કોંગ્રેસની પ્રંચડ હારના ૧૩ પ્રંચડ કારણો…કોંગ્રેસે જરૂર સમજવા જોઇએ

09 Dec 2022 11:51:11

Gujarat Election 2022 
 
 

કોંગ્રેસની પ્રંચડ હારના ૧૩ પ્રંચડ કારણો…કોંગ્રેસે જરૂર સમજવા જોઇએ | Gujarat Election 2022

 
 
#૧ કોંગ્રેસ એવું માનીને ચૂંટણી લડી રહી હતી કે જ્યારે ભાજપથી લોકો નિરાશ થઈ થશે એટલે આપો આપ કોંગ્રેસ જીતી જશે.
 
#૨ મોંઘવારી, બેરોજગારી અને ૨૭ વર્ષની એન્ટિઇન્કમ્બન્સીનો ફાયદો પણ કોંગ્રેસ ન ઉઠાવી શકી
 
#૩ ગાંધીનગર મહાનગરપાલિકાના પરિણામ પછી કોંગ્રેસને ખબર હતી કે આપ તેમના વોટ તોડશે છતાં તેણે એ દિશામાં કોઇ નક્કર કામ ન કર્યુ.
 
#૪ નેતૃત્વનો અભાવ સ્પષ્ટ પણે જોવા મળ્યો. કોંગ્રેસના દરેક ઉમેદવાર પોતાની બેઠક બચાવવા લડતા હતા, જીતવા નહી
 
#૫ દિગ્ગજ નેતા ગણી શકાય તેવા કોંગ્રેસના એક પણ નેતાએ ચૂંટણી લડી જ નહી, પછી માહોલ ક્યાંથી જામે…!
 
#૬ કોંગ્રેસ આ ચૂંટણી લડી રહી ન હતી એને લડાવવામાં આવી, નરેન્દ્ર મોદીએ એક જાહેર સભામાં કહ્યું કે કોંગ્રેસ અંદરખાને લડી રહી છે. પણ એવું હતું નહી, એ ભાજપની એક ટ્રિક હતી પણ કોંગ્રેસે આ વાક્ય અપનાવી લીધુ અને પ્રચાર કર્યો.
 
#૭ કોંગ્રેસને માત્ર તેમની પોતાના કમિટેડ વોટબેંક સાચવાની ચિંતા હતી, તેમના કેન્દ્રના નેતાઓના ભાષણમાં એજ જોવા, સાંભળવા મળ્યું
 
#૮ કોંગ્રેસના નેતૃત્વએ જરા પણ ધ્યાન ન આપ્યુ. તેમને ભારત જોડો યાત્રમાં વધુ રસ હતો
 
#૯ ૨૦૧૭માં કોંગ્રેસને ૭૭ બેઠક મળી હતી એ પછી પાંચ વર્ષ કોંગ્રેસ શાંતિથી આરામની સ્થિતિમાં જોવા જોવા મળી
 
#૧૦ કોંગ્રેસ પાસે ફંડનો અભાવ સ્પષ્ટ પણે જોવા મળ્યો, દક્ષિણ ગુજરાત સિવાર તેમનો પ્રચાર વધારે જોવા મળ્યો નહી
 
#૧૧ ગુજરાતમાં કોંગ્રેસ પાસે એવો નેતા જ નથી જે ગુજરાતાની જનતાનો વિશ્વાસ જીતી શકે
 
#૧૨ ચૂંટણી માત્ર બે-ચાર મહિના મહેનત કરીને ન જીતી શકાય, પાંચ વર્ષ પ્રજામાં વિશ્વાસ ઉભો કરવા મહેનત કરવી પડે આવી મહેનત કોંગ્રેસમાં જોવા ન મળી
 
#૧૩ કોંગ્રેસમાં આંતરિક વિવાદ, મતભેદ, મનભેદ ખૂબ જોવા મળી રહ્યો છે જેનું આ પરિણામ છે. જીતવું હોય તો આખી ટીમે એક સાથે લડવું પડે, જે જોવા ન મળ્યું.
 
 
Powered By Sangraha 9.0