આ તસવીરને અંતરિક્ષ જગતની સૌથી ડરામણી તસવીર ગણવામાં આવે છે! જુવો વીડિયો
આ ફોટો લગભગ ૪૦ વર્ષ જૂનો છે. નાસાએ ફેબ્રુઆરી ૧૯૮૪માં આ ફોટો પાડ્યો હતો. આ ફોટામાં સફેટ સૂટ પહેરેલ એક અંતરિક્ષ યાત્રી અંતરિક્ષમાં અંતરિક્ષ યાનથી દૂર હવામાં ફરતો જોવા મળી રહ્યો છે. અંતરિક્ષ યાત્રી અંતરિક્ષમાં છે અને તેની નીચે આખી પૃથ્વી જોવા મળી રહી છે.
23-Jun-2022
કુલ દૃશ્યો |
જરા કલ્પના કરો માત્ર એક સૂટ પહેરાવીને અંતરિક્ષમાં તમને છુટ્ટા મુકી દેવામાં આવે તો? લાખો ઉપગ્રહોની વચ્ચે તમે પણ ખોવાઈ જાશો એવી બીક રહે ને નહી! મોટા ભાગે અંતરિક્ષ યાત્રી અંતરિક્ષ યાનમાં બેસીને અંતરિક્ષમાં ફરે છે. આ માટે સ્પેસ સ્ટેશન પણ છે. આ સ્પેસ સ્ટેશનમાં કોઇ ખામી સર્જાઈ હોય તો સ્પેસ સ્ટેશનમાં હાજર અંતરિક્ષયાત્રીઓ તેને રીપેર કરવા સ્પેસ સ્ટેશનની બહાર નીકળતા હોય છે પણ આ બહાર નીકળતી વખતે તેઓ સ્પેસ સ્ટેશન સાથે એક તાર વડે જોડાયેલા રહે છે. પણ આ તસવીરમાં એક એસ્ટ્રોનોટ (અંતરિક્ષયાત્રી) સ્પેસ સ્ટેશનની બહાર કોઇ પણ બંધન વગર અંતરિક્ષની શેર કરી રહ્યો છે.
ઇન્ટરનેટ પર આ ફોટો ખૂબ વાઈરલ થયો છે. આ ફોટાને અત્યાર સુધીનો સૌથી ખતરનાક – ડરામણો ફોટો ગણવામાં આવે છે. આ ફોટો જોઇ બધા નવાઈ પામે છે. આવું કઈ રીતે શક્ય બની શકે? આ ફોટો લગભગ ૪૦ વર્ષ જૂનો છે. નાસાએ ફેબ્રુઆરી ૧૯૮૪માં આ ફોટો પાડ્યો હતો. આ ફોટામાં સફેટ સૂટ પહેરેલ એક અંતરિક્ષ યાત્રી અંતરિક્ષમાં અંતરિક્ષ યાનથી દૂર હવામાં ફરતો જોવા મળી રહ્યો છે. અંતરિક્ષ યાત્રી અંતરિક્ષમાં છે અને તેની નીચે આખી પૃથ્વી જોવા મળી રહી છે.
આ ફોટામાં જે અંતરિક્ષ યાત્રી છે તેનું નામ બ્રુસ મેકકેન્ડલેસ (Bruce McCandless II) છે. જ્યારે તેઓ અંતરિક્ષમાં સેટેલાઈટ રીપેર મિશન અંતર્ગત પ્રેક્ટિસ કરી રહ્યા હતા ત્યારે આ ફોટો લેવામાં આવ્યો હતો. તેઓ પહેલા અંતરિક્ષ યાત્રી હતા જેઓ કોઇ પણ તાર બાંધ્યા વગર અંતરિક્ષમાં ખુલીને ફર્યા હોય.
આવું કરવું ખૂબ અઘરી બાબત છે. નાસાએ આ ફોટાનું શીર્ષક “ફ્રી ફ્લોટિંગ” આપ્યુ હતું. નાસાનું કહેવું છે કે આ અંતરિક્ષ યાત્રીની પીઠ પર જે જેટ પેક છે તેના કારણે આ શક્ય બન્યું છે જેને મેન્ડ મેન્યૂવરિંગ યૂનિટ પણ કહેવામાં આવે છે.