૨૦ કાશ્મીરી પંડિતોનો નરસંહાર કરનાર બિટ્ટા કરાટે કોણ છે? જુવો તેનો અસલી વીડિઓ ઇન્ટરવ્યૂ. ધી કાશ્મીર ફાઇલ્સ ફિલ્મમાં જેનો ઉલ્લેખ છે

17 Mar 2022 11:21:07

Bitta Karate
 
 
Who is Bitta Karate : ધી કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ હાલ ચર્ચાનો વિષય છે. વર્ષો પહેલા દેશના કાશ્મીરી પંડિતોએ જે દુઃખ સહન કર્યુ તે આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે. ફિલ્મ જોઇને લોકો રડી રહ્યા છે. ફિલ્મમાં ૧૯૯૦માં થયેલ નરસંહાર, કાશ્મીરી પંડિતોની પીડા અને તેમની સાથે થયેલ ભયાનક અત્યાચાર બતાવવામાં આવ્યા છે. આ ફિલ્મમાં એક ઇન્ટરવ્યૂ પણ છે. આ ઇન્ટરવ્યૂ કુખ્યાત આતંકી બિટ્ટા કરાટેનું છે. આ અસલી ઇન્ટરવ્યૂમાં તે કહે છે કે આ નરસંહાર દરમિયાન તેણે ૨૦ જેટલી હત્યા કરી હતી…આવો જાણીએ આ ઇન્ટરવ્યૂમાં તે શું કહે છે…?
 
 
એ ભયાનક ઇન્ટરવ્યૂ
 
 
યૂટ્યુબ પર આ વીડિઓ છે. જેમાં બિટ્ટા કરાટે જે કહે છે તે સાંભળી કોઇ પણ ના રૂવાડાં ઉભા થઈ જાય. આ ફિલ્માં સત્યઘટના દર્શાવવામાં આવી છે. અને ફિલ્મમાં આ ઇન્ટરવ્યૂ પણ છે. જેની ચર્ચા થઈ રહી છે. આ ઇન્ટરવ્યૂમાં બિટ્ટા કરાટે એ વાતનો સ્વીકાર કરે છે કે તેણે ૨૦ જેટલા કાશ્મીરી પંડિતોની હત્યા કરી હતી. વીડિઓમાં તે કહે છે કે આ હત્યા કરવા મેં ૩૨ દિવસ સુધી પાકિસ્તાનમાં ટ્રેનિંગ પણ લીધી હતી.
 
 
જુવો વીડિઓ…
 
 
 
 
 
 
કોણ છે આ બિટ્ટા કરાટે । Who is Bitta Karate
 
 
યૂ-ટ્યુબ પર આ બિટ્ટા કરાટેનો એક જૂનો વીડિઓ છે જે આ ફિલ્મ બાદ સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિઓમાં તે કબૂલે છે કે તેણે ૨૦ લોકોની હત્યા કરી છે જેમાં મોટા ભાગના કાશ્મીરી પંડિત હતા. બિટ્ટા કહે છે કે તેને હત્યા કરવાનો ઓર્ડર મળ્યો હતો. બિટ્ટા આ ઇન્ટરવ્યૂમાં કહે છે કે મને કહેવામાં આવે તો હું માતા-પિતા-ભાઇની હત્યા પણ કરી શકુ છું. બિટ્ટાનું અસલી નામ ફારૂક અહમદ ડાર છે. બિટ્ટા કરાટે જમ્મુ કાશ્મીર લિબ્રેશન ફ્રન્ટનો ચેરમેન છે. કાશ્મીરી પંડિતોની હત્યા કર્યા પછી તે રાજનીતિમાં આવી ગયો હતો. ઉલ્લેખનીય વાત એ છે કે આ વીડિઓમાં તેણે હત્યાની વાત કબૂલી હતી પણ પાછળથી તે ફરી ગયો હતો. આ વીડિયો આવ્યા પછી પોલિસે તો તેની ધરપકડ કરી હતી પણ થોડા સમય પછી તેને છોડી મૂકવામાં આવ્યો. કેમ કે તેની વિરુદ્ધ કોઇ સબૂત ન હતું. બિટ્ટા કરાટેને પોલિસે ૧૯૯૦માં જ પકડી લીધો હતા અને ૨૦૦૬માં સબૂતોના અભાવે છોડી દીધો હતો. તેને જમાનત મળી ગઈ હતી. જમાનત પર જેલની બહાર આવી તે જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રંટનો સભ્ય બન્યો. આ પછી ૨૦૧૯માં બિટ્ટા કરાટેની આતંકવાદ વિરોધી કાયદા અંતર્ગત ટેરર ફંડિગના આરોપસર પોલિસે ઘરપકડ કરી હતી પછી તેના વિશે કોઇ અપડેટ નથી…
 
 
 
 
 
Powered By Sangraha 9.0