શું બાબા વેંગાની રશિયાને લઈને કરેલી ભવિષ્યવાણી સાચી સાબિત થઈ રહી છે!?

જો કે ભવિષ્યવાણીમાં બહુ સાચુ માનવા જેવું હોતું નથી. કોઇવાર કોઇએ કહેલી વાતો સાચી સાબિત થતી હોય છે અને મીડિયામાં જે તે સમયે આવતી હોય છે. આ લેખ માત્ર માહિતી માટે અહીં પોસ્ટ કરવામાં આવ્યો છે.

    02-Mar-2022
કુલ દૃશ્યો |

baba venga
 
 
બાબા વેંગા (Baba vanga) દુનિયામાં પોતાની ભવિષ્યવાણીને લઈને ચર્ચામાં છે. તેમની અનેક ભવિષ્યવાણી સાચી સાબિત થઈ છે અને અનેકવાર ખોટી પણ સાબિત થઈ છે. ઉલ્લેખનીય વાત એ છે કે મૃત્યુ પહેલા બાબા વેંગાએ રશિયાને લઈને એકે ભવિષ્યવાણી કરી હતી. આજે જ્યારે ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા વાગી રહ્યા છે ત્યારે બાબા વેંગાની રશિયા અને પુતિનને લઈને કરેલી ભવિષ્યવાણી સાચી તો ઠરી રહી નથી ને!?
 
 
પુતિન દુનિયા પર રાજ કરશે
 
 
રીપોર્ટ પ્રમાણે બાબા વેંગાએ મરતા પહેલા ભવિષ્યવાણી કરી હતી કે રશિયા દુનિયાનો સ્વામી બનશે. એટલે કે રશિયા સર્વશકિતમાન બનશે. યૂરોપ બંજર બની જશે અને પછી રશિયાને કોઇ રોકી શકશે નહી. બરફની જેમ બધુ જ ઓગળી જશે અને જે બચશે તે વ્લાદિમીર પુતિન હશે. તે રશિયાની શાન હશે. રશિયા સામે કોઇ ઉભુ નહી રહી શકે. પુતિન દુનિયા પર રાજ કરશે.
 
એવું કહેવામાં આવી રહ્યું છે કે બાબા વેંગા મરતા પહેલા વર્ષ ૨૦૭૯ સુધીની ભવિષ્યવાણી કરીને ગઈ છે. મીડિયા રીપોર્ટ એવું કહે છે કે તેની ભવિષ્યવાણી ૮૫ ટકા સાચી સાબિત થાઈ છે.
 
 
કોણ છે બાબા વેંગા? (who is baba venga)
 
 
પોતાની ભવિષ્યવાણીને લઈને દુનિયાભરમાં પ્રખ્યાત બાબા વેંગા વિશે એવું કહેવામાં આવે છે કે તેમનો જન્મ ૧૯૧૧ના રોજ થયો હતો અને ૧૨ વર્ષની નાની ઉમરે તેમને આંખે દેખતું બંધ થઈ ગયું હતું. બુલ્ગારિયામાં રહેતી બાબા વેંગા એક ફકીર હતી. તેમના માટે કહેવાય છે કે તેમની અનેક ભવિષ્યવાણી સાચી સાબિત થઈ છે અને અનેક ખોટી પણ સાબિત થઈ છે. તેમનું મૃત્યુ ૧૯૯૬માં થયુ હતું. મૃત્યુ પહેલા તેણે બધી જ ભવિષ્યવાણી લખીને પોતાના અનુયાયિઓને જણાવી હતી.
 
 
સાચી સાબિત થયેલી ભવિષ્યવાણી (Baba venga famous prediction)
 
 
રીપોર્ટ પ્રમાણે બાબા વેંગાએ ૨૦૦૪માં સુનામી આવવાની ભવિષ્યવાણી કરી હતી જે સાચી સાબિત થઈ. આ પછી ૨૦૨૧માં દુનિયાભરના ખેતરો પણ તીડનો હુમલો થશે. તમને જણાવી દઈએ કે ૨૦૨૧માં તીડના હુમલાઓના કારણે દેશના અનેક ખેતરોમાં પાક બર્બાદ થયા હતા. આ ઉપરાંત બાબા વેંગાએ પણ કહ્યું હતું કે અમેરિકાનો ૪૪મોં પ્રેસિડેન્ટ અશ્વેત હશે અને તે છેલ્લા પ્રેસિડેન્ટ હશે. અહીં અમેરિકાના ૪૪માં રાષ્ટ્રપતિ અશ્વેત થયા પણ તેઓ છેલ્લા સાબિત થયા નથી. એટલે કે અહી તેની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ નથી.
 
જો કે ભવિષ્યવાણીમાં બહુ સાચુ માનવા જેવું હોતું નથી. કોઇવાર કોઇએ કહેલી વાતો સાચી સાબિત થતી હોય છે અને મીડિયામાં જે તે સમયે આવતી હોય છે. આ લેખ માત્ર માહિતી માટે અહીં પોસ્ટ કરવામાં આવ્યો છે.