ગુજરાત દાન માંગતું નથી...એક જાણવા જેવો પ્રસંગ

30 Apr 2022 14:14:35

gujarat and jivraj mehta
 
 
 
ગુજરાત રાજ્ય અલગ થયું એ પહેલાં મુંબઈ પ્રાંતમાં શ્રી જીવરાજભાઈ મહેતાએ સળંગ નવ વર્ષ સુધી નાણાંખાતુ સંભાળ્યું હતું. મહારાષ્ટ્ર અને ગુજરાતના વિકેન્દ્રિકરણનો પ્રસ્તાવ જ્યારે મંજૂર થવા જઈ રહ્યો હતો ત્યારે બોમ્બેની વિધાન પરિષદમાં તેની ત્રણ દિવસ ચર્ચા ચાલી હતી. વિકેન્દ્રિકરણ બાદ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન બનેલા યશવંતરાવ ચવાણે મહારાષ્ટ્રમાંથી અલગ થતાં ગુજરાતને સાડા ચાર કરોડ આપવાની જ વાત ચર્ચામાં કરી હતી.
 
શ્રી જીવરાજ મહેતાએ એ વખતે દાખલા-દલિલ સાથે તેમને જણાવ્યું હતું કે, મુંબઈ રાજ્યે દસ વર્ષ સુધી દર વર્ષે ગુજરાતને નવ કરોડ રૂપિયા આપવા જોઈએ. તેમણે વિધાન પરિષદમાં કહ્યું હતું કે, ખાદ્ય ન મળે તો અમારે ગુજરાત જોઈતું નથી. ગુજરાત કોઈ ઉદારતા, બદલો, બક્ષિસ કે દાન માંગતું નથી. ભાગીદારીમાં પોતાનો હક્ક માગે છે. ચાલુ સદ્ધર પેઢી છોડીને જતાં ભાગીદારને જે કાંઈ આપવું પડે એનાથી ઘણા ઓછાથી અમે સંતોષ માન્યો છે. તેમની એ રજૂઆતને પગલે સાડા ચાર કરોડને બદલે ગુજરાતને સામટા પચાસ કરોડ રૂપિયા મળ્યા હતા.
 
 
Powered By Sangraha 9.0