યૂક્રેન – રશિયા યુદ્ધમાં ભારતે રશિયાને સમર્થન આપ્યુ છે એવી ફેક સ્ટોરી કોણ ફેલાવી રહ્યું છે?

યૂક્રેન અને રશિયાના યુદ્ધમાં દુનિયા બે ભાગમાં વેચાઇ ગઈ છે. ભારત કોની તરફેણમાં છે તેને લઇને ચીનના એક છાપાએ એક ફોટો શેર કરી દાવો કર્યો છે કે ભારત રશિયાનું સમર્થન કરી રહ્યું છે. જાણો ચીનના આ દાવાની સચ્ચાઇ શું છે?

    08-Mar-2022
કુલ દૃશ્યો |

india supported russia
 
 
યૂક્રેન અને રશિયાના યુદ્ધમાં દુનિયા બે ભાગમાં વેચાઇ ગઈ છે. ભારત કોની તરફેણમાં છે તેને લઇને ચીનના એક છાપાએ એક ફોટો શેર કરી દાવો કર્યો છે કે ભારત રશિયાનું સમર્થન કરી રહ્યું છે. જાણો ચીનના આ દાવાની સચ્ચાઇ શું છે?
 
યૂક્રેન – રશિયાના યુદ્ધ વચ્ચે ચીન ભારતને લઈને અફવાઓ ફેલાવવાની કોશિશ કરી રહ્યું છે. પણ ભારત સરકારે ચીનની આ પોલ ખોલી દીધી છે. વાત એમ છે કે ચીનના એક અખબારે યૂક્રેન-રશિયા યુદ્ધને લઇને એક મોટો દાવો કર્યો છે. આ દાવો એ છે કે ભારત સ્પષ્ટ પણે રશિયાનો સાથ આપી રહ્યું છે. એટલે જ કુતુબં મીનારને રશિયાના ધ્વજના કલરથી રંગવામાં આવ્યો છે.
 

india supported russia 
 
 
ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીના મુખપત્ર ગ્લોબલ ટાઇમ્સે એક ટ્વિટ કર્યુ છે. જેમાં દિલ્હીના કુતુબં મીનારના ફોટા શેર કરવામાં આવ્યા છે. આ ફોટામાં કુતુબં મીનાર લાલ, વાદળી અને સફેદ રંગથી રંગાયો હોય તેવું જોવા મળે છે. ગ્લોબલ ટાઇમ્સ લખે છે કે નવી દિલ્હી સ્થિત એતિહાસિક બિલ્ડીંગ કુતુબં મીનારને ભારતે રશિયાના ધ્વજના રંગોથી રોશન કર્યો છે.
 
આ વાત સરકારને ધ્યાનમાં આવતા પીઆઈબીની ફેક્ટ ચેક ટીમે ( PIB Fact Check ) ગ્લોબલ ટાઇમ્સના આ દાવાને ફેક બતાવ્યો છે. ગ્લોબલ ટાઇમ્સ જે ફોટાના દમ પર દાવો કરે છે તે ફોટા ઔષધિ દિવસના ઉત્સવના છે.
 
 
 
પીઆઈબી ( PIB Fact Check ) એ પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના (Pradhan Mantri Bhartiya Janaushadhi Pariyojana ) ના સત્તાવાર ટ્વિટર પર પોસ્ટ થયેલી ઓરિજનલ પોસ્ટને ફરી ટ્વીટ પણ કરી છે. જેમાં લખવામાં આવ્યું હતું કે ૫ થી ૭ માર્ચ ૨૦૨૨ સુધી કુતુબંમીનારને આઝાદીના અમૃત મહોત્સવ અને જન ઔષધિના થીમ પર સુશોભિત કરવામાં આવ્યો હતો.
 
તમને જણાવી દઈએ કે યૂક્રેન અને રશિયાના યુદ્ધમાં દુનિયા બે ભાગમાં વેચાઈ ગઈ છે. અમેરિકા સહિત મોટા ભાગના યુરોપના દેશો યૂક્રેનના સમર્થનમાં હોય એવું લાગી રહ્યું છે અને બેલારૂસ, ઈરીટ્રિયા, ઉત્તર કોરિયા અને સીરિયા રશિયાનું સમર્થન કરે છે. અત્યાર સુધી ભારતે કોઇને સમર્થન આપ્યુ નથી. તે હાલ તટસ્થની ભૂમિકામાં છે.