રીલ લાઇફનો કોમેડિયન રાષ્ટ્રપતિ જ્યારે રીયલ લાઇફમાં કોઇ દેશનો રાષ્ટ્રપતિ બને ત્યારે…

બીબીસીના મત અનુસાર પ્રચાર દરમિયાન જેલેંસ્કી દેશના ગંભીર મુદ્દા પર વાત કરતા ન હતા પણ હલકી- હળવી કોમેડી કરતા અને પોતાની વાત મૂકતા. આવા કોમેડીવાળા વીડિઓ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચાનો વિષય પણ બન્યા. પણ આનું પરિણામ એ આવ્યું કે જેલેંસ્કીએ આ ચૂંટણી ૭૩ ટકા મત સાથે જીતી લીધી. આજે તેઓ યૂક્રેનના રાષ્ટ્રપતિ છે.

    25-Feb-2022
કુલ દૃશ્યો |

comedian volodymyr zelenskyy
 
 
યૂક્રેન પર રશિયાના હુમલા બાદ રાષ્ટ્રપતિ વોલોડિમિર જેલેંસ્કી ભારે દબાણનો સામનો કરી રહ્યા છે. તમને ખબર છે કે યૂક્રેનના વર્તમાન રાષ્ટ્રપતિ જેલેંસ્કી એક સમયે અહીંના પ્રખ્યાત સુપરહિટ કોમેડિયન હતા. હાલ તેમના પર દેશને યુદ્ધની સ્થિતિમાં મૂકવાનો આરોપ છે. જોકે જેલેંસ્કી દાવો કરી રહ્યા છે કે તેમણે યુદ્ધને રોકવાના બધા જ પ્રયત્નો કર્યા છે. તેમનું કહેવું છે કે મેં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ફોન પણ લગાવ્યો હતો પણ તેઓ વાત કરતા નથી. મારો આ વાત કરવાનો પ્રયત્ન છેલ્લા ધણા દિવસથી ચાલુ છે. પણ ત્યાંથી આ સંદર્ભની કોઇ પ્રતિક્રિયા આવી નથી. 2019માં જેલેંસ્કી યૂક્રેનના રાષ્ટ્રપતિ બન્યા હતા અને તેમણે તરત જ દેશના બંધારણમાં ફેરફાર કરાવી દેશને નાટો અને યૂરોપિય સંઘનો સભ્ય બનાવવાની નીતિનું એલાન કર્યુ હતું. આ એલાન હવે યૂક્રેનને ભારી પડી રહ્યું છે.
 
 
કોમેડિના દમ પર બન્યા યૂક્રેનના રાષ્ટ્રપતિ
 
 
વોલોડિમિર જેલેંસ્કી માટે એવું કહી શકાય કે જે કોમેડિયન તરીકે દેશમાં પ્રખ્યાત હતા અને તેમની આ લોકપ્રિયતાના જોરે તેઓ દેશના રાષ્ટ્રપતિ બન્યા છે. ઉલ્લેખનીય વાત એ છે કે ૪૫ વર્ષના આ રાષ્ટ્રપતિને રાજનીતિનો કોઇ અનુભવ નથી. તેમના કાર્યકાળ દરમિયાન રશિયા સાથે હંમેશાં તકરાર રહી છે. રશિયાના દબાવની ચિંતા કર્યા વગર આ રાષ્ટ્રપતિએ પોતાના દેશને નાટોનો સભ્ય બનાવવા ભરપૂર પ્રયાસો કર્યા. આ કારણે જ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને જેલેંસ્કી જરા પણ પસંદ નથી. રશિયાનો આરોપ છે કે યૂક્રેન ૧૯૯૦ની સંધિનું ઉલ્લઘંન કરીને સ્વયંની સેના ઉભી કરી રહ્યું છે. રશિયા યૂક્રેનના આ પગલાંને પોતાના માટે ખતરારૂપ ગણે છે.
 
 
અંતે કોમેડિયન તરીકે પોતાનું કરિયર શરૂ કર્યું.
 
 
વોલિડિમિર જેલેંસ્કીનો જન્મ ૨૫ જાન્યુઆરી ૧૯૭૮માં તત્કાલીન સોવિયત સંધના શહેર ક્રિવીમાં થયો છે. હાલ આ શહેર યૂક્રેનનો એક ભાગ છે. જેલેંસ્કીના માતા-પિતા યહૂદી હતા. જેલેંસ્કી જ્યારે નાના હતા ત્યારે તેમનો પરિવાર મોંગોલિયામાં રહેવા ચાલ્યો ગયો હતો. આથી જેલેંસ્કીનું પ્રાથમિક ભણતર અહીં થયું. આ પછી તેમણે યૂક્રીની અને રશિયન ભાષા પર પોતાની પકડ બનાવી. અને યૂક્રેનમાં સ્થાયી થયા. ૧૯૯૫માં કાયદાની ડિગ્રી પણ મેળવી અને અંતે કોમેડિયન તરીકે પોતાનું કરિયર શરૂ કર્યું.
 

comedian volodymyr zelenskyy 
 
 
આ વર્ષે યૂક્રેનની જનતાએ વિદ્રોહ કર્યો
 
 
વર્ષ ૨૦૧૪મું વર્ષ યૂક્રેન માટે જ નહિ પણ જેલેંસ્કી માટે મહત્વપૂર્ણ સાબિત થયું. આ વર્ષે યૂક્રેનની જનતાએ વિદ્રોહ કર્યો અને રશિયા સમર્થિત અહીંની રાષ્ટ્રપતિ વિક્ટર યાનુકોવિચનીની સરકારને હટાવી દીધી. જેના કારણે રશિયા અને યૂક્રેન વચ્ચે ઘર્ષણ થયુ અને રશિયાએ ૨૦૧૪માં યૂક્રેન પર આક્રમણ કરી યૂક્રેનના ક્રીમિયા પર પોતાનો કબ્જો કરી લીધો. આજે પણ ક્રીમિયા રશિયાના તાબા હેઠળ છે. આટલું જ નહી રશિયાએ અહીંના વિદ્રોહીઓને આર્થિક અને હથિયારરૂપી મદદ પણ પહોંચાડી. આ સમય દરમિયાન યૂક્રેનમાં એક સીરિયલ પ્રચલિત થઈ. જેનું નામ હતું સર્વેન્ટ ઓફ ધ પીપલ. જે એક પોલિટિકલ સટાયર હતી. કટાક્ષથી ભરેલી આ સીરીયલમાં મુખ્ય પાત્ર એક કોમેડિયનનું હતું. જેને યૂક્રેનના વર્તમાન રાષ્ટ્રપતિ જેલેંસ્કી ભજવતા હતા. લોકોને આ પાત્ર એટલું બધું પસંદ પડયું કે જેલેંસ્કી આખા દેશમાં ખૂબ લોકપ્રિય બની ગયા.
 

comedian volodymyr zelenskyy 
 
 
પ્રચારમાં કોમેડી કરી લોકપ્રિયતા વધારી
 
 
આ રીલ લાઇફની લોકપ્રિયતાનો ફાયદો ઉઠાવવા ૨૦૧૯માં જેલેંસ્કીએ રીયલ લાઇફમાં દેશની રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાનો નિર્ણય લીધો. જેલેંસ્કીએ ચૂંટણીમાં તત્કાલીન રાષ્ટ્રપતિ પેટ્રો પારોશેંકોને લડત આપી. બીબીસીના મત અનુસાર પ્રચાર દરમિયાન જેલેંસ્કી દેશના ગંભીર મુદ્દા પર વાત કરતા ન હતા પણ હલકી- હળવી કોમેડી કરતા અને પોતાની વાત મૂકતા. આવા કોમેડીવાળા વીડિઓ સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચાનો વિષય પણ બન્યા. પણ આનું પરિણામ એ આવ્યું કે જેલેંસ્કીએ આ ચૂંટણી ૭૩ ટકા મત સાથે જીતી લીધી. આજે તેઓ યૂક્રેનના રાષ્ટ્રપતિ છે.