જીવનમાં સુખ-શાંતિ જોયતી હોય તો આ પાંચ બાબતોથી હંમેશાં દૂર રહેવું!

13 Dec 2022 11:41:50

Happy With Your Life 
 
 

કલિયુગ | પરીક્ષિત રાજા | 

 
મહાભારતનું યુદ્ધ પૂર્ણ થઈ ચૂક્યું હતું. યુધિષ્ઠિરે રાજા બન્યા બાદ થોડો સમય રાજપાટ સંભાળ્યું. ત્યાર બાદ અભિમન્યુના પુત્ર પરીક્ષિતે રાજપાટ સંભાળ્યું. પરીક્ષિત ખૂબ જ કુશળતાપૂર્વક રાજપાટ ચલાવી રહ્યા હતા. એક દિવસ તેઓ ક્યાંક જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેઓએ જોયું કે, એક કાળો વ્યક્તિ ગાય અને વાછરડાને મારી રહ્યો છે. પરીક્ષિતે ત્યાં જઈ પેલા કાળા વ્યક્તિ, ગાય અને વાછરડાનો પરિચય પૂો. ગાયે કહ્યું - હું ધરતી છું.
 
વાછરડાએ કહ્યું, હું ધર્મ છું. બન્નેને મારનાર કાળા વ્યક્તિએ કહ્યું, હું કળિયુગ છું, હવે દ્વાપર યુગ પૂર્ણ થઈ ગયો છે અને મારા આવવાનો સમય આવી ગયો છે અને હું કલિયુગ સૌ પ્રથમ ધરતી અને ધર્મ પર પ્રહાર કરું છું. તમે દ્વાપર યુગના અંતિમ રાજા છો અને હવે મને ધરતી પર આવવાની રજા આપો.
 
પરીક્ષિત રાજા ધર્મપરાયણ અને બુદ્ધિશાળી રાજા હતા, તેઓએ કહ્યું, તું ચાર રસ્તે પૃથ્વી પર આવી શકે છે. જ્યાં નશો હોય, જ્યાં જુગાર હોય, જ્યાં હિંસા હોય અને ચોથું જ્યાં વ્યભિચાર હોય. કલિયુગે કહ્યું, આ ચાર રસ્તા સિવાય પણ મને વધુ એક રસ્તો આપો. ત્યારે પરીક્ષિત રાજાએ કહ્યું, જ્યાં સોનું (સુવર્ણ) હશે ત્યાંથી પણ તું પ્રવેશ કરી શકીશ. એટલે કે જ્યાં લોકો અનીતિપૂર્વક ધન કમાશે ત્યાંથી પણ તું પ્રવેશ કરી શકીશ.
 
અહીં કલિયુગનો મતલબ ખરાબ સમય સાથે છે. જો કોઈ વ્યક્તિ ઉક્ત પાંચ કામોમાંથી કોઈ એક પણ કામ કરે છે. તો તેના જીવનમાં કલિયુગ એટલે કે ખરાબ સમય શરૂ થાય છે. માટે જીવનમાં સુખ-શાંતિ યાચનારા લોકોએ આ પાંચ બાબતોથી હંમેશા દૂર રહેવું જોઈએ.
 
 
Powered By Sangraha 9.0