હવે વોટ્સએપ મેસેજને આ રીતે ઍડિટ કરી શકાશે?! ઉડી ગયેલો મેસેસ પાછો લાવી શકાશે!

વોટ્સએપના યૂજર્સ માટે એક ખૂબખબરી છે. વોટ્સએપ પર આપણે કોઇને મેસેજ કરી દઈએ તો પછી તે ડિલિટ થઈ શકે છે પણ એડિટ થઈ શકતો નથી. વોટ્સએપ હવે આ એડિટનું ઓપ્શન આપવા જઈ રહ્યું છે. આવો આ નવા અપડેટ વિશે જાણીએ…

    06-Jun-2022
કુલ દૃશ્યો |

whatsapp new features
 
 
 
જમાનો ખૂબ ઝડપથી બદલાઈ રહ્યો છે, રોજ નવી નવી ટેકનોલોજી આવી રહી છે. દુનિયા ડિજિટલ થઈ રહી છે. આ ડિજિટલ દુનિયામાં પણ રોજ બદલાવ થઈ રહ્યા છે. માનવની ભૂલને સુધારવા અને માનવને સગવડ ભર્યુ જીવન આપવા રોજ શોધાયેલી ટેકનોલોજીમાં સુધારા થઈ રહ્યા છે. આપણે જેને અપડેટ કહીએ છીએ. આવામાં સૌથી વધારે વપરાતા એપ્સમાં આપણને સૌને ગમે તેવું એક અપડેટ આવ્યું છે. વાત છે વોટ્સએપની.
 
વોટ્સએપના યૂજર્સ માટે એક ખૂબખબરી છે. વોટ્સએપ પર આપણે કોઇને મેસેજ કરી દઈએ તો પછી તે ડિલિટ થઈ શકે છે પણ એડિટ થઈ શકતો નથી. વોટ્સએપ હવે આ એડિટનું ઓપ્શન આપવા જઈ રહ્યું છે. આવો આ નવા અપડેટ વિશે જાણીએ…
 
 
આગળ જણાવ્યું તેમ વોટ્સએપમાં હવે મેસેજને એડિટ કરવાનું ઓપ્શન જોવા મળવાનું છે. મીડિયા થકી મળેલી જાણકારી મુજબ તમે એક વાર કોઇને ટેક્સ મેસેજ કરી દીધો પછી તે ટેક્સમાં તમને એડિટ કરવાનું ઓપ્શન મળશે. એટલે કે ધારો કે તમે કોઇને એક ટેક્સ મેસેજ વોટ્સએપ કરી દીધો પણ તે ટેક્સ મેસેજમાં ભૂલ છે અથવા તો કોઇ શબ્દ લખાય ગયો છે જે ન લખવો જોઇએ તો આ નવા ફિચર થકી હવે તમે તે મેસેજને એડિટ કરી શકશો.
 
WABetaInfo ના રીપોર્ટ પ્રમાણે આ એડિટનું બટન તમને વોટ્સએપના બીટા વર્જનમાં મળી શકે છે. ફેસબુકમાં આપણે એડિટ કરી શકીએ છીએ પણ વોટ્સએપમાં આપણે એડિટ કરી શકતા નથી માટે એવું કહી શકાય કે ફેસબુકની જેમ વોટ્સએપમાં પણ આપણને આ બટન મળવાનું છે. બીજુ અપડેટ એવું છે કે તમે મોકલેલો મેસેજ તમારાથી ડિલિટ થઈ ગયો હોય તો તમને અનડુનું (Undo) ઓપ્શન મળશે એટકે આ બટન દબાવી તમે તરત ડિલિટ થયેલો મેસેજ પાછો લાવી શકશો અને એડિટ પણ કરી શકશો.
 
વોટ્સએપના બીટ વર્જનમાં હાલ આ સુવિધા મળી રહી છે.