ગુજરાતમાં વિકાસની વાઇબ્રન્ટ પ્રતિતિ... !

ભારત સરકારના નેશનલ સ્ટાર્ટઅપ રેર્ન્કિંગમાં છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાત બેસ્ટ પરફોર્મર છે અને લોજિસ્ટિક પરર્ફોર્મન્સ ઈન્ડેક્ષ અને નીતિ આયોગના એક્ષ્પોર્ટ પ્રીપેડનેસ ઈન્ડેક્ષમાંય પ્રથમ છે. ચોથી ઔધોગિક ક્રાંતિ માટે હિન્દુસ્તાન દુનિયાને દિશા દેખાડી રહ્યું છે, જેમાં વિકસિત ગુજરાત પથદર્શકની ભૂમિકા ભજવશે.

    08-Oct-2022   
કુલ દૃશ્યો |

Economic growth story of Gujarat
 
 

Economic growth story of Gujarat  | નિરંતર વિકાસ ગુજરાતની ઓળખ છે

 
નિરંતર વિકાસ ગુજરાતની ઓળખ છે. ગત અઠવાડિયે સુરતમાં રૂા. ૩૪૭૩.પ૪, ભાવનગરમાં ૬૫૦૦ કરોડ, અંબાજીમાં ૬૯૦૦ કરોડ રૂપિયાના વિકાસકાર્યોના લોકાર્પણ, તથા અમદાવાદમાં મેટ્રો ટ્રેન અને વિશ્ર્વના સૌથી મોટા નમો સ્ટેડિયમમાં ૩૬માં નેશનલ ગ્ોમ્સના ઉદ્ઘાટનથી ગુજરાતની આ વિકાસ યાત્રા આગળ ધપી. આ વિકાસકાર્યો વ્યક્તિથી લઈ શહેર અને રાજ્યની સુખાકારીમાં વધારો કરનારા બની રહેશે. દા.ત. મેટ્રો ટ્રેનથી મુસાફરીના સમયમાં ૩૫થી ૪૦ મિનિટની બચત અને દર ૨૧ કિલોમીટરે ૩૫થી ૪૦ રૂપિયા ખર્ચની બચત થશે. નેશનલ ગ્ોમ્સમાં ૩૬ રાજ્યોના ૭ હજારથી વધુ એથલેટ્સ અને ૩૫ હજારથી વધુ કોલેજ - યુનિવર્સિટી- સ્કૂલોની ભાગીદારીથી ૫૦ હજારથી વધુ ખેલંદાઓ જોડાયા, જે આવતી કાલે ઓલમ્પિકમાં દેશનું નામ ઉજળું કરશે.
 
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે પાછલા થોડાક જ મહિનામાં લોકાર્પિત કરેલ વિકાસ કાર્યોની યાદી ગુજરાતને આગામી સમયમાં વધુ વાઇબ્રન્ટ બનાવશે તેવી પ્રતિતી નાગરિકજનોને થઈ રહી છે. જાણે આઝાદીના અમૃત મહોત્સવે પ્રત્યેક જિલ્લામાં ૭૫ અમૃત સરોવર બનાવવાના કાર્યનો પ્રારંભ જળવંતો રહ્યો. અમૃત સરોવરોમાં નવા નીર આવતાં અંતરિયાળ વિસ્તારોમાં પીવાના અને સિંચાઈના પાણીના પ્રશ્ર્નોનું નિરાકરણ થવા લાગ્યું. ‘ગુજરાતમાં ખાદી ફોર નેશન અને ખાદી ફોર ફેશન’ના સંકલ્પને આગળ ધપાવતા વડાપ્રધાન સાથે ૭૫૦૦ નાગરિકોએ એક સાથે ચરખો કાંતીને ‘ખાદી ફોર ટ્રાન્સફોર્મેશન’ સાથે જોડી દીધો. આથી ખાદી ગ્રામોદ્યોગના ૧૫ હજાર જેટલાં કારીગરો ઘરે બેઠાં રોજગારી પ્રાપ્ત કરતાં થયાં અને ખાદીનું વેચાણ ૩૮ કરોડથી વધીને ૩૬૭ કરોડે પહોંચ્યું.
 
અમદાવાદમાં ૨૧૦ કરોડથી વધુના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, ફ્લાય ઓવરબ્રિજ, લેક રી-ડેવલપમેન્ટ અને ‘અટલ ફૂટ ઓવરબ્રિજ’ની આઈકોનિક ભેટ દેશ-વિદેશના સહેલાણીઓ માટે નવી ઓળખ બની રહેશે. પાંચ હજાર કરોડ રૂપિયાના વિકાસ કાર્યોથી કચ્છ - ભૂજ નવપલ્લવિત બન્યા. કચ્છી માડુઓની પાણીની જરૂરિયાતો સંતોષવા રૂ ૧૭૪૫ કરોડના ખર્ચે બનેલ નર્મદા કેનાલ થકી ૧૮૨ ગામોના ૧,૧૨,૭૭૮ હેક્ટર વિસ્તારને સિંચાઈ તથા ૯૪૮ ગામો તથા ૧૦ નગરોને પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ થઈ. સરહદ ડેરીમાં દૈનિક પાંચ લાખ લીટરથી વધુ દૂધનું ઉત્પાદન અને ખેડૂતોને વાર્ષિક ૮૦૦ કરોડની આવક થતી થઈ. ધરમપુરમાં ૨૦૦ કરોડના ખર્ચે ૨૫૦ બેડની ‘શ્રીમદ રાજચંદ્ર ચેરિટેબલ - મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ’ આદિવાસી વિસ્તારમાં વસતાં લાખો લોકોની આરોગ્ય સુખાકારીનું નિમિત્ત બની રહી છે, અને કલોલની ૭૫૦ બેડની ‘પ્રેમ સ્વરૂપ સ્વામી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પીટલ’થી ઉત્તર ગુજરાતથી રાજસ્થાન સુધીના નાગરિકોને ઉત્તમ સારવાર મળશે.
 
રાજ્ય સરકારના મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટ ‘એસ્ટોલ પ્રોજેક્ટ’ અંતર્ગત ૨૦૦ માળ જેટલે ઉંચે પાણી ચડાવીને આધુનિક યુગનું ભગીરથ ઈજનેરી કાર્ય સંપન્ન થયું. જેનાથી ઉંચાઈ પર નિવાસ કે વ્યવસાય કરતાં સાડા ચાર લાખ લોકોની તૃષા સંતોષાશે. નેશનલ ફોરેન્સિક યુનિવર્સિટીની સ્થાપના થકી ગુજરાત સમગ્ર વિશ્ર્વમાં ફોરેન્સિક એક્સપર્ટ પૂરા પાડવા સક્ષમ બનશે.
પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ગુજરાતને મૉડેલ બનાવવાની કેન્દ્ર સરકારની ભાવનાને સાર્થક કરતાં માત્ર સુરતના જ ૪૧ હજાર ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિને અપનાવી ખેતીના નવા અધ્યાય તરફ પ્રયાણ કર્યુ અને અન્ય સ્થાનોએ પણ ભારે આવકાર પ્રાપ્ત થયો છે. નવસારી, સુરત, વલસાડ, તાપી અને ડાંગ જિલ્લામાં પાણી પુરવઠાં, આરોગ્ય સેવાઓ, માર્ગ - મકાન, ઉર્જા અને શહેરી વિકાસના કુલ ૩૦૫૦ કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણથી સર્વાંગી વિકાસ ઉપરાંત આદિવાસી વિસ્તારોમાં રોજગારીના નવા અવસરો ઉભા થયા. સાબર ડેરીના ૧૦૩૦ કરોડના વિવિધ પ્લાન્ટ્સના લોકાર્પણ અને ખાતમુહુર્ત થયા. આધુનિક આયામોથી ડેરીની ક્ષમતા અનેક ગણી વધી છે, જે એક લાખ કરોડના ગુજરાત ડેરી માર્કેંટમાં ઘરખમ વધારો કરશે. સુઝૂકી કંપની દ્વારા હાંસલપુરમાં ૭૩૦૦ કરોડના ખર્ચે ઈવી બેટરી પ્લાન્ટ ઉભો થયો, આજે સુઝુકી સહિત લગભગ ૧૨૫ જાપાનીઝ કંપનીઓ ગુજરાતમાં ગુજરાતના લોકોને મેન્યુફેક્ચરરીંગની તાલિમ પુરી પાડવા કાર્યરત બની ગઈ છે.
 
ઉર્જા માટે અગાઉ થયેલા વિરાટ પ્લાન્ટ, સોલાર એન્ડ વિન્ડ પાવર પ્લાન્ટ વગેરેને કારણે આજે ગુજરાત પુન:પ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે રાષ્ટીય સ્તરે પ્રસ્થાપિત થઈ ૯ નેશનલ એવોર્ડ જીતી ચુક્યું છે. ગુજરાતના ગિફ્ટ સિટીને વૈશ્ર્વિક આર્થિક ગતિવિધિનું કેન્દ્ર બનાવવા તરફેય ગુજરાતની લાંબી છલાંગ ! IFCA ના મુખ્યાલયનો શિલાન્યાસ, આઈઆઈબીએક્સ અને NSI - IFSC - SGX કનેક્ટનાં લોકાર્પણ સાથે ત્રણ વિદેશી બેંકોનાં આંતરરાષ્ટ્રીય બેંકિંગ એકમોનું ઉદ્ઘાટન તથા ન્યૂ ડેવલપમેન્ટ બેંક દ્વારા ભારતીય પ્રાદેશિક કાર્યાલયની સ્થાપના રોજગારીની નવી તકો ઉભી કરશે. આધ્યાત્મિક ક્ષેત્રેય વિકાસના વેગને વધારવા ૧૨૫ કરોડના ખર્ચે યાત્રાધામ પાવાગઢની કાયા પલટ અને શક્તિપીઠ અંબાજીને રેલ્વે લાઈનથી જોડવાનો નિર્ણય આધ્યાત્મિકતા અને પ્રવાસનના બેવડા લાભ અપાવશે.
 
આ લોકાર્પણો, યોજનાઓ, ખાત - મુહૂર્તો થકી ‘ગતિશીલ ગુજરાત’નું સૂત્ર સાર્થક થઈ રહ્યું છે. ગુજરાત વિકાસના દરેક ક્ષેત્રોમાં અગ્રહરોળમાં હતું, છે અને રહેશેની આ પ્રતિતિ છે. મુખ્ય મંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નિવેદન મુજબ આ વર્ષે કેન્દ્રએ ગુજરાતને ૪૭ હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસ કામોની ભેટ ધરી છે. આ સર્વાંગી પ્રગતિથી ગુજરાત આજે દેશના કુલ GDP માં ૭.૯૨ ટકાનું પ્રદાન આપે છે. ભારત સરકારના નેશનલ સ્ટાર્ટઅપ રેર્ન્કિંગમાં છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાત બેસ્ટ પરફોર્મર છે અને લોજિસ્ટિક પરર્ફોર્મન્સ ઈન્ડેક્ષ અને નીતિ આયોગના એક્ષ્પોર્ટ પ્રીપેડનેસ ઈન્ડેક્ષમાંય પ્રથમ છે. ચોથી ઔધોગિક ક્રાંતિ માટે હિન્દુસ્તાન દુનિયાને દિશા દેખાડી રહ્યું છે, જેમાં વિકસિત ગુજરાત પથદર્શકની ભૂમિકા ભજવશે.
 
 
 
 
 

મુકેશ શાહ

શ્રી મુકેશભાઈ શાહ ( તંત્રી-ટ્રસ્ટી )

  • અભ્યાસ : એન્જિનિયરિંગ,બિઝનેશ મેનેજમેન્ટ ,જર્નાલિઝમ
  • વ્યવસાય : સ્ટ્રેટેજિક પ્લાનિંગ, પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી

શ્રી મુકેશભાઈ શાહ. સાધના સાપ્તાહિકના તંત્રી અને ટ્રસ્ટી શ્રી. ૧૯૯૮થી સાધના સાથે ભાવપૂર્વક જોડાયેલા છે. તેમણે એન્જીનિયરીંગ, બિઝનેસ મેનેજમેન્ટ અને જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે. વ્યવસાયે મેનેજમેન્ટ કન્સ્લટન્ટ અને સ્ટ્રેટેજીક પ્લાનર છે. વરિષ્ઠ પત્રકાર અને લેખક છે.

શ્રી મુકેશભાઈ લકુલીશ યોગ યુનિવર્સિટીના વાઈસ પ્રેસિડેન્ટ છે. માખનલાલ ચતુર્વેદ યુનિવર્સિટી-ભોપાલના ફાઈનાન્સ કમીટી અને ગવર્નિંગ બોર્ડના સભ્ય છે તથા ઈન્ટરનેશનલ નેચરોપથી ઓર્ગેનાઈઝેશનના ગુજરાતના પ્રમુખ તરીકેની પણ જવાબદારી નિભાવે છે.

શ્રી મુકેશભાઈ શાહ ૫૦ વર્ષ જેટલાં દિર્ઘકાળથી રા.સ્વ.સંઘ સાથે સંકળાયેલા છે. વર્તમાનમાં તેઓ રા. સ્વ. સંઘના અખીલ ભારતીય પ્રચાર - પ્રસાર ટોળીના સભ્ય છે.

આનંદની વાત એ છે કે મુકેશભાઈને સોંપાયેલી અનેક જવાબદારીઓ સાર્થકતાની સુગંધ થઈને મહેકી રહી છે. ગુજરાતમાં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે તેમણે ર વર્ષ સુધી અવિરત સેવા, સહકાર અને કાર્યમાં પોતાનું જીવન વિતાવ્યુ હતું. રા.સ્વ.સંઘ અને સેવા ભારતી દ્વારા ગુજરાતમાં ૧૪ નવા ગામડાઓ, ૧૭૦૦ ઘર અને ૧૦૦ શાળઓના નિર્માણમાં ચીફ કો ઓર્ડિનેટર તરીકે સેવાઓ આપી હતી. ઉલ્લેખનિય છે કે ભૂકંપ વખતે થયેલા કાર્યોમાં આ કામ સૌથી મોટુ અને શ્રેષ્ઠ હતું.

બેંકો દ્વારા ઈન્ડસ્ટ્રિઝને અપાયેલ નાણા જ્યારે નોન પરફોર્મિંગ એસેટ્સમાં પરિણમે ત્યારે કાયદાકીય રાહે બેંકોના ક્ધસલટન્ટ તરીકે, અધુરા પ્રોજેકટસ પૂરાં કરવામાં અને ૨૫૦ કરોડથી વધારે નાણાં પાછા અપાવવામાં શ્રી મુકેશભાઈની ચાવી‚પી ભૂમીકા રહી છે.