ઇઝરાયલે હવામાંથી રોજ ૬૦ હજાર લીટર પાણી બાનાવી શકે એવું મશીન શોધ્યું છે! ભારતમાં આટલી કિંમતે મળી શકે છે!

આધુનિક મશીન દ્વારા હવામાંથી પાણી મેળવવું એક મહત્વની સિદ્ધિ કહેવાય. હાલ તેની કોઈ ચોક્કસ કિમંત ખબર નથી. પરંતુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તેની કિમંત 2.5 લાખની આસપાસ હોઈ શકે છે.

    22-Nov-2022   
કુલ દૃશ્યો |

Water from Air  
 
 

શું તમે જાણો છો કે હવામાંથી પણ પાણી મળી શકે છે ? આ ઉપકરણથી મેળવી શકાય છે હવામાંથી પાણી

 
 
મનુષ્ય જીવનના નિર્વાહ માટે હવા, પાણી અને ખોરાક એ મૂળભૂત જરૂરિયાત છે. જો વાત પાણીની આવે તો આજે પણ અનેક લોકોને પીવાનું ચોખ્ખુ પાણી મેળવવામાં તકલીફોનો સામનો કરવો પડે છે. પરંતુ બદલાતી જતી ટેકનોલોજીના લીધે વર્તમાન સમયમાં એવા ઉપકરણો પણ શોધાયા છે જે સ્વચ્છ પાણીની સમસ્યાને સરળ કરી શકે છે.
 
આજના સમયમાં ટેકનોલોજી ઘણી આગળ વધી ગઈ છે. રોજ કંઈ ને કંઈ નવું નવું શોધાતુ રહે છે. ત્યારે ઈઝરાયલની કંપની Watergen એ AWG પ્રોડક્ટ ભારતના બજારમાં લોન્ચ કર્યા છે. આ ઉપકરણથી હવાની મદદથી પાણી ઉત્પન્ન કરી શકાય છે. તેના ઘણા પ્રોડક્ટને ભારતમાં લોન્ચ કરવામાં આવ્યા છે.
 
હવે હવાની મદદથી પણ પાણીને બનાવી શકાય છે. આ ખાલી કલ્પના નથી ઈઝરાયલની કંપની Watergen એ તેના માટે મશીનને ભારતમાં લોન્ચ કરી છે. તે માટે કંપનીએ SMV jaipuria Group સાથે પાર્ટનરશીપ કરી છે.
 
આ પાર્ટનશીપથી કંપની Atmospheric water Generators (AWG) પ્રોડક્ટસને અનેક કેટેગરીમાં ભારતમાં લોન્ચ કરશે. આ મશીન એમ્બિયંટ એરમાંથી મિનરલાઈઝ્ડ, ચોખ્ખુ પીવાનું પાણી બનાવે છે. કંપનીએ જણાવ્યું કે ઓપરેશન શરુ થયાના એક વર્ષની અંદર તે મેન્યુફેક્ચર યુનિટ ભારતમાં લોન્ચ કરશે.
 

મશીનની વિશાળ શ્રેણી

 
ઈઝરાયલની Watergen કંપનીએ હવામાંથી પાણી બનાવતી મશીનોની વિશાળ શ્રેણી પણ રજૂ કરી છે. જેમાં Genny, Gen-M1, Gen-M pro and Gen-L નો સમાવેશ થાય છે.
 

મશીનની કેપેસીટી

 
હવામાંથી પાણી બનાવતી મશીનની કેપેસીટી દરરોજની 30 લીટરથી લઈને 6,000 લીટર છે. મળતી માહિતી અનુસાર આ મશીનના દ્વારા રોજનું 6000 લીટર સુધીનું પાણી મેળવી શકાય છે.
 

મશીનની કિમંત

 
આધુનિક મશીન દ્વારા હવામાંથી પાણી મેળવવું એક મહત્વની સિદ્ધિ કહેવાય. હાલ તેની કોઈ ચોક્કસ કિમંત ખબર નથી. પરંતુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તેની કિમંત 2.5 લાખની આસપાસ હોઈ શકે છે.
 

મશીનનો ઉપોયગ

 
આ મશીનનો ઉપોયગ સ્કુલ, હૉસ્પિટલ, પાર્ક, ઘર, ઓફિસ , રિઝોર્ટ, કંસ્ટ્રક્શન સાઈટ્સ, ગામડા, રેસિડેન્શીયલ બિલ્ડિંગ અને અન્ય ઘણી જગ્યાઓએ કરી શકાય છે. આ બધા સ્થળોએ મોટી સંખ્યામા લોકો હાજર હોય છે.આ બધા સ્થળોએ આ મશીનનો ઉપયોગ કારગત નીવડી શકે છે.
 
 

Water from Air  
 

મશીનની કામગીરી

 
મશીનન અંગે મળતી માહિતી અનુસાર મશનથી હવામાંથી પાણી મેળવી શકાય છે. મતલબ કે મશીન પાણી જનરેટ કરવાનું કામ હવાના માધ્યમથી કરશે. આ મશીન હવામાં રહેલ ભેજમાંથી પાણી જનરેટ કરે છે.આ ડિવાઈસમાં પ્લગ એન્ડ પ્લે ટેકનોલોજી આપવામાં આવી છે. તેને તેમે કોઈ પણ સ્ટાન્ડર્ડ ઈલેક્ટ્રીસિટિ કનેકશન કે કોઈ પણ અલ્ટરનેટિવ એનર્જી સોર્સ સાથે ઈન્સ્ટોલ કરી શકો છો.
 
ઈઝરાયલની Watergen કંપનીનો ઉદ્ધેશ બધા માટે સ્વચ્છ મિનરલ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવાનો છે. કે ભારતમાં મોટાભાગના લોકોને સ્વચ્છ પાણી મેળવવામાં મુશ્કેલીઓ થાય છે. આ ઈનોવેટિવ ટેકનોલોજી તેમના માટે ગેમ ચેંજિગ સોલ્યુશન સાબિત થશે. આ ટેકનોલોજી દ્વારા ભારતમાં ઈન્ડસ્ટ્રિયલ અને કંઝ્યૂમર ડિમાંડને સ્વચ્છ પાણીની ડિમાન્ડથી પૂર્ણ કરી શકાશે.
 
 
 
 

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...