દહીની કિંમત | પિતા-પુત્ર-વહુની વાંચવા જેવી ટૂંકી વાર્તા…

માતા-પિતા આપણા માટે ATM Card બની શકે છે તો આપણે તેમના માટે Aadhar Card તો બની જ શકીએ ને!

    09-Jun-2022
કુલ દૃશ્યો |

 Motivational Story In Gujarati
 

દહીની કિંમત |  Motivational Story In Gujarati  

 
૪૫ વર્ષની ઉમરે મદનલાલની પત્નીનું અવસાન થયું. થોડા દિવસ પછી લોકો તેમને સલાહ આપવા લાગ્યા કે હજી ઉંમર નાની છે બીજા લગન કરી લો, પણ મદનલાલે આ બધાને ના પાડી દીધી. તેઓ કહેતા કે પત્નીએ આપેલ દિકરારૂપી શ્રેષ્ઠ ભેટ મારી પાસે છે. તેની સાથે હવે આ જિંદગી પસાર થઈ જશે...
 
દિકરો મોટો થયો એટલે પિતાએ પોતાનો ધંધો દિકરાને સોંપી દીધો. ઓફિસ જવાનું બંધ કરી દીધું. થોડા સમય પછી દિકરાના લગન પણ કરાવી આપ્યા. પિતા હવે વધારે નિશ્ચિત થઈ ગયા. ઘરનો વ્યવહાર પિતાએ દિકરાની પત્નીને સોંપી દીધો.
 
દિકરાના લગનના એકવર્ષ પછી એક દિવસ મદનલાલ ભોજન લઈ રહ્યા હતા. તેમણે વહુ પાસે દહીં માગ્યું પણ પણ વહુએ કહ્યું કે દહી તો નથી. આથી તેઓ ભોજન કરીને બહાર આટો મારવા નીકળી ગયા.
 
થોડીવાર પછી વહુ અને દિકરો ભોજન કરવા બેઠા. ભોજનમાં દહીથી ભરેલ બે ગ્લાસ પણ હતા. આ જોઇ દિકરાએ કોઇ પ્રતિક્રિયા ન આપી અને ભોજન પૂર્ણ કરી તે ઓફિસે ચાલ્યો ગયો.
 
થોડા દિવસ પછી દિકરાએ તેના પિતાને કહ્યું કે પપ્પા આપણે કાલે કોર્ટમાં જવાનું છે. તમારા લગન છે...! 
 
નવાઈ સાથે પિતાએ કહ્યું કે દિકરા મારે ક્યા પત્નીની જરૂર છે અને તને હું અને પત્ની એટલો પ્રેમ કરીએ છીએ કે તારે હાલ માતાની જરૂર પણ નથી. મારા લગન કેમ કરાવે છે?
 
આ સાંભળી દિકરાએ કહ્યું કે પપ્પા...હું તમારા માટે પત્ની પણ લાવી રહ્યો નથી અને મારા માટે માતા પણ લાવી રહ્યો નથી. હું તો માત્ર તમારા માટે દહીંની વ્યવસ્થા કરી રહ્યો છું!
 
કાલથી હું ભાડાના મકાનમાં આપની પ્રિય વહુ સાથે રહેવાનો છું તથા તમારી ઓફિસમાં એક કર્મચારીની જેમ નોકરી કરવાનો છું. જે પગાર મળશે તેમાં ઘર ચલાવવાનો છું કે જેથી આપની વહુને દહીની કિંમત ખબર પડે...
 
માતા-પિતા આપણા માટે ATM Card બની શકે છે
તો આપણે તેમના માટે Aadhar Card તો બની જ શકીએ ને!
 

 Motivational Story In Gujarati