પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજીના જીવનપ્રેરક સુવિચાર | pandurang shastri athavale quotes in gujarati

૧૯ ઓક્ટોબર "મનુષ્ય ગૌરવ દિવસ" કરોડો લોકોને જીવન દ્રષ્ટિ આપનારા માનવગૌરવ પ્રદાતા, નવયુગ નિર્માતા પુજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે (દાદાજી) ને જન્મશતાબ્દી અવસર પર શત્ શત્ નમન…

    19-Oct-2022
કુલ દૃશ્યો |

pandurang shastri athavale quotes
 
 
 
#1 માનવ ગૌરવ ઊંભુ કરનાર પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજીનો જન્મદિવસ "મનુષ્ય ગૌરવ દિવસ" તરીકે ઉજવાય છે
 
#2 કર્યા વગર કઈ મળતું નથી, કરેલું ફોગટ જતું નથી, કામ કરવાની શક્તિ તારામાં છે, કામ કરતો જા, હાક મારતો જા, મદદ તૈયાર છે...
 
#3 મફતનું લઈશ નહીં, નિરાશ થઈશ નહીં, લઘુ ગ્રંથી બાંધીશ નહીં
 
 
 
#4 યુવાન તું નાટક સિનેમાનો શોખીન છે, એ મારી ફરિયાદ નથી, પરંતુ તારા જીવન ઉપરથી નાટકો તૈયાર થાય એવું જીવન તું જીવ્યો નથી એનું મને દુઃખ છે.
 
 
 
#5 "હું કરી શકું છું" આ વાક્ય દ્વારા કોઇ પણ કાર્ય ક્યારેય પણ પૂર્ણ થઈ શકે છે
 
#6 સ્વયં પર અને ભગવાન પર વિશ્વાસ કરવાનું પરિણામ છે નિર્ભયતા
 
#7 જે જીવનમાં આવતી અડચણો અને સંઘર્ષોને સ્વીકારે છે તે જ જીવનને પ્રેમ કરે છે
 
 
 
#8 લશ્કરી શક્તિ કે આર્થિક અને ટકનિકી વિકાસ રાષ્ટ્રને મહાન બનાવી ન શકે. દેશ તેના નાગરિકો દ્વારા તેમના જીવનમાં આત્મસન્માન અને અખંડિતતા સાથે મહાન બને છે
 
 
 
#9 જ્યાં સુધી બને ત્યાં સુધી બીજાઓની આશાઓ પૂરી કરવાનો પ્રયત્ન કરો પણ બીજાઓ પાસે આશા રાખીને જીવન જીવશો નહીં
 
#10 સાથે મળીને ભગવાન અને ભગવદ્ કાર્ય માટે ઘસાઈ જવું એટલે ભક્તિ. આવું જ્ઞાન, આવું કર્મ અને આવો ભક્તિનો માર્ગ જ મનુષ્યને ગૌરવ અપાવી શકે છે
 
#11 શ્રી કૃષ્ણ ભગવાનનો વારસો એટલે ગીતા. જ્યારે જ્યારે અગવડતા આવે ત્યારે ત્યારે ગીતા હાથમાં લો, તે તમને માર્ગ બતાવશે
 
 
 
#12 કર્મયોગ અને સાધના એ જીવન નૌકાના બે હલેસા છે, આ બન્ને હલેસા સાથે હલાવીએ તો જ જીવનનૌકા આગળ વધે છે
 
 
 
#13 ભક્તિ પ્રભુની ખુશામત નથી તે તો જીવન વિકાસનો રસ્તો છે
 
#14 મારો સ્વાધ્યાય પરિવાર માનવમાં રહેલ સાત્વિકતા ઉપર ઉભો છે