વિરાટ કોહલી અને રોહિત શર્મા આ બન્ને માંથી શ્રેષ્ઠ ક્રિકેટર કોણ? આ સંદર્ભે તમિલનાડુમાં વિરાટ કોહલી અને રોહિત શર્માના બે ચાહકો વચ્ચે વિવાદ થયો અને વાત એટલી બધી આગળ વધી ગઈ કે વિરાટ કોહલીના ચાહકે રોહિત શર્માના ચાહકની હત્યા કરી દીધી. નવાઈની વાત એ છે કે આ ઘટના પછી ટ્વિટર પર #ArrestKohli એટલે કે વિરાટ કોહલીની ધરપકડ કરવાની માંગ ટ્રેન્ડ કરી રહી છે
ભારતમાં ક્રિકેટ એક ઝનૂન છે. આ ક્રિકેટ પ્રેમી દેશ છે. ભારતમાં ક્રિકેટના રસિકો પોતાને ગમતા ખેલાડીઓ માટે કઈ પણ કરવા તૈયાર હોય છે. આવામાં ક્રિકેટ સંદર્ભે કોઇની હત્યા થઈ હોય તેવા સમાચાર તમિલનાડુમાંથી આવ્યા છે.
મીડિયાના અહેવાલો પ્રમાણે તમિલનાડુમાં એક ૨૧ વર્ષના વ્યક્તિની હત્યા થઈ છે. આ સંદર્ભે પોલિસનું કહેવું છે કે આ બન્ને વ્યક્તિઓ વચ્ચે રોહિત શર્મા અને વિરાટ કોહલીમાંથી શ્રેષ્ઠ ક્રિકેટર કોણ તેની ચર્ચા થઈ રહી હતી. આ ચર્ચામાં ગેસ્સે થયેલા વિરાટ કોહલીના ચાહકે રોહિત શર્માના ચાહકની હત્યા કરી દીધી. હત્યા કરનાર આરોપી એસ. ધર્મરાજની ઉંમર ૨૪ વર્ષ છે અને મૃતક પી. વિગ્નેશની ઉમર ૨૧ વર્ષની હતી.
#ArrestKohli ટ્રેન્ડ
આ ઘટના બન્યા પછી સોશિયલ મીડિયા પર અરેસ્ટ કોહલી હેસટેગ ટ્રેન્ડ કરી રહ્યું છે. શનિવારના રોજ સવારથી આ હેશટેગ સાથે સતત ટ્વિટ થઈ રહી છે. આ સાથે વિરાટ કોહલીના ચાહકની જૂની ટ્વિટ પર વાઈરલ થઈ રહી છે