૨૮ વર્ષ પહેલા યૂક્રેન દુનિયાનો ત્રીજા નંબરનો ન્યૂક્લિયર પાવર ધરાવતો દેશ હતો અને આજે?

Ukraine Nuclear Weapons | ૨૮ વર્ષ પહેલા યૂક્રેન પાસે ૫૦૦૦ ન્યુક્લિયર હથિયાર હતા જે તેણે નષ્ટ કરી દીધા…કેમ ખબર છે?

    28-Feb-2022
કુલ દૃશ્યો |

ukraine nuclear weapons
 

# Ukraine Nuclear Weapons | ૨૮ વર્ષ પહેલા યૂક્રેન પાસે ૫૦૦૦ ન્યુક્લિયર હથિયાર હતા જે તેણે નષ્ટ કરી દીધા…કેમ ખબર છે?

# ૨૮ વર્ષ પહેલા યૂક્રેન અને રશિયા વચ્ચે એકે કરાર થયો હતો જેમાં રશિયાએ યૂક્રેનની રક્ષા કરવાનું વચન આપ્યું હતુ. અને આ વચનથકી રશિયાએ યૂક્રેન પાસેથી બધા હથિયાર લઈ લીધા હતા.
 
૨૮ વર્ષ પહેલા યૂક્રેન દુનિયાનો ત્રીજા નંબરનો સૌથી ન્યૂક્લિયર પાવર ધરાવતો દેશ હતો પરંતુ એવું તો શું થયું કે યૂક્રેનને આજે પોતાની રક્ષા કરવા માટે ગરીબ દેશો પાસેથી હથિયારો અને અન્ય આર્થિક મદદ માંગવાની ફરજ પડી છે? હાલ યૂક્રેનના આકાશમાં મિસાઇલ ઊડી રહી છે અને જમીન પર મિસાઇલના ધડાકા થઈ રહ્યા છે.
 
વાત એમ છે કે ૨૮ વર્ષ પહેલા યૂક્રેન અને રશિયા વચ્ચે એકે કરાર થયો હતો. આ કરાર એટલે બુડાપેસ્ટ મેમોરેન્ડમ. જેમાં રશિયાએ યૂક્રેનની રક્ષા કરવાનું વચન આપ્યું હતુ. અને આ વચનથકી રશિયાએ યૂક્રેન પાસેથી બધા હથિયાર લઈ લીધા હતા. આજે આ જ હથિયાર વડે રશિયા યૂક્રેનમાં તબાહી મચાવી રહ્યું છે.
 
એક સમય હતો જ્યારે યૂક્રેન USSR ( Union of Soviet Socialist Republics ) એટલે કે સોવિયત સંઘનો બીજા નંબરનો સૌથી શક્તિશાળી દેશ હતો. સોવિયત સંઘ પરમાણુ હથિયાર યૂક્રેનમાં જ બનાવતું હતું. ૧૯૯૧માં સોવિયત સંઘનું વિઘટન થયું અને ૧ ડિસેમ્બર ૧૯૯૧ના રોજ યૂક્રેન સોવિયત સંધમાંથી છૂટું પડીને અલગ આઝાદ દેશ બન્યો. આ સમયે યૂક્રેન દુનિયાનો ત્રીજા નંબરનો સૌથી શક્તિશાળી ન્યુક્લિયર પાવર ધરાવતો દેશ હતો. પણ ૫ ડિસેમ્બર ૧૯૯૪માં હંગ્રીની રાજધાની બુડાપેસ્ટમાં (The Budapest Memorandum and Russia's intervention in Ukraine) એક કરાર થયો. અમેરિકા, રશિયા, યૂક્રેન, બ્રિટન, બેલારુસ અને કજાકિસ્તાને આ કરાર પર હસ્તાક્ષર કર્યા.
 
આ કરારમાં યૂક્રેનને વચન આપવામાં આવ્યું કે યૂક્રેનની સરહદનું રક્ષણ કરવામાં આવશે, તેને કોઇ ઘમકાવી નહી શકે, યૂક્રેનની બધા જ પ્રકારની મદદ કરવામાં આવશે. આના બદલામાં યૂક્રેન પોતાના બધા જ પરમાણું હથિયારો નષ્ટ કરશે અને ગૈર-પરમાણુ રાજ્ય બનશે. FAS એટલે કે ફેડરેશન ઓફ અમેરિકન સાઈન્ટિસ્ટ્સના મતે તે સમયે યૂક્રેન પાસે ૩૦૦૦ ટેક્ટિકલ ન્યૂક્લિયર વેપન અને ૨૦૦૦ સ્ટ્રેટેજિક ન્યુક્લિયર વેપન હતા જે આખે આખા શહેરોને બર્બાદ કરી શકે તેમ હતા. એ સમયે યૂક્રેને પોતાના આ બધા જ હથિયારો નષ્ટ કર્યા અને હવે તે હથિયારો વગર તેની સ્થિતિ કફોડી બની છે. એવું પણ કહેવાય છે કે યૂક્રેન પાસે હથિયાર તો હતા પણ તેને તે હથિયારનો ઉપયોગ કરતા આવડતું ન હતું.
 
એ વખતે થયેલ બુડાપેસ્ટ મેમોરેન્ડમ પ્રમાણે યૂક્રેને તો બધા જ હથિયાર નષ્ટ કર્યા પણ ૨૦૧૪માં રશિયાએ યૂક્રેનના ક્રીમિયા પર હુમલો કરી તેને પોતાના કબ્જામાં લઈ આ કરારનો ભંગ કર્યો. એ વખતે પણ યૂક્રેને લડ્યા વગર જ ક્રીમિયા રશિયાને આપી દીધુ હતું અને હવે ૨૦૨૨માં યૂક્રેન પર હુમલો કરી ફરી આ બુડાપેસ્ટ મેમોરેન્ડમનો બીજીવાર રશિયાએ ભંગ કર્યો છે….