Omicron સામે લડવાની શક્તિ આપતી આઠ વસ્તુ - શિયાળામાં ખાવાનું રાખો

    07-Jan-2022
કુલ દૃશ્યો |

 winter superfoods
 
દેશ - દુનિયામાં કોરોનાનું જોર પાછું વધતું જાય છે. કેસ વધી રહ્યા છે. આવા સમયે પાછી રોગપ્રતિકારક શક્તિ વધુ હોવી જરૂરી છે. ડોક્ટરો પણ આવા સમયે રોગપ્રતિકારક શક્તિ વધે તેવી વસ્તું ખાવાના સૂચનો કરી રહ્યા છે. તો આવો શિયાળામાં શરીરની શક્તિ વધારવા શું ખાવું જોઇએ તેની થોડી વાત કરીએ...
 

 winter superfoods 
 
૧ ઘી
 
 
શુદ્ધ ગાયનું ઘી શિયાળામાં ખાવું જોઇએ. આખુ વર્ષ ખાવ તો પણ વાંધો નહી. તેમાં ફેટ ઓછું હોય છે અને શિયાળામાં પચી પણ જાય છે. ઘી આપણા શરીરને ગરમ રાખે છે અને શક્તિ પણ આપે છે. ગાયનું ઘી ઇમ્યુનિટી વધારમાં આપણી મદદ કરે છે. આથી આ શિયાળામાં ખૂબ નહી પણ પ્રમાણમાં ગાયનું ઘી ખાવું જોઇએ.
 

 winter superfoods 
 
 
૨ શક્કરીયુ
 
 
વિટામિન એ, પોટેશિયમ અને બીજા અનેક પ્રકારના પોષક તત્વો હોય છે શક્કરીયામાં. આ ખાવાથી કબજિયાત મટે છે અને આપણી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. આમાં ખૂબ જરૂરી એવું વિટામિન સી પણ છે. જાણકારો કહે છે કે શક્કરીયાનો માત્ર એક ટૂકડો ખાવાથી શરીરમાં દિવસભરની બીટા કેરોટીનની ભરપાઈ થઈ જાય છે. જેને બોડી બનાવવી હોય તેણે પણ શક્કરીયા ખાવા જોઇએ.
 

 winter superfoods 
 
 
૩ આમળા
 
 
રોગપ્રતિકારક શક્તિ વધારવી હોય તો વિટામિન સી જરૂરી છે અને સૌથી વધારે વિટામિન સી આમળામાં હોય છે. શિયાળામાં બિમારીને દૂર રાખવી હોય તો રોજ આમળા ખાવાનું રાખો. આમળામાં અન્ય પોષક તત્વો પણ છે જે શરીરને મજબૂત રાખે છે.
 

 winter superfoods 
 
 
૪ ખજૂર
 
 
ખજૂરના ફાયદા તો બધા જાણે જ છે. શિયાળામાંજ નહી બારેમાસ ખાવા જેવી વસ્તું ખજૂર છે. ખજૂરમાં વિટમિન,મિનરલ અને ફાઈબર ભરપુર પ્રમાણમાં હોય છે. કેલ્શિયમ પણ વધારે હોય છે. હાંડકા અને દાંત મજબૂત કરવા હોય તો પણ ખજૂર ખાવો જોઇએ. જાણકારો કહે છે કે રોગપ્રતિકારક શક્તિ વધારવી હોય તો ખજૂર ખાવો જ જોઇએ.
 

 winter superfoods 
 
 
૫ ગોળ
 
 
આયુષ વિભાગ પણ કહે છે કે શરીરની શક્તિ વધારવા ગોળનું સેવન નિયમિત કરો. શરદી-તાવમાં પણ ગોળનું સેવન કરવાથી ફાયદો થાય છે. ગોળમાં આયરન, મેગ્નીશિયમ, જિંક, સેલેનિયમ અને પોટેશિયમ જેવા ગુણકારી તત્વો હોય છે જે આપણી રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
 

 winter superfoods 
 
 
૬ બાજરી
 
 
ન્યુટ્રિએન્ટ, વિટામિન, મિનરલ અને ફાયબરથી ભરપુર બાજરી શરીર માટે ખૂબ ફાયદાકારક છે. આપણા વડવાઓ એટલે જ બાજરી ખૂબ ખાતા હતા. બાજરીમાં વિટામીન બી પણ હોય છે જે માંસપેશિઓને મજબૂત કરે છે. બાજરી ગરમ છે માટે શિયાળામાં તેનું સેવન કરવાથી તે શરીરને પણ ગરમ રાખે છે. આપણે રોજ બાજરી ખાવી જોઇએ.
 

 winter superfoods 
 
 
૭ આદુ
 
 
કુદરતે આપેલું નેચરલ એન્ટિસેપ્ટીક એટલે આદુ. શરદી હોય કે ગળામાં તકલીફ હોય આદું ખાવાથી આ તકલીફ દૂર થાય છે. તે ભૂખ વધારે છે. પાચક છે. રોગપ્રતિકારક શક્તિ વધારે છે. આદુ અનેક રોગોને જડથી દૂર કરી શકે છે. ઉકાળાથી લઈને ભોજન સુધી એટલે જ આદુનો ઉપયોગ કરવામાં આવે છે.
 

 winter superfoods 
 
 
૮ હળદર
 
 
ઉત્તમ છે. શરદી અને ગળાના કોઇ પણ રોગ માટે હળદર ઉત્તમ છે. હળદરમાં કેન્સર જેવી ઘાતક બીમારીને નાબૂદ કરવાની પણ શક્તિ છે. એટલે જ જાણકારો રોજ રાત્રે હળદરવાળું દૂધ પીવાનું કહે છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા આપણે આપણા ભોજનમાં હળદરનું પ્રમાણ વધારવું જોઇએ.