અમેરિકાના આ એક્સપર્ટ ડોક્ટરને કોરાના દર્દીઓની સેવા દરમિયાન કઈ ન થયુ પણ ફેમિલી ફંક્શનમાં જવાથી કોરોના થયો પછી તે જે પાંચ શીખ આપે છે તે જાણવા જેવી છે

    17-Jan-2022
કુલ દૃશ્યો |

Faheem Younus 
 
 

બે વર્ષમાં કોરોનાના દર્દીઓની વચ્ચે રહ્યો અમેરિકાનો આ એક્સપર્ટ ડોક્ટર પણ તેમ છતાં કોરોનાથી સંક્રમિત ન થયો, અંતે માસ્ક વગર એક ફેમિલી ફંકસનમાં હાજરી આપી અને કોરોનાથી સંક્રમિત થયો. આ અનુભવ પછી આ ડોક્ટરને જે શીખવા મળ્યું તેની પાંચ મુખ્ય વાતો તેણે ટ્વીટર પર શેર કરી છે.

 
કોરોનાનો પ્રકોપ ભારત સહિત આખી દુનિયા સહન કરી રહી છે. આવામાં અમેરિકાના એક્સપર્ટ ડોક્ટર ફહિમ યૂનૂસે પોતાના અનુભવથી જે પાંચ વાતો પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કરી તે દરેકે જાણવા જેવી છે. કઈ છે આ વાતો આવો જાણીએ..
.
અમેરિકાના એક્સપર્ટ ડોક્ટર ફહિમ યૂનૂસ જ્યારથી કોરોના આ દુનિયામાં આવ્યો છે ત્યારથી કોરોનાના દર્દીઓની સેવા કરી રહ્યા છે. ઉલ્લેખનીય વાત છે કે છેલ્લા બે વર્ષમાં કોરોનાના દર્દીઓની વચ્ચે રહ્યો અમેરિકાનો આ એક્સપર્ટ ડોક્ટર પણ તેમ છતાં કોરોનાથી સંક્રમિત ન થયો, અંતે માસ્ક વગર એક ફેમિલી ફંકસનમાં હાજરી આપી અને કોરોનાથી સંક્રમિત થયો. આ અનુભવ પછી આ ડોક્ટરને જે શીખવા મળ્યું તેની પાંચ મુખ્ય વાતો તેણે ટ્વીટર પર શેર કરી છે. આ પાંચ વાતો આજે બધાએ જાણવા જેવી છે
 
#૧ માસ્ક કામ કરે છે
 
 
ડો. યૂનુસ જણાવે છે કે છેલ્લા બે વર્ષમાં હું હજ્જારો કોરોના સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવ્યો પણ માસ્ક અને પીપીઈ કિટના કારણે હું કોરોનાથી સંક્રમિત ન થયો. પરંતું માત્ર ૨ દિવસ માટે હું મારા ફેમિલી ફંક્સનમાં માસ્ક વગર ગયો અને હું કોરોનાને સાથે લઈ આવ્યો. કહેવાનો મતલબ સ્પષ્ટ છે કે માસ્ક કામ કરે છે. શક્ય હોય તો N95 અથવા KN95 માસ્ક પહેરો..
 
 
 
 
 
#૨ વેક્સિન કામ કરે છે 
 
 
ડો. યૂનુસ જણાવે છે કે વેક્સિન કામ કરે છે કેમ કે હું માત્ર ૫ દિવસમાં સાજો થઈને ફરી માસ્ક સાથે કામે લાગી ગયો છું. આજે હું ટ્વિટર પર મારો અનુભવ જણાવી રહ્યો છું. જો મે વેક્સિન ન લીધી હોત તો કદાચ વેન્ટિલેટર પર જીવન સાથે સંઘર્ષ કરતો હોત. વેક્સિનને ધન્યવાદ!
 
 
#૩વધારાની દવા લેવાની જરૂર નથી
 
 
ડો. યૂનુસ જણાવે છે કે મે કોરોના દરમિયાન કોઇ પણ પ્રકારની સ્ટેરોઈડ, એન્ટીબાયોટીક કે મલ્ટીવિટામિનની દવાઓ લીધી નથી. જે લક્ષ્યણ હોય તેની જ દવા લીધી.
 
 
#૪ અંત યાદ રાખો
 
 
ડો. યૂનુસ જણાવે છે કે અંતમાં શું થશે તે હંમેશાં યાદ રાખો. આનાથી આપણને સાચી દિશામાં આગળ વધવાની હિમંત મળે છે. આનાથી આપણે યોગ્ય નિર્ણય લઈ શકીએ છીએ. તેઓ જણાવે છે કે હર્ડ ઇમ્યુનિટિ બરાબર છે પણ હર્ડ મેન્ટાલિટી યોગ્ય નથી
 
 
#૫ રિસ્ક પર ધ્યાન આપો
 
 
અંતમાં ડો. યૂનુસ જણાવે છે કે વેક્સિન લો અને માસ્ક પણ પહેરો. અને આવું કર્યા પછી પણ જો તમને કોરોના થાય તો ચિંતા ન કરો તમે સાજા થઈ જશો. મારા માટે પરિવારના ફંકસનમાં જવું જરૂરી હતું પર તમે જાતે નક્કી કરો કે તમે કેટલું રિસ્ક લઈ શકો છો. પહેલા વિજ્ઞાન જુવો પછી મનની સાંભળો...