રશિયાએ યૂક્રેન પર કર્યો વેક્યૂમ બોમ્બનો ઉપયોગ!? જાણો કેટલો ખતરનાક છે આ બોમ્બ!

01 Mar 2022 13:54:45

Vacuum bomb
 
 
What is Vacuum bomb: યૂક્રેનના રાજદૂતે જણાવ્યું છે કે રશિયાએ યુદ્ધમાં વેક્યૂમ બોમ્બનો ઉપયોગ કર્યો છે. આવો જાણીએ કેટલો ખતરનાક છે આ બોમ્બ!
 
Vacuum Bomb Explained in Gujarati : રશિયા અને યૂક્રેન વચ્ચે ભયાનક યુદ્ધ ચાલી રહ્યું છે તેવા સમયે મીડિયા રીપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે યુદ્ધ દરમિયાન રશિયાએ યૂક્રેન પર વેક્યૂમ બોમ્બનો ઉપયોગ કર્યો છે.
 
ધી મિરરના રીપોર્ટમાં આ દાવો અમેરિકાના રાજદૂત ઓકસાના માર્કારોવાએ કર્યો છે. તેમનું કહેવું છે કે આ વિધ્વંસકારી બોમ્બનો ઉપયોગ થયો છે. આ બોમ્બ પર જેનેવા કંવેશન દરમિયાન પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.
 
ઓકસાના માર્કારોવાએ દાવો કર્યો છે કે રશિયાએ આ બોમ્બનો ઉપયોગ એયરસ્ટ્રાઈક દરમિયાન કર્યો છે. મીડિયા રીપોર્ટ દરમિયાન પુતિને પણ જણાવ્યું હતું કે તેણે ન્યૂક્લિયર ફોર્સને તૈયાર રહેવાના આદેશ પણ આપ્યા છે.
 
વેક્યૂમ બોમ્બ…
 
વેક્યૂમ બોમ્બને Thermobaric weapons પણ કહેવામાં આવે છે. આ દુનિયાના સૌથી ખતરનાક હથિયારોમાનું એક ઘાતક હથિયાર છે. આ બોમ્બમાં એક્સપ્લોસિવ ફ્યૂલ અને કેમિકલ ભરેલું હોય છે. આ બોમ્બનો વિસ્ફોટ થાય ત્યારે તેમાંથી સુપરસોનિક તરંગો પેદા થાય છે. એકવાર વિસ્ફોટ થાય છે પછી તેની રેન્જમાં જે કઈ પર હોય તેને તે નષ્ટ કરી દે છે. એવું કહેવાય છે કે આ બોમ્બ હવામાંથી ઓક્સિજન પણ ખેંચી લે છે અને એક લાંબા સમય સુધી અસર કરી શકે છે.
 
મહત્વની વાત એ છે કે રશિયા અને યૂક્રેન વચ્ચેન આ યુદ્ધમાં આ ખતરનાક વેક્યૂમ બોમ્બનો ઉપયોગ થયો છે તેની કોઇ સત્તાવાર માહિતી મળી નથી. હા કેટલાંક મીડિયા રીપોર્ટમાં આવા દાવા થઈ રહ્યા છે. હકીકતમાં જ્યારે આવ્યું યુદ્ધ ચાલી રહ્યું હોય ત્યારે સાથે સાથે સાયકોલોજીકલ યુદ્ધ પણ લડાતું હોય છે. આવા સમય જે માહિતી આવતી હોય છે તે કેટલી સાચી છે અને કેટલી ખોટી છે તે નક્કી કરવું ખૂબ અઘરૂં હોય છે. માટે આ લેખ માત્ર માહિતી માટે લખાયો છે….
 
 
Powered By Sangraha 9.0