દરેકે માતા-પિતા ઇચ્છે જ કે તેના બાળકનું મગજ એકદમ આઈન્ટાઈન જેવું ગજબનું હોય. સ્વામી વિવેકાનંદ જેવું હોય કે જે એકવાર વાંચે અને તેને બધું યાદ રહી જાય. આપણને પ્રશ્ન થાય કે આવું થઈ શકે? આવું તો થવું અઘરું છે પણ બસ થોડું ધ્યાન રાખો અને બાળકના મગજ ને એક્ટિવ રાખો તો આપો આપ બાળક હોંશિયાર બનશે. તેનું મગજ પાવરફૂલ બની જશે. આપણે મગજની વાત આવે એટલે તરત આઈ ક્યૂ (IQ Level) લેવલની વાત આવે. આઈ ક્યૂ લેવલ વધારે તેમ બાળક વધારે હોશિયાર. આઈ ક્યૂ લેવલ જ એક બાળકને બીજા બાળકથી અલગ પાડે છે. આ આઈ ક્યૂ લેવલ બાળકનું વધી જાય પછી તમારે બીજુ વધારે કઈ કરવાની જરૂર નથી. હવે પ્રશ્ને થાય કે આઈ ક્યૂ લેવલ વધારવું કઈ રીતે? તો આ રહી થોડી ટિપ્સ…જાણી લો, અનુસરો…નક્કી ફરફ દેખાશે…
જાણકારો જે કહે છે તે મુજબ આ રહી કેટલીક ટિપ્સ | Yadshakti vadharva na upay
#૧ બાળકનું મગજ એક્ટિવ રહે તેવી રમતો રમાડો. રમત રમતમાં બાળક પાસે ઘડિયા, ભાગાકાર, સરવાળો, બાદબાકીની રમતો રમાડો, એવા થોડા સાધનો વસાવી લો. આજ કાલ બજારમાં આવી રમતોના રમકડાં ખૂબ મળે છે. એવી ગેમ અપાવો જેમાં બાળકને મગજ કસવું પડે
#૨ અબેકસ આમાં ખૂબ ભાગ ભજવે છે. અબેકસ એટલે ગણિતની ગણતરીમાં કામ લાગે તેવું સાધન. વધારે જાણાવું હોય તો ગૂગલ પર માત્ર અબેકસ લખો. ફોટો જોઇને તમને ખબર પડી જશે. આજે ઘણાં માતા પિતા બાળકોનું આઈ ક્યૂ લેવલ વધારવા અબેકસનો સહારો લેતા હોય છે.
#૩ બાળકો સાથે એવી રમત પણ રમો જેમા તેનો માનસિક વિકાસ થાય. તમે તેની સાથે ચેસ રમી શકો. આવી રમતોથી બાળકની માનસિક શક્તિ વધે છે. તે વિચારતું થાય છે. આનાથી આઈ ક્યૂ લેવલ નક્કી વધે છે. તો તેને ઉપયોગી થાય તેવી રમત રમો અને રમાડો.
#૪ જાણકારો કહે છે કે ઓમેગા – ૩ ફેટી એસિડ બાળકોના મગજના વિકાસ માટે ઉપયોગી હોય છે. બાળકોના મગજના વિકાસ માટે આ ઉપયોગી છે. આથી બાળકનો આહાર ઓમેગા - ૩ થી ભરપુર હોવો જોઇએ. ( નોંધનીય વાત એ છે કે આ માટે કોઇ પાવડર કે દવા લેવાની જરૂર નથી. આ માટે જરૂર પડે તો જાણકાર ડોક્ટરની સલાહ લેવી વધુ યોગ્ય છે)
#૫ બાળક પાસે મેડિટેશન કરાવો, પ્રાણાયામ, ધ્યાનની આદત પાડો. આનાથી પણ ફાયદો થશે. ઊંડા શ્વાસનું મહત્વ તેને સમજાવો, ઊંડો શ્વાસ લેતા શીખવો. આવું કરવાથી તેનું ફોકસ વધશે. વધુ સારી રીતે બાળક કંઇ પણ યાદ રાખી શકશે…રોજ માત્ર ૧૦ કે ૧૫ મિનિટનો અભ્યાસ બાળક પાસે કરાવો. નક્કી ફાયદો થશે…