હાઈકોર્ટેં ક્રિપ્ટો ક્રિશ્ર્ચિયનનો ઉલ્લેખ કરી કહ્યું, આરક્ષણ માટે ઈસાઈ પોતાને હિન્દુ બતાવે છે

    28-Jan-2022
કુલ દૃશ્યો |

crypto christian
 
 
 
દેશમાં લાંબા સમયથી ક્રિપ્ટો ક્રિશ્ર્ચિયન પર બહેસ ચાલી રહી છે. અનુસૂચિત જાતિમાંથી આવનારા આ એવા લોકો હોય છે જે મતાંતરણ કરી ઈસાઈ બની જાય છે, પરંતુ આરક્ષણનો લાભ મેળવવા માટે પોતાને દસ્તાવેજોમાં હિન્દુ બતાવે છે. હવે મદ્રાસ હાઈકોર્ટેં પણ આ તરફ ધ્યાન ખેંચ્યું છે. કેથોલિક પાદરી જ્યોર્જ પોન્નૈયા સાથે સંબંધિત એક મામલાની સુનવણી કરતાં ન્યાયાધીશ જી.આર. સ્વામીનાથને આ વાત કરી છે. હકીકતમાં પાદરીએ ભારતમાતા અને ભૂમિદેવી અંગે આપત્તિજનક ટિપ્પણી કરી હતી. તેને લઈ તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ફરિયાદને રદ કરવા પાદરીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. જ્યાં ન્યાયાલયે તેમને રાહત આપવાની ના પાડી દેતાં ચુકાદામાં કન્યાકુમારીના જનસાંખ્યિકી પરિવર્તનનો ઉલ્લેખ કર્યો હતો. ન્યાયાધીશ સ્વામીનાથનને પોતાના ચુકાદામાં ઇશારો કરી કહ્યું કે હકીકતમાં કન્યાકુમારી જિલ્લો ઈસાઈ બહુમતી બની ગયો છે. તેઓએ કહ્યું હતું કે, ધાર્મિક રીતે કન્યાકુમારીની જનસંખ્યામાં પરિવર્તન થઈ ગયું છે. ૧૯૮૦ બાદથી અહીં હવે હિન્દુઓ બહુમતી નથી રહ્યા. જો કે ૨૦૧૧ની વસતીગણતરી મુજબ ૪૮.૫ ટકા જનસંખ્યા સાથે હિન્દુ અહીં સૌથી મોટો ધાર્મિક સમુદાય છે, પરંતુ આ આંકડા જમીની હકીકતથી અલગ હોઈ શકે છે. તે વાતને પણ ધ્યાનમાં લેવી જરૂરી છે કે અહીં મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના લોકો મતાંતરણ કરી ઈસાઈ બની ચૂક્યા છે. પરંતુ આજે પણ તેઓ અનામતનો લાભ મેળવવા માટે કાગળિયા પર ખુદને હિન્દુ બતાવે છે.
 
 
હાઈકોર્ટેં કહ્યું હતું કે, પાદરીના નિવેદનને ધ્યાનથી સાંભા બાદ તેની મંશા સ્પષ્ટ જણાય છે કે, તેનો આશય હિન્દુઓને નિશાન બનાવવાનો છે. એક તરફ હિન્દુ અને બીજી તરફ ઈસાઈઓ અને મુસ્લિમોને ઊભા કરી દઈ તેણે એક સમૂહ વિરુદ્ધ અન્ય સમૂહોને ઊભા કરવાની કોશિશ કરી હતી. પાદરીએ વારંવાર હિન્દુ સમુદાયને નીચો બતાવ્યો હતો અને તેના શબ્દો ઉત્તેજક હતા.
 
ઉલ્લેખનીય છે કે તમિલનાડુના કન્યાકુમારીમાં રોમન કેથોલિક પાદરી જ્યોર્જે ગત વર્ષે તમિલનાડુ વિધાનસભાનાં ચૂંટણી પરિણામો બાદ કહ્યું હતું કે, વિધાનસભામાં ચૂંટણીમાં દ્રમુકની જીત ઈસાઈઓ અને મુસલમાનો દ્વારા અપાયેલી ભીખ હતી.
આ પાદરીએ હિન્દુ ધર્મી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહને લઈ અપમાનજનક ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, નરેન્દ્ર મોદીના અંતિમ દિવસો સૌથી દયનીય હશે. હું લખીને આપું છું કે જો આપણે જે ભગવાનને પૂજીએ છીએ તે સાચે જ છે તો ઇતિહાસ જોશે કે વડાપ્રધાન અને ગૃહમંત્રીના સડેલા શરીરને કૂતરા અને કીડા ખાશે.
 
આ દરમિયાન આ પાદરીએ નાગરકોલીના ભાજપના ધારાસભ્ય એમ. આર. ગાંધીને ટોણો મારતાં કહ્યું હતું કે, તે એટલા માટે ચપ્પલ પહેરતા નથી, કારણ કે તે ભારતમાતાને પીડા પહોંચાડવા માંગતા નથી અને આપણે બધા એટલા માટે ચપ્પલ પહેરીએ છીએ કે જેથી કરી આપણા પગ ગંદા ન થઈ જાય અને તેમની ભારતમાતાને કારણે આપણે બીમાર ન પડીએ. પાદરીનું આ નિવેદન વાયરલ થયા બાદ ભાજપ સહિત અનેક લોકોએ તેની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી. તેના પર કાર્યવાહી કરતાં પાદરી પર કલમ ૧૫૩એ, ૨૯૫એ, ૫૦૫ (૧૧) અને ૫૦૬ (૧) અંતર્ગત કેસ દાખલ થયો હતો. આ સિવાય પાદરી પર આઈપીસી કલમ ૨૬૯ અને ૧૪૩ તેમજ મહામારી રોગ અધિનિયમ કલમ ૩ અંતર્ગત બેઠક આયોજિત કરવા, પ્રતિબંધોનું ઉલ્લંઘન કરવાને લઈને પણ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.