ગુજરાતના પ્રથમ પ્રધાનોની સોગંદવિધિ લીમડાના ઝાડ નીચે થઈ હતી

૧લી મે ૧૯૬૦માં ગુજરાત રાજ્યનો જન્મ થયા બાદ તત્કાલિન મુખ્યપ્રધાન જીવરાજ મહેતા અને તેમના પ્રધાનોની શપથવિધિ એરકન્ડીશન્ડ હોલમાં નહીં પરંતુ ગાંધીઆશ્રમમાં લીમડાના ઝાડ નીચે થઈ હતી.

    30-Apr-2022
કુલ દૃશ્યો |

gujarat minister first shapath vidhi
 
 
૧લી મે ૧૯૬૦માં ગુજરાત રાજ્યનો જન્મ થયા બાદ તત્કાલિન મુખ્યપ્રધાન જીવરાજ મહેતા અને તેમના પ્રધાનોની શપથવિધિ એરકન્ડીશન્ડ હોલમાં નહીં પરંતુ ગાંધીઆશ્રમમાં લીમડાના ઝાડ નીચે થઈ હતી.
 
મહારાષ્ટ્રમાંથી ગુજરાતનો અલગ રાજ્ય તરીકે જન્મ ૩૦ એપ્રિલ, ૧૯૬૦ની મધરાતે થયો હતો. ૧૯૬૦થી ૧૯૭૧ સુધી અમદાવાદના સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં જ વિધાનસભા કાર્યરતરહી હતી ત્યાર બાદ નવું વસાવાયેલું ગાંધીનગર પાટનગર બન્યા બાદ વિધાનસભા ત્યાં ખસેડાઈ હતી.
 
તે વખતના રાજકારણીઓ સાદગીના ખૂબ આગ્રહી હતા. પ્રથમ પ્રધાનમંડળના સભ્યો ટ્રેન અને બસમાં શપથ માટે અમદાવાદ આવ્યા હતા જીવરાજ મહેતાના પ્રથમ પ્રધાનમંડળમાં રસિકભાઈ પરીખ ગૃહપ્રધાન બન્યા હતા. જ્યારે કેબીનેટ સ્તરીય પ્રધાનો તરીકે રતુભાઈ અદાણી, માણેકભાઈ શાહ અને હિતેન્દ્રભાઈ દેસાઈનો સમાવેશ કરાયો હતો. સોગંદવિધિમાં વિશેષ ઉપસ્થિતિ રહેલા પૂ. રવિશંકર મહારાજે તેમના ઉદ્બોધનમાં ગૌવંશ પર પ્રતિબંધ મૂકવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તદુપરાંત ગુજરાતમાં પોલીસ દ્વારા ગોળીબાર થવો ના જોઈએ અને કદાચ ફાયરીંગ કરવાની ફરજ પડે તો તેની પૂર્ણ તપાસ કરાવવાની વાત કરી હતી.