શું તમારું પણ વિટામીન B12 ઘટી જાય છે? તો આ લેખ તમારે વાંચવો જોઇએ

વિટામીન B12ની ઉણપથી માનવીય શરીરમાં થતી તકલીફો, વિટામીન B12 ઘટવાના કારણો, B12ની ઉણપના લક્ષણો, B12ની ઉણપથી શરીરને શું નુકશાન થઈ શકે ? વિટામીન B12 થી ભરપુર વસ્તુઓ…વિશે જાણવું હોય તો આ લેખ તમારા માટે છે

    27-Dec-2022
કુલ દૃશ્યો |

Vitamin B12 in gujarati  
 
 

શું તમારામાં પણ વિટામીન B12 ઘટી જાય છે? જાણો તેની ઉણપના કારણો અને શું ખાવાથી થશે ફયદો

ગુજરાતીમાં કહેવત છે કે પહેલુ સુખ તે જાતે નર્યા, પરંતુ આજના આધુનિક યુગમાં લોકોની જીવનશૈલી એટલી જટિલ બની ગઈ છે કે કોઈને કોઈ તકલીફો જોવા મળે છે. આજકાલ લોકોમાં વિટામીન્સની ઉણપ વધુ પ્રમાણમાં જોવા મળે છે. ખાસ કરીને લોકોમાં B12 વિટામીન્સની તકલીફ વધુ પ્રમાણમાં જોવા મળે છે. આ વિટામીનના ઉણપના લીધે ઘણા ગંભીર રોગો થતા હોય છે અને જો સમય રહેતા તેની સારવાર કરવામાં ન આવે તો તે ખતરનાક પણ સાબિત થઈ શકે છે.
 
આજે આપણા આ લેખમાં વિટામીન B12 વિશે જાણીશું. તેની ઉણપ , તેનાથી થતો રોગ અને તે શેમાંથી મેળવી શકાય તે જાણીશું.
 
શરીરમાં વિટામીન B12નું કાર્ય
 
વિટામીન B12 શરીરમાં સંક્રમણ સામે લડવામાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત હાડકા મજબૂત કરવા, ઈજાને જલદી સાજી કરવામાં મદદ કરે છે. B12 શરીરમાં હોર્મોનને નિયંત્રિત કરે છે. શરીરમાં B12ની ઉણપ થાય છે ત્યારે રક્તકણોની સંખ્યામાં ઘટાડો થવા લાગે છે.
 
B12ની ઉણપના લક્ષણો
 
શરીરમાં વિટામીન B12ની ઉણપથી સામાન્ય રીતે થાક લાગવો, આળસ આવવી, કમજોરી, માથાનો દુઃખાવો અને ચક્કર આવા જેવા લક્ષણો જોવા મળે છે. આ ઉપરાંત ત્વચામાં પીળાશ આવી,  ગભરામણ થવી જઠરને લગતી મુશ્કેલીઓ, મોઢામાં ચાંદા પડવા, ચીડિયાપણું, દ્રષ્ટિ દોષ અને ડિપ્રેશન જેવા લક્ષણો જોવા મળે છે.
 
B12ની ઉણપથી શરીરને શું નુકશાન થઈ શકે ?
 
વિટામીન B12ની ઉણપથી શરીરને ઘણું નુકશાન થઈ શકે છે. મહત્વની વાત એ છે કે તે નુકશાન જીવલેણ પણ સાબિત થઈ શકે છે. વિટામીન B12ની ઉપણથી એનિમિયા થઈ શકે છે , એટલે કે શરીરમાં આ વિટામીનની ઉણપથી લોહી ઘટી જાય છે, શરીરના કોઈ પણ પ્રકારના વિકાસમાં મુશ્કેલી આવી શકે છે.
 
હાર્ટએટેકનું જોખમ વધી જવું
 
વિટામીન B12ની ઉપણથી શરીરમાં લોહીનું સ્તર ઝડપથી ઘટે છે. જેની સીધી અસર હ્દયના ધબકારા પર પડે છે. ધબકારાની ગતિ વધી જાય છે. પરિણામે હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે .
 
પેરેસ્થેસિયાનું જોખમ અને લક્ષણો
 
આ ઉપરાંત વિટામીન B12ની ઉપણથી હાર્ટ એટેક જ નહિ પરંતુ પેરેસ્થેસિયાનું પણ જોખમ વધી જાય છે. નિષ્ણાંતોના કહેવા મુજબ વિટામીન B12ની ઉણપથી પેરેસ્થેસિયા જેવી બિમારી થવાની શકયતાઓ રહે છે. પેરેસ્થેસિયાના લીધે નર્વસ સિસ્ટમ પર દબાણ આવે છે. ક્રોનિક પેરેસ્થેસિયાના લીધે ચેતાતંતુઓને હાનિ પણ પહોંચી શકે છે.
 
B12ની ઉણપથી જો પેરેસ્થેસિયા હોય તો, દર્દીને પગમાં બળતરા થાય છે. ઘણી વખત બળતરા શરીરના અન્ય ભાગોમાં અનુભવાય છે. આ ઉપરાંત પેરેસ્થેસિયા પીડિત વ્યક્તિને ખંજવાળ અને કળતર રહે છે.
 
પાણીમાં દ્રાવ્ય
 
વિટામીન B12 એક એવું પોષક તત્વ જે પાણીમાં ઓગળી જાય છે. તે નસોને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત તે ડીએનએ અને રક્ત કણોના નિર્માણમાં પણ મદદ કરે છે.
 
B12ની ઉણપ હોય તો આટલી વસ્તુઓનું કરો સેવન
 
વિટામીન B12ની ઉણપને દૂર કરવા કેટલીક વસ્તુંઓના સેવન પર ધ્યાન આપવું જરૂરી છે. આ વસ્તુઓનો પોતાના આહારમાં સમાવેશ કરવાથી થોડા ઘણા અંશે વિટામીન B12 ની ઉપણથી બચી શકાય છે.
 
શાકાહારી લોકોમાં વિટામીન B12 વારંવાર ઘટી જાય છે એવું કહેવામાં આવે છે. પણ આ ખોટી વાત છે. માંસાહારમાં વિટામીન B12 મળતું હશે પણ એનો મતલબ શાકાહારમાં તે નહી મળે એવું નથી. અનેક વસ્તુંઓ છે જેમાં આ વિટામીન ભરપુર માત્રામાં છે. બસ આપણે તેનું નિયમિત યોગ્ય પ્રમાણમાં સેવન કરવાનું છે. વિટામીન B12ની ઉણપ દૂર કરવા ડેરી પ્રોડક્ટ સોથી સારુ માધ્યમ છે. એવામાં તમે દૂધ, દહીં, પનીરને પોતાના આહારમાં સમાવેશ કરી શકો છે. આ સિવાય સોયાબીન , ઓટ્સ અને બ્રોકોલીનો પણ ભોજનમાં સમાવેશ કરી શકાય. આ ઉપરાંત મશરૂમમાં ભરપૂરમાત્રામાં વિટામીન B12 હોવાથી તેનું સેવન પણ ફાયદાકારક નીવડે છે.
 
નોંધ – અ લેખ માત્ર આપને માહિતી આપવા માટે જ અહીં પોસ્ટ કરવામાં આવ્યો છે. વિટામીન B12 ની ઉણપ કે તે સંદર્બની સારવાર જાણકાર વૈદ્ય કે ડોકટર પાસે જઈને જ કરાવવી જોઇએ.