અસમમાં મંદિર, મઠ, જંગલ…બધી જગ્યાએ ઘુષી ગયા છે બાંગ્લાદેશી! અહીંની ૪૯ લાખ વીઘા જમીન પર આ લોકોએ કબ્જો, વાંચો એક રીપોર્ટ

    27-Sep-2021
કુલ દૃશ્યો |

assam_1  H x W:
 
 
હમણા જ અસમના સિપાઝારમાં થયેલી હિંસામાં પોલીસના ૧૧ જવાનો ઇજાગ્રસ્ત થયા. ૧૦ હજાર અતિક્રમણકારિઓએ પોલીસને ચારેબાજુએથી ઘેરી લીધી અને લાકડી, પત્થર અને ડંડા વડે પોલીસ પર હુમલો કર્યો. આ સંઘર્ષમાં બે અતિક્રમણકારિઓ પણ માર્યા ગયા. આ ઘટના પાછળ PFI ( The extremist Islamist group Popular Front of India (PFI) ) નો હાથ હોવાની શંકા છે. અસમના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા પૂછી રહ્યા છે કે અહીંથી ૬૦ પરિવારને દૂર કરવાના હતા તો આ ૧૦ હજાર લોકો ક્યાંથી આવી ગયા?
 
હવે ખબર પડી છે કે અસમમાં ભારતના ગોવા કરતા બે ગણા મોટા વિસ્તાર પર આ અતિક્રમણકરિઓનો કબ્જો છે. એક અંદાજ પ્રમાણે ૪૯ લાખ વીઘા જમીન પર આ લોકોએ કબ્જો જમાવી લીધો છે. અસમના જૂનિયર રાજસ્વ મંત્રી પલ્લવ લોચનદાસે આ સંદર્ભની માહિતી ૨૦૧૭માં આપી હતી. આ વિસ્તાર સિક્કિમના ક્ષેત્રફળથી થોડુક જ નાનું છે. અહીંના ૩૧૭૨ સ્ક્વેર કિમી જંગલ પર આ લોકોનો જ કબ્જો છે.
 
રીપોર્ટ પ્રમાણે આ લોકોએ સૌથી વધારે અતિક્રમણ વૈષ્ણવ મઠો પર કર્યુ છે. જેને અસમમાં “સત્ર” પણ કહેવાય છે. અહીં પ્રાચિન મંદિરો અને તેની જમીન પર પણ ખૂબ અતિક્રમણ થયું છે. અસમના દરંગ જિલ્લામાં જ્યાં આ લોકોએ પોલીસ પર હુમલો કર્યો ત્યાં પોલીસ અને સરકારની ટીમ ૭૦૦૦ વીઘા જમીન પરથી દબાણ હટાવા ગઈ હતી. જો કે આટલું થયા પછી પણ ૪૦૦૦ વીઘા જમીન પરથી દબાણ હટાવામાં પોલીસને સફળતા મળી છે. ઉલ્લેખનીય છે કે આ ૪૦૦૦ વીઘા જમીન ખાલી કરાવવામાં જરા પણ હિંસા થઈ ન હતી.
 
૨૦૧૭માં સામે આવેલા આ આંકડાઓ ના આધારે જ ભાજપે અસમ વિધાનસભાની ચૂંટણી વખતે પોતાનો ચૂંટણી ઢંઢેરો તૈયાર કર્યો હતો. આ પહેલાની ભાજપ સરકારે પણ અહીંના કાજીરંગા નેશનલ પાર્કની જમીન પર કબ્જો જમાવીને રહેતા અતિક્રમણકારિઓને હટાવવાનું એક અભિયાન ચલાવ્યું હતું.
 
 
 
આ ઘુષણખોરોમાં મોટાભાગના બાંગ્લાદેશી મુસ્લિમ છે જે બંગાળી ભાષા બોલે છે. અસમના અનૂ. જનજાતિ ના લોકો માટે આ ઘુષણખોરો ખતરારૂપ છે. ૨૦૧૭માં એક સરકારી રીપોર્ટ પ્રમાણે જમીન પચાવી પાડવાનો અહીં કેટલાંક લોકોનો ઘંધો થઈ ગયો છે. સ્થાનિક તેનો વિરોધ કરે છે તો તેમને આ લોકોનો ત્રાસ સહન કરવો પડે છે. આ લોકો હથિયાર સાથે આવે છે અને સ્થાનિક લોકો એ તેનો સામનો કરવો પડે છે. આ રીતે જમીન પચાવી પાડી અહીં તેમના અનેક ગામ ઉભા કરી દેવાયા છે. નદીકાંઠાના વિસ્તારોમાં પણ આ લોકોની સંખ્યા વધી રહી છે.
 
તમને જણાવી દઈએ કે અસમમાં ૨૬ સત્રો (મઠો) ની ૫૫૪૮ વીઘા જમની પર આ ઘુષણખોરોનો કબ્જો છે. એક RTI થકી જાણવા મળ્યું છે કે અસમનું ૪ લાખ હેક્ટર જંગલ વિસ્તારમાં આ લોકો કબ્જો જમાવીને બેઠા છે. આ રાજ્યના કુલ જંગલ વિસ્તારનો ૨૨ ટકા વિસ્તાર છે. એક સરકારી સમિતિના રીપોર્ટ પ્રમાણે અસમના ૩૩ જિલ્લાઓમાંથી ૧૫ જિલ્લાઓમાં બાંગ્લાદેશી ઘુષણખોરો સારી સ્થિતિમાં છે. આ અતિક્રમણવાદીઓએ અહીં અનેક ગામ વસાવી લીધા છે.
 
અસમની સરકારે સિપાઝાર હિંસાના સંદર્ભમાં મહત્વપૂર્ણ દસ્તાવેજો કેન્દ્ર સરકારને મોકલ્યા છે અને માંગ કરી છે કે PFI પર પૂર્ણરૂપે પ્રતિબંધ લગાવવામાં આવે. રાજ્ય સરકારને એ જાણકારી પણ મળી છે કે PFI ના ૬ લોકોએ છેલ્લા ૩ મહિનામાં અહીંના અતિક્રમણવાદીઓ પાસેથી ૨૮ લાખ રૂપિયાની વસૂલી પણ કરી છે જેના બદલામાં કહેવામાં આવ્યું હતું કે તેઓ આ અવેધ દબાણને ખાલી કરતા અટકાવશે. આવું આ લોકો ન કરી શક્યા એટલે આ લોકો ભીડને ભડકાવી રહ્યા છે.