વિશેષજ્ઞો જણાવે છે - કોરોનાની વચ્ચે માનસિક રીતે સ્વસ્થ્ય રહેવાની પાવરફૂલ ટિપ્સ

    08-Jan-2022
કુલ દૃશ્યો |

how to deal with omicron 
 
 
 
પાવરફૂલ અને કન્ટ્રોલ મન, કેટલીક હેલ્દી આદતો અને પરિવાર, મિત્રો, સંબંધીઓ સાથેનો પ્રેમભાવ આપણને કોરોનાના આ મહામારીના સમયમાં તણાવમુક્ત રાખી શકે છે. આ સંદર્ભે હિન્દુસ્તાન ટાઈમ્સમાં એક રીપોર્ટ પ્રકાશિત થયો છે જેમાં વિશેષજ્ઞો દ્વાર કોરોનાની વચ્ચે માનસિક રીતે સ્વસ્થ્ય રહેવાની પાવરફૂલ ટિપ્સ આપવામાં આવી છે. આવો જાણીએ…
 
 
#૧ શરીરનું ધ્યાન રાખો
 
 
કસરત, પોષણયુક્ત અને હેલ્દી ભોજન, સારી ઊંઘ, સમય અંતરે કામમાંથી આરામ અને ડિજિટલ સ્ક્રીનને અપાતો સમય ઓછો કરવો...આવી સારી ટેવો કેળવીને શરીરનું ધ્યાન રાખી શકાય છે જે કોરોના સામે લડવા તમને સક્ષમ બનાવશે. આપણી જીવનશૈલી જ આપણી દવા છે. સાત્વીક જીવનશૈલી અપવાનો. શરીર તરફ પણ ધ્યાન આપો.
 
 
#૨ મન-મગજનું ધ્યાન રાખો
 
 
મન-મગજને એકદમ શાંત રાખો. આવી આદત પાડવા દિવસ દરમિયાન આ માટે સમય ફાળવો. ધ્યાન કરો, પ્રાણાયામ કરો, શ્વાસોશ્વાસનો વ્યાયમ કરો. વિચારવાનું બંધ કરો અને હંમેશાં હકારાત્મક રહો. મન મજબૂત હશે તો પછી તમારે બીજુ કશું કરવાની જરૂર નથી. દુનિયામાં સૌથી શક્તિશાળી સાધન મન છે. તેના પર કાબૂ મેળવવાની કોશિશ કરો.
 
 
#૩ લાગણીઓનું ધ્યાન રાખો
 
 
પોતાની ભાવનાઓ-લાગણીઓને દબાવી ન રાખો કે આવેગમાં આવીને વ્યક્ત પણ ન કરો. સ્વીકારતા શીખો. ભાવનાઓમાં ખેંચાઈ ન જાવ.
 
 
#૪ સંબંધોનું ધ્યાન રાખો
 
 
આવા સમયે સંબંધો સાચવો. રોજ મળો નહી તો મેસેજ,ફોન, વીડિયો કોલ થકી સંપર્કમાં રહો. જેને મદદની જરૂર હોય તેને મદદરૂપ બનો. મિત્રો, સંબંધી, પરિવારને સમય આપો. વિચારોનું આદાન-પ્રદાન કરો, પ્રેમ વહેંચો. હસતાં રહો.
 
 
#૫ માનસિકતાનું ધ્યાન રાખો
 
 
પોતાની માનસિકતાનું પણ ધ્યાન રાખો. આપણી માનસિકતા આપણી વાસ્તવિકતાને પ્રભાવિત કરે છે. પોતાના વિચારો અને ભાષા પ્રત્યે સચેત રહો. તણાવ દૂર કરવા તમે શું કરી શકો તેના પર ધ્યાન આપો. પોતાની ધારણાઓને હાવી ન થવા દો. સમજી વિચારીને નિર્ણય લો. જાગૃત રહો.