ચોમાસામાં સ્વસ્થ રહેવું હોય તો ભોજનની થાળીમાં આ વસ્તુંઓ ઉમેરી દો…

ચોમાસામાં પેટજન્ય રોગો વધારે થાય છે આથી આ આહારનો ઉપયોગ કરવાથી ચોમાસામાં આવા અનેક રોગોથી બચી શકાય છે...

    16-Jul-2022
કુલ દૃશ્યો |

Rainy Season
 
 
ચોમાસામાં આપણું પાંચન તંત્ર નબળું પડી જાય છે એટલે પેટને લગતી બિમારી વધારે થાય છે. આવા સમયે જો આપણી જીવનશૈલી થોડી બદલીને અને ખન – પાનમાં થોડી કાળજી રાખીએ તો ચોમાસામાં પણ આપણે સ્વસ્થ રહી શકીએ છીએ.
સૌથી પહેલા ભૂખ કરતા ઓછું ખાવું
 
આ માત્ર ચોમાસા દરમિયાન જ ન નહીં પણ આજીવન નિયમ બનાવી લેવો જોઇએ. હંમેશાં ભૂખ કરતા થોડું ઓછું જ ખાવું જોઇએ. આવું કરવાથી પાચનક્રિયા પર દબાણ ઓછું આવે છે અને ખાવાનું ઝડપથી પચી શકે છે. તો હંમેશાં થોડું ઓછું ખાવાનું રાખો. ભોજન આળસ ચડવાનું કારણ આજ છે કે ખૂબ વધારે ખાઈ અને ખૂબ ઝપડથી ખાઈ લઈએ છીએ. ટૂંકમાં થોડું ઓછું અને ખૂબ ચાવીને ખાવું જોઇએ.
 
 
ખાવામાં સમયનું ધ્યાન રાખો
 
આયુર્વેદ કહે છે કે સવારે રાજકુમાર જેવું, બપોરે રાજા જેવું અને રાત્રે ભીખારી જેટલું જમવું જોઇએ. કહેવાનો અર્થ એ છે કે સવારે વધારે ખાવ તો ચાલે કેમ કે તેને પચાવવા તામારી પાસે આખો દિવસ હોય છે પણ રાત્રે ભોજન પછી ઊંઘવાનું હોય છે માટે પાચનમાં તકલીફ પડે છે. એટલે જ રાત્રે ૬ વાગ્યા પાછી ન ખાવાની સલાહ આપવામાં આવે છે. આ ફાસ્ટ યુગમાં ૬ વાગે જમી લેવું શક્ય નથી પણ શક્ય હોય તો ૮ વાગ્યા સુધી જમી લેવું જોઇએ અને ૮ વાગ્યા પછી ન ખાવું જોઇએ અથવા ખૂબ હળવો નાસ્તો અથવા ઋતુગત ફળ ખાઈને ચલાવી લેવું જોઇએ.
 
 
પાણી વાળા ફળ - શાકભાજી
 
તરબુચ, કાકડી, ટામેટા…પાણીથી ભરપુર હોય તેવા ફળ કે શાકભાજી ચોમાસાની ઋતુમાં ખાવાથી ફાયદો થાય છે.
 
 
દેશી ગાયનું ઘી
 
ચોમાસામાં દેશી ગાયનું ઘી આહારમાં લેવું જોઇએ. ઘી કબજિયાત દૂર કરી પાચનશક્તિ વધારે છે. પેટને સાફ રાખે છે
 
 
આદુનો ઉપયોગ કરો
 
ચોમાસાની ઋતુમાં આદુનો ઉપયોગ ભોજનમાં વધારી દો. બધાને ખબર છે કે આદુ પાચક છે. તે પાચનક્રિયા મજબૂત કરે છે અને આપણી પાચનશક્તિ વધારે છે
 
 
લસણ ખાવાનું રાખો
 
લસણમાં એન્ટી ઓક્સીડેન્ટના ગુણ હોય છે. તે આપણી રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તે પાચનશક્તિ પણ વધારે છે
 
 
મધનો ઉપયોગ
  
જેની પાચનશક્તિ મજબૂત ન હોય તેણે પાચનશક્તિ વધારવા મધનું સેવન કરવું જોઇએ. મધના અનેક ફાયદા છે.
 
 
દૂધી કે સફેદ કોળુ
 
આ ફળ ધરતી પરનું અમૃત છે. દુધી અને સફેદ કોળાનો રસ પેટને રાખે છે એક દમ મસ્ત. હાર્ટની બિમારી હોય તો દુધી અને આ સફેદ કોળુ ખાવાથી ફાયદો થાય છે
 
 
પાણી
 
પાણીને ઉકાળીને જ પીવાનું રાખો. આ ખૂબ જરૂરી છે. 
 
 
નોંધ - આ માત્ર માહિતી છે. ચોમાસામાં પેટજન્ય રોગો વધારે થાય છે આથી આ આહારનો ઉપયોગ કરવાથી ચોમાસામાં આવા અનેક રોગોથી બચી શકાય છે...