તમારી એકાગ્રતા ઘટી ગઈ છે? તેનું કારણ આ તો નથી? આ રીતે પાછી મેળવો તમારી એકાગ્રતા!

18 Feb 2022 14:00:24

meditation
 
 
 
અમેરિકાના પ્રખ્યાત લેખક યોનાહન હારીનું કહેવું છે કે આજના સમયમાં લોકોની અટેન્શન શક્તિ એટલે કે ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિ એકદમ ઘટી ગઈ છે. કોઇ પણ કામ કરતી વખતે લોકોનો ધ્યાન કેન્દ્રિત કરવાનો જે સમય છે તે ઘટી ગયો છે. એકાગ્રતા ઘટી ગઈ છે. વર્તમાનમાં લોકો વધારે સમય સુધી કામમાં ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી. તેમનું માનવું છે કે ટેકનોલોજીના કારણે આ શક્તિ ઘટી છે. ટેકનોલોજીના કારણે મગજ પર અસર થઈ છે. અમેરિકાની જ વાત કરીએ તો કર્મચારીઓને કોઇ ટાસ્ક આપવામાં આવે છે તો તેઓ ૩ મિનિટ કરતા વધારે તેના પર ફોકસ કરી શકતા નથી. જોકે ત્રણ મિનિટ પણ વધારે છે. તમે શોર્ટ વિડીઓ કે અન્ય કોઇ પણ વીડિયો જુવો છો ત્યારે માત્ર ૨ કે ૩ સેકન્ડમાં નક્કી કરી લો છો કે આ વીડિયો જોવો કે નહી? એટલેક ૧૫ થી ૩૦ સેકન્ડના વીડિઓ વર્તમાનમાં વધારે જોવાય છે. ટિકટોક અને રીલ આ કારણે જ લોકોને પસંદ છે.
 
એક અંદાજ પ્રમાણે આપણે દિવસમાં લગભગ ૩૦૦૦ વાર મોબાઇલ ફોનને ચેક કરીએ છીએ. એક સર્વે પ્રમાણે ઇન્ટરનેટ પર લોકો રોજના છ કલાક આપે છે અને સોશિયલ મીડિયા પર ત્રણ કલાક કરતા વધારે સમય ગાળે છે. લેખક યોહાન હારી આને જ અટેન્શન ક્રાઈસિસ કહે છે. અનેક મોટી કંપનીઓનો બિઝનેસ આવા કરોડો યુજર્સ પર આજે ટકેલો છે. ઇન્ટરનેટ પર યુજર્સની આટલી બધી વ્યસ્તતાનો ફાયદો આવી હાઇટેક કંપનીઓ ઉઠાવી રહી છે અને ખૂબ મોટી આવક પણ મેળવી રહી છે.
 
 
લોકોની અટેન્શન શક્તિ ઘટી છે તેનું બીજુ કારણ છે ફાસ્ટ ફૂડ. ઊંઘ ઓછી લેવી અને બહારનું ખાવાના કરણે પણ લોકોની ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિ ઘટી ગઈ છે. લોકોની એકાગ્રતા ઘટી રહી છે. ટેકનોલોજીના કારણે લોકો આળસુ બની રહ્યા છે. મોબાઇલ કે લેપટોપ સામે બેસી રહે છે જેના કારણે તેમના સ્વાથ્ય પર પણ અસર દેખાઈ રહી છે. લોકો યોગ, પ્રાણાયામ, હળવી કસરત છોડીને ડિજિટલ સ્ક્રીન સામે ગોઠવાયેલા રહે છે. તેનું ખરાબ પરિણામ આજે દેખાઈ રહ્યું છે.
 
ઉલ્લેખનીય વાત એ છે કે યોનાહને માત્ર સમસ્યા જ આપણી સામે મૂકી નથી. તેણે આ સમસ્યાને દૂર કેવી રીતે કરવી તેના વિશે પણ જણાવ્યું છે. તેમનું માનવું છે કે એકાગ્રતા મેળવવા માટે ત્રણ મહિના માટે ઇન્ટરનેટનો ઉપયોગ બંધ કરી દો. રોજ ૮ કલાકની ગાઢ નિદ્રા લો. લોકોનું વાંચવાનું પણ ઓછુ થઈ રહ્યું છે. આ સમય દરમિયાન વાંચવાનું વધારી દો. અને ઇ બૂક કે ડિજિટલ બૂક વાંચવાની નથી પણ હાર્ડ કોપી વાંચવાની છે. ડિજિટલ સ્ક્રીન ના કારણે જ આપણું ફોકસ ઘટી રહ્યું છે. થોડા દિવસ આટલું કરો પછી જુવો તમારી એકાગ્રતા પહેલા જેવી થઈ જશે.
 
 
Powered By Sangraha 9.0