નાગપુર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો તૃતિય વર્ષ સંઘ શિક્ષાવર્ગનો શુભારંભ । દેશભરના ૭૩૫ સ્વયંસેવકો હાજર…

તૃતિય વર્ષ સંઘ શિક્ષાવર્ગમાં દેશભરના ૭૩૫ સ્વયંસેવકોએ ભાગ લીધો છે. વર્ગમાં ૩૫ પ્રાંત પ્રમુખ, ૯૬ શિક્ષક હશે. પથસંચલન ૨૧ મેના રોજ સાંજે યોજાશે. વર્ગનો સમાપન કાર્યક્રમ ૨ જૂન ૨૦૨૨ના રોજ યોજાશે…

    09-May-2022
કુલ દૃશ્યો |

Sangh Shiksha Varg Tritiya Varsha
 
 
નાગપુર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો તૃતિય વર્ષ સંઘ શિક્ષાવર્ગનો શુભારંભ થયો છે. જેના ઉદ્ઘાટન સત્રમાં પૂર્વ સરકાર્યવાહ મા. ભૈયાજી જોશી, સર્વાધિકારી મા. અશોકજી પાંડે અને અ.ભા. વ્યવસ્થા પ્રમુખ મંગેશજી ભેંડે હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે તૃતિય વર્ષ સંઘ શિક્ષાવર્ગમાં દેશભરના ૭૩૫ સ્વયંસેવકોએ ભાગ લીધો છે...
 

Sangh Shiksha Varg Tritiya Varsha 
 
નાગપુરમાં રેશીમબાગ સ્થિત ડો. હેડગેવાર સ્મૃતિ ભવન પરિસરના મહર્ષિ વ્યાસ સભાગૃહ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો તૃતિય વર્ષ સંઘ શિક્ષાવર્ગનો શુભારંભ થયો છે. જેના ઉદ્ઘાટન સત્રમાં પૂર્વ સરકાર્યવાહ મા. ભૈયાજી જોશી, સર્વાધિકારી મા. અશોક પાંડે અને અ.ભા. વ્યવસ્થા પ્રમુખ મંગેશજી ભેંડે હાજર રહ્યા હતા.
 
ઉદ્ઘાટન સમારોહમાં પાલક અધિકારી તથા અખિલ ભારતીય વ્યવસ્થા પ્રમુખ મંગેશજી ભેંડેએ દેશભરમાંથી આવેલા શિક્ષાર્થિઓને કહ્યું કે સંઘ શિક્ષા વર્ગમાં ઉપસ્થિત રહેતા શિક્ષાર્થીઓની ભાષા અલગ અલગ હોય છે પરતું તમામના હ્રદયની ભાષા એક જ હોય છે. આ એકાત્મતાથી જ બધી ભાષા શિક્ષાર્થીઓ સમજી લે છે અને તેમાં કોઇ સમસ્યા પણ આવતી નથી. આજ સંઘ શિક્ષાવર્ગની વિશેષતા છે. શિક્ષાર્થી આગામી ૨૫ દિવસ સુધી સંપીને રહે છે અને જ્યારે વર્ગ પૂર્ણ થાય ત્યારે જવા સમયે શિક્ષાર્થીઓ એકબીજાને ગળે લગાવી ભાવુક થાય છે. તેમણે આગળ કહ્યું કે મનમાં શ્રદ્ધા અને સમર્પણ સાથે સાધનામાં લાગશો તો કાર્યમાં સફળ થશો. મનમાં કાર્ય પ્રત્યે, વિચાર પ્રત્યે શ્રદ્ધા હોવી જોઇએ. જ્યારે શ્રદ્ધા હોય છે તો પછી કોઇ પણ કાર્ય સંભવ બને છે અને આનાથી જ જ્ઞાનની પણ પ્રાપ્તિ થાય છે. જીવનમાં સમયનો સદ્ઉપયોગ કરવા પોતાના જીવનને સાર્થક બનાવવા સંઘ શિક્ષાવર્ગમાં શિક્ષાર્થીઓ આવે છે.
 

Sangh Shiksha Varg Tritiya Varsha 
 
વર્ષ ૧૯૨૭ના પ્રથમ સંઘ શિક્ષાવર્ગનો ઉલ્લેખ કરતા મંગેશજીએ જણાવ્યું કે નાગપુરમાં કેન્દ્રીય કાર્યાલય પાસે જુના મોહિતે બાડામાં યોજાયેલા પ્રથમ વર્ગ શિક્ષાવર્ગમાં ૧૭ સ્વયંસેવક હાજર હતા. આ વર્ગ 40 દિવસનો હતો. ત્યારથી અત્યાર સુધી વર્ગો નિરંતર યોજાય છે. માત્ર ૧૯૪૮ અને ૧૯૭૭માં સંઘ પર પ્રતિબંધ લાગવાથી અને કોરોનાકાળમાં જ વર્ગ યોજવામાં આવ્યા ન હતા.
 

Sangh Shiksha Varg Tritiya Varsha 
 
 
ઉદ્દઘાટન સત્રમાં ઉપસ્થિત અધિકારીઓ અને અ.ભા. અધિકારિઓનો પરિચય પણ આપવામાં આવ્યો.
 
તૃતિય વર્ષ સંઘ શિક્ષાવર્ગમાં દેશભરના ૭૩૫ સ્વયંસેવકોએ ભાગ લીધો છે. વર્ગમાં ૩૫ પ્રાંત પ્રમુખ, ૯૬ શિક્ષક હશે. પથસંચલન ૨૧ મેના રોજ સાંજે યોજાશે. વર્ગનો સમાપન કાર્યક્રમ ૨ જૂન ૨૦૨૨ના રોજ યોજાશે…
 
 
રા.સ્વ.સંઘ તૃતિય વર્ષ સંઘ શિક્ષાવર્ગના અધિકારી તથા તેમનો પરિચય….
 
 
મા. સર્વાધિકારી – મા. અશોક પાંડેજી, પ્રાંત સંઘ ચાલક, મધ્યપ્રદેશ
 
કાર્યવાહ – મા. ખ્વાઈ રોજેનસિંહ, ક્ષેત્ર કાર્યવાહ, અસમ ક્ષેત્ર
 
પાલક અધિકારી – મા. મંગેશ ભેંડેજી, અખિલ ભારતીય વ્યવસ્થા પ્રમુખ
 
મુખ્ય શિક્ષક – શ્રી પ્રશાંતજી, પ્રાંત શારીરિક શિક્ષણ પ્રમુખ, કેરલ પ્રાંત
 
સહ મુખ્યશિક્ષક – શ્રી એ.સી. પ્રભુજી, પ્રાંત શારીરિક શિક્ષણ પ્રમુખ, તમિલનાડુ પ્રાંત
 
બૌદ્ધિક પ્રમુખ – શ્રી અનિલ જોશીજી, બૈદ્ધિક શિક્ષણ પ્રમુખ, પશ્ચિમ ક્ષેત્ર
 
સહ બૌદ્ધિક પ્રમુખ – શ્રી શ્રીધર સ્વામીજી, બૌદ્ધિક શિક્ષણ પ્રમુખ, દક્ષિણ મધ્યક્ષેત્ર
 
સેવા પ્રમુખ – શ્રી પદ્મકુમારજી, ક્ષેત્ર સેવા પ્રમુખ, દક્ષિણ ક્ષેત્ર
 
વ્યવસ્થા પ્રમુખ – શ્રી સુનીલ ગરકાટે, સહ વ્યવસ્થા પ્રમુખ, નાગપુર મહાનગર
 
સહ વ્યવસ્થા પ્રમુખ – શ્રી પરાગ પાચપોર, ભાગ કાર્યવાહ, નાગપુર મહાનગર