તાજમહેલના એ ૨૨ ઓરડામાં શું છે? આ તથ્ય કોણ સામે લાવી રહ્યું છે? જાણો

તાજમહેલના ૨૨ ઓરડા ખોલવામાં આવે કે જેથી ખબર પડે કે તે ઓરડાઓમાં દેવી - દેવતાઓની મૂર્તિ કે શિલાલેખ છે કે નહીં? ઉલ્લેખનીય છે કે તાજમહેલને લઈને ચર્ચા થઈ રહી છે કે તે તેજોમહાલય છે અને હિન્દુઓની આસ્થાનું તે કેન્દ્ર છે.

    09-May-2022
કુલ દૃશ્યો |

taj mahal tejo mahalaya
 
 
ઇલ્હાબાદ હાઇ કોર્ટની લખનઉ બેંચમાં એક કેસ નોંધાયો છે જેમાં કહેવામાં આવ્યું છે કે તાજમહેલના ૨૨ ઓરડા ખોલવામાં આવે કે જેથી ખબર પડે કે તે ઓરડાઓમાં દેવી - દેવતાઓની મૂર્તિ કે શિલાલેખ છે કે નહીં? ઉલ્લેખનીય છે કે તાજમહેલને લઈને ચર્ચા થઈ રહી છે કે તે તેજોમહાલય છે અને હિન્દુઓની આસ્થાનું તે કેન્દ્ર છે. આ અરજી કરનાર રજનીશસિંહના વકીલ રૂદ્ર વિક્રમસિંહનું કહેવું છે કે ઇ.સ. ૧૬૦૦માં અહીં આવેલા યાત્રીઓએ પોતાના યાત્રાવર્ણનમાં “માનસિંહનો મહેલ” તરીકે વર્ણન કર્યુ છે.
 
વકીલ રૂદ્ર વિક્રમસિંહનું કહેવું છે કે તાજમહેલ ૧૬૫૩માં બનાવવામાં આવ્યો. ઔરંગજેબનો ૧૬૫૧માં લખેલો એક પત્ર પણ સામે આવ્યો છે જેમાં તે લખે છે કે...અમ્મી કા મકબરા મરમ્મત કરાને કી જરૂરત હૌ...આવા તમામ તથ્યોના આધારે તપાસ કરી સત્ય બહાર લાવવાની જરૂર છે કે તાજમેહલના બંધ ૨૨ ઓરડામાં છે શુ?
 

taj mahal tejo mahalaya 
 
 
ઉલ્લેખનીય વાત એ છે કે ઇતિહાસકાર પીએન ઓકની એક પુસ્તક છે જેનું નામ છે તાજમહેલ – ધી ટ્રુ સ્ટોરી (Taj Mahal: The True Story ) ...આ પુસ્તકમાં તાજમહેલને શિવ મંદિર જણાવી અનેક દાવાઓ કરવામાં આવ્યા છે. કેટલાક અન્ય ઇતિહાસકારોએ પણ દાવો કર્યો છે કે તાજમહેલનો જે મુખ્ય મકબરો છે ત્યા ચમેલી ફર્સ છે અને અને તેની નીચે ૨૨ ઓરડાઓ બનાવવામાં આવ્યા છે. જેને બંધ કરી દેવામાં આવ્યા છે. લગભગ ૪૫ વર્ષ પહેલા સુધી પગથિયાના માધ્યમથી અહી જવાનો રસ્તો હતો જે ત્યારે ખુલ્લો હતો. હવે આ માર્ગ બંધ કરી દેવાયો છે. બસ આ ૨૨ રૂમ સુધી જતો આ રસ્તો ખોલવા જ કોર્ટમાં અરજી કરવામાં આવી છે.