કેરળના ખ્રિસ્તી કૉંગ્રેસી નેતા પી. સી. જ્યૉર્જે મુસ્લિમોની કટ્ટરતા સામે અવાજ ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે, મુસ્લિમો હિન્દુઓ અને ખ્રિસ્તીઓની વસતિ ઘટાડવા ચામાં નપુંસકતાની દવા ભેળવે છે. મહારાષ્ટ્રમાં અપક્ષ સાંસદ નવનીત રાણાએ હનુમાનચાલીસાનો પાઠ કરવા જાહેરાત કરી તેમાં તેમના પર દેશદ્રોહનો ગુનો દાખલ કરી તેમને જેલભેગા કરાયા !
પહેલાં હિન્દુત્વ તરફે બોલવું એ કોમવાદી ગણાતું હતું. ૧૯૯૬માં ભાજપને સમતા પક્ષ, શિવ સેના, અકાલી દળ સિવાય કોઈનો ટેકો મળ્યો નહોતો. પરિણામે ૧૩ દિવસમાં જ અટલબિહારી વાજપેયીજીએ ત્યાગપત્ર આપવો પડ્યો હતો. ૧૯૯૮માં પણ સરકાર રચવા માટે એનડીએ મોરચો બનાવવો પડ્યો હતો, જેના કારણે તત્સમય પૂરતું કલમ ૩૭૦ હટાવવી, અયોધ્યામાં રામમંદિર બનાવવું અને સમાન નાગરિક સંહિતા જેવા મુખ્ય ત્રણ મુદ્દાને ત્યજવા પડ્યા હતા. તેની ખૂબ ટીકા પણ થઈ હતી.
પરંતુ ૨૦૧૪ પછી દેશમાં પરિવર્તન આવ્યું છે. એ તો હવે જાણીતી વાત છે કે, રાહુલ ગાંધી, અખિલેશ યાદવ, અરવિંદ કેજરીવાલ, મમતા બેનર્જી, જેવા વિપક્ષી નેતાઓ ચૂંટણી સમયે હિન્દુ દેખાવા જાતજાતના અને ક્યારેક તો રમૂજી ગતકડાં કરે છે.
આ સિવાય એક પરિવર્તન એ પણ આવ્યું છે કે, હવે શિવસેના તો સત્તા માટે મુસ્લિમ તુષ્ટીકરણ કરનારી અને હનુમાન ચાલીસાનો વિરોધ કરનારી બની ગઈ છે, પરંતુ જે લોકો ભાજપ કે શિવસેના સાથે નથી જોડાયેલા, અર્થાત્ મૂળ હિન્દુવાદી ગોત્રના પક્ષના નથી, તેવા લોકો પણ હવે હિન્દુત્વની વાતો કરવા લાગ્યા છે, તેનાં ઉદાહરણ છે પી. સી. જ્યૉર્જ, નવનીત રાણા અને રાજ ઠાકરે.
કેરળના ખ્રિસ્તી કૉંગ્રેસી નેતાએ કહ્યું, મુસ્લિમો ચામાં નપુંસકતાની દવા ભેળવે છે!
પી. સી. જ્યૉર્જ તો ખ્રિસ્તી છે. તેઓ કેરળ કૉંગ્રેસના નેતા છે. તેમણે તાજેતરમાં અનંતપુરી હિન્દુ મહા સંમેલનને સંબોધતાં એવું ચોંકાવનારું નિવેદન કર્યું હતું કે, મુસ્લિમો દ્વારા ચલાવાતી રેસ્ટૉરન્ટમાં હિન્દુઓએ ચા ન પીવી જોઈએ કારણ કે તેઓ ચામાં હિન્દુઓ નપુંસક થાય તેવી દવાનાં ટીપાં ભેળવે છે. તેમણે કહ્યું કે, મુસ્લિમો અન્ય પંથોના પુરુષો અને મહિલાઓની નસબંધી કરીને દેશને કબજામાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. મુસ્લિમો પોતાની વસતિ વધારવાના પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, હિન્દુ અને ખ્રિસ્તી મહિલાઓ બાળકોને જન્મ દેવા નથી માગતી જ્યારે મુસ્લિમ સમાજ પોતાની વસતિ વધારી રહ્યો છે.
પી. સી. જ્યૉર્જે આવું કહ્યું એટલે સીપીઆઈએમની સામ્યવાદી સરકારે પી. સી. જ્યૉર્જ સામે મુસ્લિમ સમાજ સામે સાંપ્રદાયિક ટીપ્પણી કરવાનો કેસ નોંધ્યો. રાજ્ય પોલીસના વડાએ પોતે જ એફઆઈઆર નોંધી.
પી. સી. જ્યૉર્જની ધરપકડ થઈ અને પછી તેમને જામીન મળી ગયા. પરંતુ આ ટિપ્પણી સામે ખ્રિસ્તી સમુદાયે કોઈ વાંધો ઉઠાવ્યો નથી તે જોવા જેવું છે. આનું કારણ એ છે કે, ખ્રિસ્તી સમુદાય પણ માને છે કે મુસ્લિમ સમુદાય આવું કરે છે.
કેરળમાં ખ્રિસ્તી જૂથો દ્વારા હલાલ માંસનો બહિષ્કાર
કેરળમાં ખ્રિસ્તી જૂથોએ બે વર્ષ પહેલાં ડિસેમ્બરમાં નાતાલ પહેલાં હલાલ માંસનો બહિષ્કાર કરવા આહ્વાન કર્યું હતું. એટલું જ નહીં, કોરોનાકાળ દરમિયાન અનેક વિડિયોમાં જણાયું કે, દેશભરમાં જ્યાં પણ મુસ્લિમ રેસ્ટોરન્ટમાં કે પીરસવામાં હોય છે ત્યાં કેટલાક લોકો ખોરાકમાં થૂંક ભેળવવાનું કામ કરે છે. ૧૫ નવેમ્બરે બહાર આવેલા એક વિડિયોમાં એક રેસ્ટોરન્ટમાં તંદુરી રોટલી બનાવતી વખતે એક મુસ્લિમ થૂંકતો હોવાનું જણાયું હતું. ગાઝિયાબાદ પોલીસ અનુસાર, આ વિડિયો લોની પોલીસ મથક વિસ્તારમાં બથલાના ફ્લાયઑવર પાસે એક મુસ્લિમ હૉટલનો હતો. આ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.
આના કેટલાક મહિના પહેલાં ગાઝિયાબાદમાં જ પંચવટી અહિંસા વાટિકા માર્કેંટમાં ચિકન પૉઇન્ટ ખાતે રસોઇયા તરીકે કામ કરતા તમિઝુદ્દીન નામના મુસ્લિમની ધરપકડ તે ખોરાકમાં થૂંક મેળવતો હોવાથી કરવામાં આવી હતી.
ફેબ્રુઆરી ૨૦૨૧માં મેરઠમાં નૌશાદ નામનો મુસ્લિમ પણ લગ્ન સમારંભમાં તંદુરી રોટલીમાં થૂંકતો હોવાથી તેની ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં એવું બહાર આવ્યું હતું કે, તે તો છેલ્લાં દસ-પંદર વર્ષથી આ કામ કરી રહ્યો હતો! માર્ચ ૨૦૨૧માં મોહમ્મદ ઈબ્રાહિમ અને અનવર નામના બે મુસ્લિમ પશ્ર્ચિમ દિલ્લીમાં આવેલી એક રેસ્ટોરન્ટમાં રોટલીમાં થૂંકતા હતા તેથી તેમની ધરપકડ કરવામાં આવી હતી. માર્ચ ૨૦૨૧માં જ હિન્દુ સગાઈ વિધિમાં મોહમ્મદ મોહસીન રોટલીના લોટમાં થૂંકતો હતો ત્યારે જ રંગે હાથ પકડાઈ ગયો હતો અને તેની ધરપકડ કરાઈ હતી. ઈશાન દિલ્લીમાં મદીના હૉટલમાં મોહમ્મદ ખાલીકની પણ આવા જ કારણસર ધરપકડ કરાઈ હતી. માત્ર રસોઇયા જ નહીં, ફળના ફેરિયા પણ આવી પ્રવૃત્તિ કરતા હોવાનું બહાર આવ્યું હતું. આવો એક ફેરિયો મોહમ્મદ ફરમાન સુધારેલા તરબૂચમાં થૂંકતો પકડાતાં મુઝફ્ફરાબાદ પોલીસે તેની ધરપકડ કરી હતી.
લેફ્ટ-લિબરલો-ઇસ્લામિક વિદ્વાનો દ્વારા થૂંકજિહાદનો બચાવ
આમ તો લેફ્ટ-લિબરલો કે શહેરીજનો એટલા ચોખલિયા હોય છે કે, પાણીપુરી કે બીજા ફેરિયાઓ હાથમાં ગ્લૉવ્સ પહેરે તેની કાળજી ફરજિયાત રખાવતા હોય છે અને આવી લારીઓ પર ખાવાનું પસંદ પણ નથી કરતા હોતા, પરંતુ આ જમાત થૂંકજિહાદ કરતી ટોળીના બચાવમાં આવી ગઈ હતી અને તેમની ધરપકડને મોદી રાજમાં મુસ્લિમો જેલમાં જવા લાગ્યા છે તેવો આક્ષેપ કરવા લાગી હતી.
એક ટેલિવિઝન ચેનલની ડિબેટમાં ટોપી પહેરેલા મુસ્લિમ થાળી-વાટકા, ચમચી ચાટીને સાફ કરતા હોવાની ક્લિપ ચલાવાઈ તો કહેવાતા ઇસ્લામિક વિદ્વાને એવો બચાવ કર્યો કે, આ લોકો પોતાનાં થૂંકથી વાસણો ગંદાં નથી કરતાં. આ તો તેમની શ્રદ્ધાનો એક ભાગ છે! તેમણે બચાવ કર્યો કે, ફળનો ફેરિયો મોહમ્મદ ફરમાન તરબૂચમાં થૂંકી નહોતો રહ્યો, તેને સાફ કરી રહ્યો હતો !
આવી ઘટનાઓ પછી નવેમ્બર ૨૦૨૧માં કેરળમાં ખ્રિસ્તી જૂથોએ સ્પિટ ફ્રી ફૂડ (થૂંકરહિત ભોજન) માટે મુસ્લિમોની ન હોય તેવી હૉટલ અને રેસ્ટોરન્ટને ઓળખવા અભિયાન આદર્યું. આ અભિયાનમાં કંઈ ખોટું નથી. કોને ક્યાં જમવા જવું અને ક્યાં નહીં, તે દરેક નાગરિકની પોતાની સ્વતંત્રતા છે. જેમ ગોમાંસ અથવા માંસાહાર બાબતે લેફ્ટ-લિબરલો કહેતા હોય છે કે, અમારે શું ખાવું-શું નહીં તે કહેનાર સરકાર કોણ? તો આ જ રીતે ક્યાં જમવું અને ક્યાં નહીં તે ખ્રિસ્તી કે હિન્દુઓ પોતાની રીતે નક્કી કરી શકે. પરંતુ આ સમાચારોને સેક્યુલર મિડિયાએ એ રીતે લીધા કે, નવું ઘૃણાજનક અભિયાન મુસ્લિમોને ટાર્ગેટ કરે છે! હલાલ ભોજન સામે ખ્રિસ્તીઓની ઝુંબેશથી વિવાદ. આમાં વિવાદનો ક્યાં પ્રશ્ર્ન જ છે? પરંતુ આ સેક્યુલર મિડિયા એક-બે જણાને પકડી તેમને પૂછી અને પોતાને જે બતાવવાનું હોય તે બતાવે એટલે વિવાદ થઈ જાય. પછી તેમાં બીજા પણ જોડાવા લાગે.
એટલે પી. સી. જ્યૉર્જની ધરપકડ કરાતાં કેથોલિક કૉંગ્રેસ નામના કેથોલિક ખ્રિસ્તી સંગઠને કહ્યું કે, આ પગલાં (ધરપકડ) દ્વારા સામ્યવાદી સરકાર કટ્ટરવાદી મુસ્લિમોને ખુશ કરવા માગે છે.
સામ્યવાદીઓ માટે પંથનિરપેક્ષતા = કટ્ટરવાદી મુસ્લિમોની તરફેણ
જ્યારે કેરળના સાયરો મલબાર ચર્ચના પાલા બિશપ માર જોસેફ કલરંગટ્ટે કહ્યું કે મુસ્લિમો લવ જિહાદ અને નાકૉર્ટિક જિહાદ દ્વારા મુસ્લિમેતર પ્રજાને સમાપ્ત કરી નાખવા માગે છે ત્યારે પણ સામ્યવાદી સરકારે કટ્ટરવાદી મુસ્લિમોનો પક્ષ લીધો હતો અને બિશપની ઝાટકણી કાઢી હતી.
આનો અર્થ એ થયો કે, સામ્યવાદી એટલે પંથનિરપેક્ષ હોવા જોઈએ. અત્યાર સુધી એમ લાગતું હતું કે, સામ્યવાદીઓ હિન્દુવિરોધી જ છે. પરંતુ જ્યારે કટ્ટરવાદી મુસ્લિમોની વાત આવે છે અને જો ખ્રિસ્તીઓ પણ તેમનો વિરોધ કરે તો સામ્યવાદી ખ્રિસ્તી વિરોધી પણ બની જાય છે.
પી. સી. જ્યૉર્જે એ પણ કહેલું છે કે, દેશમાં લવ જિહાદ થાય જ છે. (ગુજરાતના બુદ્ધિજીવી) કલમઘસુઓ, સરકાર કે કોર્ટ સત્તાવાર રીતે આ શબ્દ અંગે ચોખવટ કરે કે, આવું કંઈ નથી. ત્યારે કહેતા હોય છે કે સરકાર જ ના પાડે છે, પરંતુ આ કંઈ સત્તાવાર રીતે કહીને થોડું કટ્ટરવાદીઓ કરે છે? એટલે સત્તાવાર રીતે તો સરકાર કે કોર્ટ ન જ કરે ને? પણ આવા કિસ્સા તો ઢગલાબંધ છે.) પી. સી. જ્યૉર્જે તો ત્યાં સુધી કહ્યું કે તેમણે પોતે ૪૦ છોકરીઓને લવ જિહાદની જાળમાં ફસાતાં બચાવી છે. જો હિન્દુવાદીઓ આવું કંઈ કહે તો ગુજરાતના બુદ્ધિજીવી તેમને વાનર સેના, ભગવા લોકો, લપોડશંખ જેવાં વિશેષણોથી ઉતારી પાડે, પણ હવે ખ્રિસ્તીઓ પણ આવું કહેવા લાગ્યા છે ત્યારે તેઓ શું કહેશે? આ મુદ્દો જ ચાતરી જશે. આવા બુદ્ધિજીવીઓનો ટાર્ગેટ હિન્દુવાદીઓ જ છે.
અપક્ષ સાંસદે હનુમાન ચાલીસાની જાહેરાત કરી તો દેશદ્રોહના ગુના બદલ જેલ!
કેરળમાં કૉંગ્રેસી પી. સી. જ્યૉર્જ આવું બિન્દાસ્ત કહી રહ્યા છે તો મહારાષ્ટ્રમાં નવનીત રાણા અને તેમના પતિ રવિ રાણાએ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના ઘર બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવા જાહેરાત કરી. તેમણે કહ્યું કે, છેલ્લાં બે-ત્રણ વર્ષથી મહારાષ્ટ્રમાં સાડા સાતી ચાલી રહી છે. તેના નિવારણ માટે હનુમાન ચાલીસાના પાઠ આવશ્યક છે. ઉલ્લેખનીય છે કે, કોરોના વખતથી એટલે કે, વર્ષ ૨૦૨૦થી ઉદ્ધવ ઠાકરે પોતાના ઘરની બહાર નીકળતા નથી અને ખેડૂત, એસ. ટી. કર્મચારીઓની હડતાળ સહિત અનેક પ્રશ્ર્નો વધી રહ્યા છે. એસ. ટી. કર્મચારીઓની હડતાળ જેવા પ્રશ્ર્ને તો, બંધારણીય રીતે કોઈ હોદ્દો ન ધરાવતા શરદ પવાર જાણે પોતે મુખ્ય પ્રધાન હોય તેમ બેઠક લેતા હતા.
આવી જાહેરાત નવનીત રાણા અને તેમના પતિ રવિ રાણાએ કરી એટલે તેમના પર દેશદ્રોહનો ગુનો લાગુ કરી દઈ તેમને જેલમાં પૂરી દેવાયા. જામીન માટે કોર્ટમાં ગયા તો ત્યાં પણ તારીખ પર તારીખ થઈ. ચુકાદો થઈ ગયો તો ચુકાદો અનામત એટલે કે પછીની મુદતે રખાયો! અંતે તેમને જામીન મળ્યા તો શરત પર મળ્યા. તેમના પર શરત મુકાઈ કે તેઓ પ્રસાર માધ્યમો સાથે વાત નહીં કરે. આ સિવાય અન્ય પાંચ શરતો પણ હતી!
કોણ છે નવનીત રાણા અને રવિ રાણા ?
નવનીત રાણા ભાજપ કે શિવસેનાના નથી. તેઓ મનસેના પણ નથી. તેમનામાં એક ભારત વસે છે! કઈ રીતે? તેઓ પંજાબી પરિવારના છે. કૌર અટક લગ્ન પહેલાં હતી. તેમણે મૉડેલિંગ કર્યું, સંગીત વિડિયોમાં કામ કર્યું, તે પછી દક્ષિણ ભારતની ભૂમિએ તેમને બોલાવ્યા. તમિલ, તેલુગુ અને કન્નડ ફિલ્મોમાં કામ કરી નામ કમાયું. નવનીત રાણા યોગમાં માને છે અને બાબા રામદેવનું માર્ગદર્શન લે છે. બાબા રામદેવના માર્ગદર્શનથી તેમનાં લગ્ન મહારાષ્ટ્રના રવિ રાણા સાથે થયાં. સામાન્ય રીતે ફિલ્મ કલાકારો ભપકાદાર લગ્ન કરતાં હોય છે. પરંતુ નવનીત રાણા-રવિ રાણાનાં લગ્ન ૩,૧૦૦ યુગલોનાં સામૂહિક લગ્નમાં થયાં! નવનીત રાણા અમરાવતીના સાંસદ છે તો પતિ રવિ રાણા મહારાષ્ટ્રના બદનેરાથી ધારાસભ્ય છે. નવનીત રાણા અગાઉ ૨૦૧૪માં એનસીપીની ટિકિટ પર લોકસભાની ચૂંટણી લડ્યાં હતાં પણ હારી ગયાં હતાં. ૨૦૧૯માં તેઓ અપક્ષ લડ્યાં પરંતુ તેમને એનસીપી અને કૉંગ્રેસ બંનેનો ટેકો હતો. અર્થાત્ નવનીત-રવિ પણ ભાજપ કે શિવસેનાના ગોત્રના નથી, તો પણ હનુમાન ચાલીસા કરવાનું તેમણે નક્કી કર્યું. હનુમાન ચાલીસા કર્યા પણ નહોતા, પરંતુ જાહેરાત માત્રથી તેમની સામે દેશદ્રોહનો ગુનો લાગુ કરી દેવાયો!
આ જ રીતે મહારાષ્ટ્રમાં રાજ ઠાકરે પણ તેમના કાકા બાળ ઠાકરેના રંગમાં ફરીથી રંગાઈ ગયા છે. તેમણે જાહેરાત કરી હતી કે, મહારાષ્ટ્રમાં મસ્જિદો પરથી લાઉડ સ્પીકર ઉતારી લેવામાં આવે, નહીંતર ચાર મેથી તેમના પક્ષના કાર્યકર્તા મસ્જિદ સામે લાઉડ સ્પીકર પર હનુમાન ચાલીસા વગાડશે અને કંઈ થશે તો સરકાર જવાબદાર રહેશે. રાજ ઠાકરેએ ઔરંગાબાદમાં કરેલા ભાષણની પોલીસ તપાસ કરવાની છે. આમ તો પહેલાં રાજ ઠાકરેએ ત્રણ મેનું કહ્યું હતું પરંતુ પછી ત્રણ મેએ ઈદ હોવાથી સાંપ્રદાયિક હિંસા ન ભડકે તેથી તેમણે પાછી પાની કરી. આવો વિચાર હિન્દુવાદીને જ આવી શકે, પરંતુ ચાર મેની જે અવધિ આપી હતી તેની અસર દેખાઈ. મુંબઈ અને પૂણેમાં અનેક મસ્જિદોમાં લાઉડસ્પીકરનો ઉપયોગ થયો નહીં. કેટલીક મસ્જિદોએ અવાજ ઓછો કરી નાખ્યો. કેટલીક જગ્યાએ મસ્જિદ સામે લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસા પણ વગાડાયા. આ માટે ૨૫૦ મનસે કાર્યકર્તાઓની ધરપકડ થઈ.
એટલું જ નહીં, રાજ ઠાકરેએ બાળાસાહેબનો જૂનો વિડિયો જાહેર કરી ઉદ્ધવ ઠાકરેને ભીંસમાં લીધા. બાળાસાહેબ યુવાન હતા ત્યારે તેમણે સડક પર નમાજ અને લાઉડ સ્પીકર પર અઝાનનો વિરોધ કર્યો હતો. શિવસેનાના અનેક નેતા પણ રાજ ઠાકરેએ હિન્દુત્વનો રાગ આલાપતાં તેમની પ્રશંસા કરવા લાગ્યા છે અને શિવસેનાના નેતાઓ બરાબર મૂંઝાયા છે.