સંઘનું કાર્ય તથા સંગીત આ બન્નેમાં અભ્યાસનું મહત્વ છે – પૂજ્ય સરસંઘચાલક

10 Oct 2022 15:57:56

sarsanghchalak
 
 
કાનપુરમાં સ્વર સંગમ શિબિર દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પૂજ્ય સરસંઘચાલક ડો. મોહનજી ભાગવતે શિક્ષાર્થીઓને સંબોધિત કરતા જણાવ્યું હતું કે આપણા હ્રદયની ઘડકન પણ એક તાલ છે. જો આ બંધ થઈ ગઈ તો બધુ સમાપ્ત થઈ જાય. ધ્વનિનો નાદ જો સંગીતમય બની જાય તો તેને સ્વર કહેવાય. સ્વર અને તાલ મળવાથી તે સંગીત બને છે. સંગીતના તાલ સાથે જ્યારે તમારા પગલાં મળશે ત્યારે સંચલન યોગ્ય રીતે થશે.
 

sarsanghchalak  
 
આપણે બધા ઘોષ વાદક એક પ્રમાણપત્ર મેળવવાના ઉદ્દેશથી અહીં આવ્યા નથી. આપણે અહીં એક નિશ્ચિત ધ્યેય માટે એકત્રીત થયા છીએ.
 
આપણો કાર્યક્રમ ઘોષનો છે પરંતુ આપણે આના માધ્યમથી ભારત માતાને પરમ વૈભવ સુધી પહોંચાડવાની છે. આજ આપણું લક્ષ્ય છે. સંઘનું કાર્ય તથા સંગીત આ બન્નેમાં અભ્યાસનું મહત્વ છે. સંઘમાં રોજ શાખામાં જવું પડે છે અને સંગીતમાં રોજ અભ્યાસ કરવો પડે છે. સ્વર સામ્રાજ્ઞી ભારતરત્ન લતા મંગેશકરજી પણ રોજ સંગીતનો અભ્યાસ કરતી હતી. આપણા કાર્યક્રમને જોઇને સમાજ પ્રભાવિત થાય છે કેમ કે આપણે તેને મનથી તથા અનુશાસન સાથે કરીએ છીએ.
 
 

sarsanghchalak  
 
 
 
 
Powered By Sangraha 9.0