કુતુબ મિનારમાંથી નહી હટે હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિ – કોર્ટે કર્યો આદેશ

13 Apr 2022 17:51:37

qutub minar
 
 
 
તમને કોઇ કહે કે દિલ્હીના કુતુબ મિનારમાં ભગવાન ગણેશની મૂર્તિ છે તો તમે માનશો? માનો કે ન માનો પણ અહીં ગણેશજીની અને અન્ય દેવી – દેવતાઓની મૂર્તિઓ છે. અહીં એકવાર જઈ આવો અને અહીંના પરિસરના શિલાલેખને વાંચી આવો તમને બધા સબૂત મળી જશે. હમણાં વિશ્વ હિન્દુ પરિષદના પ્રવક્તા વિનોદ બંસલે પણ કહ્યું હતું કે આ મિનારને ૨૭ જેટલા જિન્દુ-જૈન મંદિરને તોડીને બનાવવામાં આવ્યો છે. જેનો ઉલ્લેખ અહીંના શિલાલેખમાં છે.
 
 
હવે વાત દિલ્હી કોર્ટ સુધી પહોંચી છે. દિલ્હી કોર્ટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણને કુતુબ મિનારના પરિસરમાં આવેલ કુવ્વત ઉલ ઇસ્લામ મસ્જિદના પરિસરમાં મૂકવામાં આવેલી ભગવાન ગણેશની મૂર્તિને ન હટાવવાનો આદેશ આપ્યો છે.
 
આ બાબતે આ પહેલા અહીં પૂજા અર્ચના કરવા બાબતે કોર્ટમાં એક અરજી દાખલ થઈ છે જેમાં અરજી કરનારે કહ્યું છે કે ગણેશજીની મૂર્તિઓને નેશનલ મ્યુચુઅલ ઓથોરિરીએ કરેલ ભલામણ પ્રમાણે નેશનલ મ્યૂઝિયમમાં અથવા અન્ય કોઇ જગ્યાએ વિસ્થાપિત ન કરવી જોઇએ. મૂર્તિઓ જ્યાં છે ત્યાં જ તેને સમ્માન પૂર્વક સ્થાપિત કરવી જોઇએ.
 
વકીલ વિષ્ણુ જૈન થકી કરવામાં આવેલ મુખ્ય અરજીમાં કહેવામાં આવ્યું છે કે હિન્દુઓ અને જૈનોના ૨૭ મંદિરોને તોડી આ મસ્જિદ બનાવામાં આવી છે. જૈન તીર્થકર ભગવાન ઋષભદેવ અને ભગવાન વિષ્ણુને આ સંદર્ભે યાચિકાકર્તા બનાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ૨૯ નવેમ્બર ૨૦૨૧ના રોજ સિવિલ જજ નેહા શર્માએ આ અરજી નામંજૂર કરી હતી ત્યાર પછી આ આદેશને ડિસ્ટ્રિક્ટ જજની કોર્ટમાં ચુનોતી આપવામાં આવ્યો છે.
 
આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે મુગલ બાદશાહ કુતુબદ્દીન એબકે ૨૭ હિન્દુ અને જૈન મંદિરોની જગ્યાએ કુવ્વત-ઉલ-ઇસ્લામ મસ્જિદનું નિર્માણ કરાવ્યું છે. એબક આ મંદિરોને સંપૂર્ણ રીતે ન તોડી શક્યો અને મંદિરના કાટમાળમાંથી જ તેણે મસ્જિદનું નિર્માણ કરાવ્યું હતું. અરજીમાં કહેવાયું છે કે કુતુબ મીનાર પરિસરની દિવાલો પર, સ્તંભો પર અને છત પર હિન્દુ અને જૈન દેવી-દેવતાઓના ચિત્રો બનેલા છે. અહીં ભગવાન ગણેશ, વિષ્ણુ, યક્ષ, યક્ષિણી, દ્વારપાલ, ભગવાન પાર્શ્વનાથ, ભગવાન મહાવીર, નટરાજનના ચિત્રો ઉપરાંત કળશ, શંખ, ગદા, શ્રીયંત્ર, મંદિરના ઘંટ જેવા ચિત્રો છે. આ બધુ દર્શાવે છે કે કુતુબ મિનારમાં પરિસર હિન્દુ અને જૈન મંદિર હતા. આ અરજીમાં કુતુબ મિનારને ધ્રુવ સ્તંભ કહેવામાં આવ્યો છે.
 
આ અરજીમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ કઈ રીતે ૨૭ મંદિરોને તોડી તેના જ કાટમાળમાંથી કઈ રીતે આ મસ્જિદ બનાવામાં આવી તેનો ટૂંકો ઇતિહાસ પણ જણાવાયો છે. આ અરજીમાં માંગ કરવામાં આવી છે કે ૨૭ મંદિરોને પુનસ્થાપિત કરવામાં આવે અને અહીંના પરિસરમાં હિન્દુ રીત-રિવાજથી પૂજા અર્ચના કરવાની મંજૂરી આપવામાં આવે…
 
 
Powered By Sangraha 9.0