રાહુલ ગાંધી જે દોસ્તના લગનમાં નેપાળ પહોંચ્યા છે તેને ભારત પ્રત્યે જરા પણ માન નથી!?

આ વીડિયોમાં તેઓ નેપાળની એક હોટલમાં ચીની રાજદૂત હોઉ યાંકી સાથે પાર્ટી કરતા દેખાઈ રહ્યા છે. આ એજ યાંકી છે જેના પર વારંવાર હનીટ્રેપિંગનો સહારો લઈ પોતાના દેશ ચીનની મદદ કરવાના આરોપો લાગતા રહ્યા છે.

    03-May-2022
કુલ દૃશ્યો |

Sumnima Udas
 
 
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે રાહુલ ગાંધી નેપાળની એક હોટલમાં ચીની રાજદૂત હોઉ યાંકી સાથે પાર્ટી કરતા દેખાઈ રહ્યા છે. આ એજ યાંકી છે જેના પર વારંવાર હનીટ્રેપિંગનો સહારો લઈ પોતાના દેશ ચીનની મદદ કરવાના આરોપો લાગતા રહ્યા છે. જે કાર્યક્રમમાં રાહુલ ગાંધી પહોંચ્યા છે તે સુમનિમા ઉદાસનો એક કાર્યક્રમ હતો. સુમનિમા ઉદાસ તેમની મિત્ર છે જેમના આમંત્રણ પર રાહુલ ગાંધી નેપાળ પહોંચ્યા છે.
 
 
 
 
 
 
 
રાહુલ ગાંધી ૨ મે ૨૦૨૨ના રોજ નેપાળ પહોંચ્યા છે. તેમની સાથે અન્ય ત્રણ લોકો પણ હતા. રાહુલ ગાંધી છેલ્લા ઘણા દિવસથી ભારતમાં નથી. નેપાળના કાઠમંડુની મૈરિયટ હોટલમાં તેઓ રોકાયા છે. અહીં તેમની મિત્ર સુમનિમા ઉદાસના લગ્ન છે. લગ્નના કાર્યક્રમમાં રાહુલ ગાંધી પહોંચ્યા છે. સુમનિમાના પિતા જે મ્યાંમારમાં નેપાળના રાજદૂત છે તેમણે આ પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યુ હતું કે આ લગ્નનું નિમંત્રણ રાહુલ ગાંધીને આપવામાં આવ્યું હતું.
 
વાત રાહુલની આ મિત્રની કરીએ તો મીડિયા રીપોર્ટ પ્રમાણે સુમનિમા હંમેશાં ભારત વિરોધી એજન્ડાના કારણે ચર્ચામાં રહી છે. જ્યારે નેપાળ અને ભારત વચ્ચેના નકસાને લઈને વાતચીત થઈ રહી હતી ત્યારે પણ તેણે ભડકાઉ વાતો લોકો સમક્ષ મૂકી હતી. ઉલ્લેખનીય વાત એ છે કે ૨૦૨૦માં નેપાળે એક નકશો જાહેર કરી ભારતનો અમૂક ભાગ પોતાના નકસામાં દેખાડ્યો હતો. ત્યારે સુમનિમાએ આ સંદર્ભે ટિપ્પણી કરી હતી કે આ કામ તો દાયકાઓ પહેલા થઈ જવા જેવું હતું...
 
 
સુમનિમા ઉદાસ મીડિયા સંસ્થાન CNN માં પણ ઇન્ટરનેશનલ કરસ્પોન્ડટ તરીકે કામ કરી ચૂકી છે. તેમણે નેપાળમાં એક લુમ્બિની મ્યૂઝિયમની પણ સ્થાપના કરી છે. ઉલ્લેખનીય છે કે લુમ્બિની ભગવાન બુદ્ધનું જન્મસ્થળ છે. સુમનિમાએ કોરોના દરમિયાન ભારતીય વેક્સિનને લઈને પણ અફવાઓ ફેલાવી હતી. એણે એક એવા આર્ટિકલને શેર કર્યો હતો જેમાં એ દાવો કરવામાં આવ્યો હતો કે ભારત સરકાર યોગ્ય સમયે વેક્સિન ખરીદવામાં નિષ્ફળ ગઈ છે અને એટલે જ ભારતમાં વેક્સિનની અછત છે. પણ હકીકત એ છે કે ભારતને વેક્સિન ખરીદવાની જરૂર જ ક્યાં હતી. ભારતમાં એક નહી પણ બે વેક્સિન તૈયાર કરવામાં આવી છે અને માનવ કલ્યાણ માટે વિશ્વના ૯૦ કરતા વધારે દેશોને વેક્સિન આપીને મદદ પણ ભારત કરી રહ્યું છે.
 
સુમનિમાને અનેક પત્રકારિતાના પુરસ્કાર પણ મળ્યા છે. તેણે અમેરિકાની યુનિવર્સિટીમાંથી પત્રકારત્વ અને ઓક્સફોર્ડમાંથી માસ્ટર ડિગ્રી મેળવી છે. સુમનિમાને ‘સિને ગોલ્ડન ઇગલ એવોર્ડ’ પણ મળ્યો છે. જોકે તેનું ટ્વિટર ભારત વિરોધી અને કોંગ્રેસના નેતાઓની સરકાર વિરોધી ટ્વિટ - રીટ્વિટથી ભરેલું છે.