પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજીના જીવનપ્રેરક સુવિચાર | pandurang shastri athavale quotes in gujarati

19 Oct 2022 13:01:45

pandurang shastri athavale quotes
 
 
 
#1 માનવ ગૌરવ ઊંભુ કરનાર પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજીનો જન્મદિવસ "મનુષ્ય ગૌરવ દિવસ" તરીકે ઉજવાય છે
 
#2 કર્યા વગર કઈ મળતું નથી, કરેલું ફોગટ જતું નથી, કામ કરવાની શક્તિ તારામાં છે, કામ કરતો જા, હાક મારતો જા, મદદ તૈયાર છે...
 
#3 મફતનું લઈશ નહીં, નિરાશ થઈશ નહીં, લઘુ ગ્રંથી બાંધીશ નહીં
 
 
 
#4 યુવાન તું નાટક સિનેમાનો શોખીન છે, એ મારી ફરિયાદ નથી, પરંતુ તારા જીવન ઉપરથી નાટકો તૈયાર થાય એવું જીવન તું જીવ્યો નથી એનું મને દુઃખ છે.
 
 
 
#5 "હું કરી શકું છું" આ વાક્ય દ્વારા કોઇ પણ કાર્ય ક્યારેય પણ પૂર્ણ થઈ શકે છે
 
#6 સ્વયં પર અને ભગવાન પર વિશ્વાસ કરવાનું પરિણામ છે નિર્ભયતા
 
#7 જે જીવનમાં આવતી અડચણો અને સંઘર્ષોને સ્વીકારે છે તે જ જીવનને પ્રેમ કરે છે
 
 
 
#8 લશ્કરી શક્તિ કે આર્થિક અને ટકનિકી વિકાસ રાષ્ટ્રને મહાન બનાવી ન શકે. દેશ તેના નાગરિકો દ્વારા તેમના જીવનમાં આત્મસન્માન અને અખંડિતતા સાથે મહાન બને છે
 
 
 
#9 જ્યાં સુધી બને ત્યાં સુધી બીજાઓની આશાઓ પૂરી કરવાનો પ્રયત્ન કરો પણ બીજાઓ પાસે આશા રાખીને જીવન જીવશો નહીં
 
#10 સાથે મળીને ભગવાન અને ભગવદ્ કાર્ય માટે ઘસાઈ જવું એટલે ભક્તિ. આવું જ્ઞાન, આવું કર્મ અને આવો ભક્તિનો માર્ગ જ મનુષ્યને ગૌરવ અપાવી શકે છે
 
#11 શ્રી કૃષ્ણ ભગવાનનો વારસો એટલે ગીતા. જ્યારે જ્યારે અગવડતા આવે ત્યારે ત્યારે ગીતા હાથમાં લો, તે તમને માર્ગ બતાવશે
 
 
 
#12 કર્મયોગ અને સાધના એ જીવન નૌકાના બે હલેસા છે, આ બન્ને હલેસા સાથે હલાવીએ તો જ જીવનનૌકા આગળ વધે છે
 
 
 
#13 ભક્તિ પ્રભુની ખુશામત નથી તે તો જીવન વિકાસનો રસ્તો છે
 
#14 મારો સ્વાધ્યાય પરિવાર માનવમાં રહેલ સાત્વિકતા ઉપર ઉભો છે
 
 
 
 
Powered By Sangraha 9.0