ગરૂડ પુરાણ જણાવે છે આનંદમાં રહેવાની ૭ જડીબુટ્ટી

આવો આજે જાણીએ આ સંદર્ભે ગરૂડ પુરાણ શું કહે છે? ગરૂડ પુરાણ આપે છે આજના જમાનામાં આનંદમાં રહેવાની ૭ શીખ…

    28-Apr-2022
કુલ દૃશ્યો |

garud puran tips
 
 
આપણા શાસ્ત્રો, ગ્રંથો અને પુરાણોમાં માનવીના દરેક પ્રશ્નોના જવાબ છે. જીવન કઈ રીતે જીવવું , તેને કઈ રીતે સાર્થક બનાવવું તેના તમામ ઉપાય આપણા શાસ્ત્રો, ગ્રંથો અને પુરાણોમાં છે. આવો આજે જાણીએ આ સંદર્ભે ગરૂડ પુરાણ શું કહે છે? ગરૂડ પુરાણ આપે છે આજના જમાનામાં આનંદમાં રહેવાની ૭ શીખ…
 
#૧ આરોગ્ય - સાત્વીક રહો
#૨ પૈસાનો ઘમંડ કદી ન કરો
#૩ બીજાના સુખની નિંદા કરવાનું બંધ કરો
#૪ લાલચથી દૂર રહો
#૫ નિંદા નરો
#૬ સ્વસ્થ અને સુઘડ રહો
#૭ સ્વયંથી નજીક રહો
 
 
#૧ આરોગ્ય - સાત્વીક રહો
 
ગરૂડ પુરાણ કહે છે કે રાત્રે દહીં ન ખાવું જોઇએ. દહીંના ઉદાહરણથી કહેવાયું છે કે સાત્વીક રહો, સાત્વીક ભોજન કરો. આપણે આપણાઅ ઋષિઓએ અમે વડવાઓએ જણાવ્યું છે કે ક્યારે શું ખાવું જોઇએ અને ક્યારે શું ન ખાવું જોઇએ. તેને અનુસરો. જેમ કે સુર્યાસ્ત પછી ખટાસવાળો ખોરાક ન ખાવો જોઇએ. આવું કરવાથી આરોગ્ય બગડી શકે છે. ટૂંકમાં આહારથકી આરોગ્યનું ધ્યાન રાખો તેમ ગરૂડ પુરાણ કહે છે
 
 
#૨ પૈસાનો ઘમંડ કદી ન કરો
 
 
આ વાત આપણે સૌ જાણીએ છીએ. પૈસાનો નહી ઘમંડતો કોઇનો પણ ન જ કરવો જોઇએ. ઘમંડથી સંબંધ બગડે છે અને સંબંધ બગડવાથી તણાવ વધે છે અને તણાવ આજના જમાનામાં સૌથી ખરાબ બાબત છે. તો ઘમંડ કદી ન કરો. તમારી પાસે ખૂબ પૈસા હોય તો તેનો દેખાડો ન કરો પણ થઈ શકે તો કોઇની મદદ કરો. પૈસાનો ઘમંડ કરી કોઇની પીડા ન વધારો પણ પૈસાનો સદુપયોગ કરી કોઇની પીડા દૂર કરો…
 
 
#૩ બીજાના સુખની નિંદા કરવાનું બંધ કરો
 
 
આપણે ત્યાં એક કહેવત છે કે કોઇનો મહેલ જોઇને આપણી ઝુંપડી પાડી ન દેવાય. કોઇનું સુખ જોઇને આપણે દુઃખમાં ગરકાવ ન થવાય. સંતુષ્ટ બની ભગવાને આપણને જે આપ્યુ છે તેનો આનંદ લેતા શીખવું જોઇએ. કોઇના સુખની નિંદા કરવાથી આપણને કોઇ ફાયદો થવાનો નથી. આવું કરવાથી માત્ર આપણું દુઃખ જ વધે છે અને આપણા પરિચિત લોકોમાં આપણું માન ઘટે છે. માટે કોઇના સુખની નિંદા ક્યારેય ન કરવી.
 
 
#૪ લાલચથી દૂર રહો
 
 
ઘણીવાર લાલચથી વધારે નુકશાન થાય છે. વધારે પૈસા મેળવવા ઘણા લોકો શોર્ટ કટ અપનાવતા હોય છે અને પછી દુઃખી થતા હોય છે. દરેકને તેના જેટલું જ અન તેના સમયે જ મળે છે. આપણા પુરાણોમાં કહ્યું છે કે લાલચ કદી ન કરવી. પૃથ્વી પર માત્ર માનવ જ લાલચુ છે. અને જેના કારણે સૌથી વધુ હેરાન પણ છે.
 
 
#૫ નિંદા નરો
 
 
આગળ આપણે વાત કરી કે કોઇના સુખની નિંદા ન કરો. ગરૂડ પુરાણમાં કહેવાયું છે કે કોઇની પણ નિંદા ન કરો. શાસ્ત્રોમાં નિંદાને પાપ સમાન ગણવામાં આવી છે. જીવનમાં આગળ વધવું હોય તો અને બધા સાથે સંબંધ સારા રાખવા હોય તો કોઇની નિંદા ક્યારેય ન કરો.
 
 
#૬ સ્વસ્થ અને સુઘડ રહો
 
 
ગરૂડ પુરાણ કહે છે કે હંમેશાં સ્વસ્થ અને સુઘડ રહો. સ્વચ્છતા ત્યાં પ્રભુતા… સ્વસ્થ અને સુઘડ લોકો સૌને પ્રિય હોય છે. ગરૂડ પુરાણ કહે છે કે જે સ્વસ્થ અને સુઘડ નથી તેના ઘરમાં પાસે લક્ષ્મી દેવી પણ રહેતી નથી.
 
 
#૭ પરિવાર નજીક રહો
 
 
ગરૂડ પુરાણ કહે છે કે ગમતા લોકોની સાથે રહો. પરિવારની સાથે સમય પસાર કરો. આ જ ઉત્તમ છે. સાથે રહેવાથી જ કોઇ પણ મુશ્કેલી દૂર થઈ જાય છે. સાથે રહેવાના અનેક ફાયદા છે. માટે જીવનમાં સુખી રહેવું હોય તો સાથે રહો…