વાહ તાજ નહીં, આહ... તાજ ! આ જાણીને તમે કહેશો કે તાજમહેલ પ્રેમનું પ્રતિક નથી જ!

તાજમહેલ, મુમતાજ વિશે આપણી પાસે ખોટી માહિતી તો નથી ને! આ જાણીને તમે કહેશો કે તાજમહેલ પ્રેમનું પ્રતિક નથી જ!

    21-May-2022
કુલ દૃશ્યો |

fact about tajmahal
 
 
દેશમાં તાજમહેલના બંધ એવા ૨૨ દરવાજા ખોલવાની માંગ અને તેના પર કોર્ટના ફેંસલા બાદ તાજમહેલ અને તેના વિવાદિત ઇતિહાસને લઈ નિવેદનોએ જોર પકડ્યું છે. વામપંથી અને કથિત સેક્યુલરવાદી પક્ષો તાજમહેલને મુમતાજબાનુ અને શાહજહાંના અમર પ્રેમનું પ્રતીક ગણાવી રહ્યા છે. તો એક પક્ષ એવો પણ છે જે આ વાતને નકારે છે. ત્યારે શું ખરેખર વિશ્વની આ અજાયબી પ્રેમની નિશાની છે કે પછી કંઈક અલગ જ છે. તો આવો, આપણે તેના ઇતિહાસ પર નજર કરીએ.
કથા મુગલ આક્રાંતા શાહજહાં અને તેની બેગમ મુમતાજની કથિત પ્રેમકહાનીની આસપાસ ફરે છે. કહેવાય છે કે, ૧૯ વર્ષની ઉંમરમાં મુમતાજ મહલના નિકાહ ૨૧ વર્ષના શાહજહાં સાથે થયાં હતાં. બન્નેનું લગ્નજીવન લગભગ ૧૮ વર્ષ ચાલ્યું અને આ ૧૮ વર્ષમાં ૧૪ જેટલાં બાળકો થયાં અને ૧૫મા બાળકની પ્રસવપીડા દરમિયાન ૧૬૩૦માં મધ્યપ્રદેશના બુરહાનપુરમાં ૩૭ વર્ષની ઉંમરમાં મુમતાજ બેગમનું મૃત્યુ થયું, જેની યાદમાં શાહજહાંએ તાજમહેલ નામનો મકબરો બનાવ્યો. આ તો વામપંથી ઇતિહાસકારોનો ઇતિહાસ, પરંતુ શાહજહાં, મુમતાજ અને તાજમહેલને લઈને અન્ય એક ઇતિહાસ પણ છે. જે ન માત્ર શાહજહાની કટ્ટર યૌનભૂખને છતી કરે છે, સાથે સાથે બન્નેની પ્રેમકહાની પર પણ સવાલ ઉઠાવે છે.
 
કહેવાય છે કે મુમતાજનું નામ મુમતાજ મહલ હતું જ નહીં. બલકે તેનું અસલી નામ અર્જુમંદબાનો બેગમ હતું અને જે શાહજહાં અને મુમતાજબાનુના પ્રેમની વાપમંથીઓ નજમો ગાય છે. તે મુમતાજ ન તો શાહજહાંની પ્રથમ પત્ની હતા કે ન તો અંતિમ. મુમતાજ શાહજહાંની સાત બીબીઓમાં ચોથી હતી. મતલબ કે મુમતાજ પહેલાં પણ શાહજહાંએ ત્રણ નિકાહ કર્યા હતા અને મુમતાજ સાથે નિકાહ કર્યા બાદ પણ તેનું મન ન ભરાયું તો તેણે બીજી ત્રણ વખત નિકાહ કર્યા હતા. ત્યાં સુધી કે મુમતાજના મૃત્યુ બાદ એક અઠવાડિયાની અંદર જ શાહજહાંએ મુમતાજની બહેન ફરજીના સાથે નિકાહ પઢ્યા હતા.
ઇતિહાસ મુજબ શાહજહાં મુમતાજબાનુનો પ્રથમ પતિ પણ ન હતો. મુમતાજના શોહરનું નામ શેર અફઘાન ખાન હતું અને શાહજહાંએ તેની હત્યા કરી મુમતાજ સાથે નિકાહ કર્યા હતા.
 
ઇતિહાસકાર હેવેલ મુજબ મુમતાજના અવસાન બાદ લગભગ બે સપ્તાહ સુધી શાહજહાંએ સમગ્ર સલ્તનતનું કામ અટકાવી દીધું હતું અને પ્રજાજનો પાસે બળજબરીપૂર્વક બે વર્ષ સુધી શોક પળાવ્યો હતો. આ બે વર્ષો દરમિયાન કોઈપણ પ્રકારના સંગીત, તહેવાર, ત્યાં સુધી કે શૃંગાર કરવા અને ઘરેણાં પહેરવા પર પણ પ્રતિબંધ લાદી દીધો હતો.
 
બુરહાનમાં જ દફન કરાઈ મુમતાજ
 
કહેવાય છે કે, મુમતાજના મૃત્યુ બાદ તેને બુરહાનપુરમાં જ દફન કરી દેવામાં આવી હતી અને તેના છ મહિના બાદ તેને આગરા લાવવામાં આવી હતી. આ અંગે પણ બે તથ્યો છે. પ્રથમ કે રાજપૂત રાજા માનસિંહના પુત્ર રાજા જયસિંહની પુસ્તેની જમીન પર મુમતાજને દફન કરી ત્યાં બગીચો બનાવી દેવામાં આવ્યો હતો. આ અંગે જયપુર રાજઘરાનાના અંતિમ મહારાજા માનસહ બીજાની પૌત્રી અને રાજસ્થાનના રાજસમંદના ભારતીય જનતા પક્ષના સાંસદ દીપા કુમારીએ દાવો કર્યો છે. બીજું તથ્ય એ છે કે મુમતાજના શબને આગ્રા લાવ્યા બાદ તેને ૯ વર્ષ સુધી એક મસ્જિદમાં દફનાવી રાખવામાં આવી હતી. હવે સવાલ એ થાય છે કે ઇતિહાસકારો જ કહે છે કે મુમતાજના મૃત્યુ બાદ બે વર્ષ સુધી શાહજહાં કોઈને મા ન હતા કે ન તો મહેલની બહાર નીકા હતા. તો પછી મુમતાજના મૃતદેહને બુરહાનપુરની કબરમાંથી ખોદી આગ્રા લાવ્યું કોણ ? કારણ કે શાહજહાં વગર મુમતાજને કોઈ હાથ પણ લગાડી શકતું ન હતું.
 
એ વાત માની પણ લઈએ કે, મુમતાજની કબર બુરહાનપુરથી આગ્રા લાવવામાં આવી ત્યાર બાદ ૯ વર્ષો સુધી મસ્જિદમાં દફનાવવામાં આવી અને ૧૬૪૧માં તાજમહેલના બગીચામાં દફનાવવામાં આવી. મતલબ કે આટલાં વર્ષો સુધી શાહજહાં મુમતાજનાં હાડકાં અને કંકાલ લઈને અહીંથી તહીં ફરતો રહ્યો ? હકીકત તો એ છે કે મુમતાજની કબર ક્યાં છે તે અંગેની સચોટ જાણકારી ખુદ પુરાતત્ત્વ વિભાગ પાસે પણ નથી. તે પણ દંતકથાઓ પર જ વિશ્ર્વાસ કરે છે.
 

fact about tajmahal 
 
તો પછી તાજમહેલની જમીન કોની ?
 
આગ્રાનો તાજમહેલ જે જમીન પર ઊભો છે તે વાસ્તવમાં જયપુરના રાજા માનસિંહની માલિકીની છે અને આ તથ્યને ભારતના પ્રસિદ્ધ ઇતિહાસકાર જદૂનાથ સરકાર સહિત યુરોપિયન ઇતિહાસકાર જોન માર્શલ અને હૈવેલે પણ સ્વીકાર્યું છે. જેને લઈ ઇસ્લામિક ઇતિહાસકારો પણ સહમત થયા છે. જો કે તાજમહેલના નિર્માણ અને તેમાં થયેલા ખર્ચને લઈ ઇતિહાસકારોમાં મતભેદ છે. કેટલીક જગ્યાએ આ ખર્ચ ૫૦ લાખ તો ક્યાંક ૧૮૫ લાખ બતાવવામાં આવ્યો છે. દીવાન-એ-અફરીદીમાં આ ખર્ચો ૯ કરોડ ૧૭ લાખ બતાવવામાં આવ્યો છે. જ્યોર ન્યૂયોર્ક ટાઇમ્સ ૧૮૫૩માં પ્રકાશિત એક લેખ મુજબ તાજમહેલ બનાવવા પાછળ ૧,૭૫૦,૦૦૦ પાઉન્ડનો ખર્ચ થયો હતો.
 
શાહજહાંના શાસનકાળ દરમિયાન જીન બાયિસ્ટ ટૅવર્નિયર નામનો ફ્રાંસિસી પ્રવાસી ભારત આવ્યો હતો. તેણે પોતાના આ પ્રવાસને લઈ એક પુસ્તક પણ લખ્યું હતું, જેનો અનુવાદ પણ ૧૮૮૯માં પ્રકાશિત થયો હતો. એ પુસ્તક મુજબ તે ૧૬૪૦-૪૧માં સૌપ્રથમ વખત આગ્રા ગયો હતો. તેણે લખ્યું છે કે I witnessed the commencement and accomplishment of this great work (Taj Mahal) આ આધારે ટૅવર્નિયર મુજબ તાજમહેલનું નિર્માણ ૧૬૪૦-૪૧ દરમિયાન શરૂ થયું હશે. જ્યારે કે મુમતાજનું મૃત્યુ તો તેના એક દાયકા પહેલાં ૧૬૩૦માં થઈ ચૂક્યું હતું તો પછી મુમતાજ તાજમહેલમાં આવી કેવી રીતે ?
૧૬૬૭માં ટૅવર્નિયર સુરતમાં હતા તેના એક વર્ષ પહેલાં એટલે કે ૧૬૬૬માં શાહજહાં પણ મરી ચૂક્યો હતો અને પોતાના મૃત્યુના આઠ વર્ષ સુધી તે પોતાના પુત્ર ઔરંગઝેબની કેદમાં હતો. આમ ૧૬૫૮ની આસપાસ જ તેના પરિવારમાં ગાદીને લઈ લડાઈ છેડાઈ ચૂકી હતી. ટૅવર્નિયર એમ પણ લખે છે કે, તાજમહેલ બનાવવામાં ૨૨ વર્ષ લાગ્યાં હતાં, ત્યારે ૧૬૪૧થી ૨૨ વર્ષ ગણીએ તો સરવાળો ૧૬૬૩ પહોંચે છે. તે દરમિયાન તો શાહજહાં આગ્રાના કિલ્લામાં નજરબંધ હતા.
 
તાજમહેલનું નિર્માણ ક્યારે થયું એની અન્ય એક વાયકા પણ છે. સેબેસ્ટિયન મેનરિક નામનો એક સ્પેનિસ ધાર્મિક યાત્રી ૧૬૪૧માં આગ્રા આવ્યો હતો. તેને કોઈએ કહ્યું કે, તાજમહેલની મુખ્ય વાસ્તુકલાને ઇટાલીના ગેરેનિમા વોરોનિયોએ તૈયાર કરી છે, જો કે તે ક્યારેય વેરોનિયોને મળી શક્યો ન હતો, કારણ કે શાહજહાંએ તેને ૧૬૪૦માં જ પોર્ટુગિઝોના હાથે મારી નંખાવ્યો હતો. આજે પણ લાહોરમાં તેની કબર છે. ૧૮૯૯માં હેનરી જ્યોર્જ પોતાના પુસ્તક A Handbook for visitor to Agra and its Neighbourhoodના પાનાં નં. ૨૩-૨૪ પર લખે છે કે, તાજમહેલનું નિર્માણકાર્ય પૂર્ણ થયું તે પહેલાં જ વેરોનિયો મૃત્યુ પામ્યો હતો અને ૧૭ વર્ષના નિર્માણકાર્ય બાદ ૧૬૪૮માં તાજમહેલ તૈયાર થયો હતો.
 
જો કે આ તથ્યને મોટાભાગના ઇતિહાસકારો માનવા તૈયાર નથી. તેમના દાવા મુજબ તાજમહેલનું માળખું શાહજહાંના નજીકના મુસ્લિમ ઉસ્તાદ અહમદ લાહોરી દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. આમ છતાં પણ તાજમહેલ અંગેના દસ્તાવેજોને લઈને એટલો તો ભ્રમ ફેલાયેલો છે કે, વાસ્તવમાં તાજમહેલ ક્યારે બન્યો, કોણે બનાવ્યો અને ક્યારે તેનું નિર્માણકાર્ય પૂર્ણ થયું તે અંગે શંકા છે.
 
કહેવાય છે કે તાજમહેલને ૨૦૦૦૦ મજૂરોએ મળીને બનાવ્યો હતો. પ્રથમવાર આ વાત બ્રિટિશ કાળમાં લાહોરથી પ્રકાશિત થયેલા ગાઈડ ટુ તાજ એટ આગરા નામના પુસ્તકના પાના નં. ૧૪માં થયો હતો એ મજૂરોની દુદર્શા વર્ણવતાં હેનરી જ્યોર્જ પોતાના એ પુસ્તકના પાના નં. ૨૭ પર લખે છે કે, ૨૦,૦૦૦ મજૂરો પાસે સતત કામ કરાવડાવવામાં આવતું, જેના બદલામાં તેઓને નહીં બરાબરનું વેતન આપવામાં આવતું અને ભથ્થા તરીકે માત્ર મક્કાઈના દાણા અપાતા તે પણ લાલચી અધિકારીઓ દ્વારા પડાવી લેવાતા. પરિણામે તમામ મજૂરો તણાવનો ભોગ બન્યા હતા અને સેંકડોની સંખ્યામાં માર્યા ગયા હતા.
 
હવે જ્યારે તાજમહેલનાં ભોંયરામાં રહેલા ૨૨ દરવાજા ખોલવાની ચર્ચાઓ થઈ રહી છે ત્યારે ફરી એક વખત તાજમહેલ અંગેનાં વામપંથી ઇતિહાસ-કારોના દાવાઓ સામે સવાલો થઈ રહ્યાં છે ત્યારે આગામી સમયમાં મુમતાજ મહલ, શાહજહા અને તાજમહેલને લઈને સમગ્ર ઇતિહાસ જ બદલાઈ જાય તો નવાઈ નહીં.