#૧ સ્વાસ્થ્ય
કોરોનાકાળે આપણને સ્વાસ્થ્યનું મહત્વ સમજાવ્યું છે, શેર બજારનો કિંગ સ્વ. રાકેશ ઝુનઝુનવાલાનું એક વાક્ય છે મને દુઃખ છે કે હું મારા સ્વાસ્થ્યમાં રોકાણ કરી શક્યો નહી. માટે આ વર્ષે સ્વસ્થ રહેવાનો સંકલ્પ લો
#૨ સંબંધ
અનેક સર્વે થયા છે આ બાબતે અને મોટા ભાગના સર્વેનું એક સચોટ કારણ છે કે જે વ્યક્તિના સંબંધ સારા હોય છે તે ક્યારેય તણાવમાં આવતો નથી અને કળયુગમાં તે વ્યક્તિ જ આરોગ્યપ્રદ અને આનંદમય જીવન જીવી શકે છે. માટે સંબંધોને સાચવવાનો સંકલ્પ લો
#૩ બચત...
આ જમાનામાં બચત કરવી ખૂબ જરૂરી છે. જરૂર હોય ત્યાંજ સર્ચ કરવાનો આગ્રહ રાખો, ખર્ચ ઓછો કરવાનો અને બચત કે રોકાણ કરવાનો સંકપ્લ લો
#૪ ધીરજ...ધૈર્ય
આ શબ્દો ખૂબ શક્તિશાળી છે. દરેક કામ ધીરજ અને ઘૈર્ય સાથે કરવાનો સંકલ્પ લો. આ સંકલ્પ તમારા સંબંધો પર સારી રીતે સાચવશે
#૫ પરિવાર
આ દુનિયામાં તમારા ખરાબ સમયમાં તમારી સાથે માત્ર તમારો પરિવાર જ ઉભો રહેશે. પરિવારને સમય આપો, પરિવારને ખુશ રાખવાનો સંકલ્પ લો.