયોગમાં લેનાર પત્થરની નક્કાશીના માધ્યમથી પ્રામાણિક પ્રાચીન કલા અને વાસ્તુકલાને પુનર્જિવીત કરવામાં આવશે. દુબઈ-અબૂ ધાબી હાઇવે પર બનાવવામાં આવેલ મંદિર અહીંનું પથ્થરથી બનેલું પહેલું મંદિર હશે. આ મંદિર અબૂ ધાબીથી ૩૦ મિનિટના અંતરે આવેલું મંદિર છે.
 
ઉલ્લેખનીય વાત એ છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૮માં અબૂ ધાબીમાં વીડિઓ કોન્ફ્રેસિંગના માધ્યમથી આ પહેલા હિન્દુ મંદિરની આધારશિલા મૂકી હતી. આ માટે તેમણે તમામ ભારતીઓ અને અહીંના પ્રીન્સનો આભાર પણ માન્યો હતો.