પાંચ પાવરફૂલ આદતો જે તમારી ૮૦ ટકા સમસ્યા દૂર કરી દેશે!

આવો આજે આપણે પાંચ એવી આદતો વિશે જાણીએ તે તમારામાં હશે તો આ સંદર્ભની મોટાભાગની સમસ્યા તમને સમસ્યા લાગશે જ નહી…

    10-Oct-2022
કુલ દૃશ્યો |

best habits for success   
 
 
આજે સ્માર્ટ કામ કરવાની જરૂર છે. મહેનત કરવી ખૂબ જરૂરી છે પણ જો મહેનક યોગ્ય દિશામાં અને યોગ્ય આયોજનપૂર્વક કરવામાં આવે તો તમે જે પણ ક્ષેત્રમાં હોવ સફળતા ઝડપથી મળે છે. આવો આજે આપણે પાંચ એવી આદતો વિશે જાણીએ તે તમારામાં હશે તો આ સંદર્ભની મોટાભાગની સમસ્યા તમને સમસ્યા લાગશે જ નહી…
 

૧. આવતી કાલનો પ્લાન આજે રાત્રે

 
તમારી કાર્યશૈલી સુધારવા, દિવસે ઇફેક્ટીવ કામ કરવા તેનું આયોજન આગલી રાત્રે જ કરી રાખો. જેનાથી તમારામાં સ્પષ્ટતા આવશે અને સારું પરિણામ મળશે. પ્લાન હશે તો તમારે શું કરવાનું છે તેની તમારી પાસે સ્પષ્ટતા હશે જેનાથી તમારો સમય નહી બગડે.
 

૨. ઝડપથી પતે એવું કામ પહેલા પૂર્ણ કરો

 
દિવસે તમારે અનેક કામ કરવાના હશે, એની યાદી બનાવો અને જે પાંચ દસ મિનિટમાં પતે એવા કામ હોય તેને તરત પતાવો. આવું કરવાથી તમારા આત્મવિશ્ર્વાસ વધશે કેમ કે કામનું લિસ્ટ ઘટી રહ્યું હોય છે. દિવસ દરમિયાન તમારે જે કામ કરવાના છે તે ઓછા થતા થાય તો આત્મવિશ્વાસ વધે છે, મનને શાંતિ થાય છે કે ઘણા કામ પૂર્ણ થઈ ગયા છે.
 

૩. દિનચર્યા નક્કી કરો

 
દિન ચર્યા બનાવો, સવારે વહેલા ઊઠો, ઊઠીને તરત કયું કામ કરવાનું છે તેની સ્પષ્ટતા રાખો. કસરતથી લઈને તમારા દરેક કરવાના કાર્યનું સમય પત્રક હોવું જોઈએ. તેને આળસ વગર અનુસરો. તેના પર કામ કરો.
 

૪. 80/20 ના નિયમને ફોલો કરો

 
જે વધારે અસરકારક અને મહત્વનું કામ હોય તેના પર વધારે ધ્યાન આપો. તેને વધુ સમય આપો. આ માટે 80/20 નો નિયમ અનુસરી શકાય.
 

5. પૂરતો આરામ જરૂરી છે

 
પૂરતા આરામ વગર તમે આનંદમાં નહીં રહી શકો. જીવનનો આનંદ માળી નહી શકો. શરીર અને મગજને આરામ આપવો જરૂરી છે. આનાથી તમારી કાર્યક્ષમતા વધી જશે.