લક્ષ્ય મેળવવા તરફ ઝડપથી આગળ વધવું છે? તો આ ૭ વાતનું ધ્યાન રાખો

બસ આવી નાની - નાની પણ મહત્વની બાબતો પર ધ્યાન આપો અને મહેનત કરતા રહો. નક્કી તમને ખૂબ ઝડપથી સફળતા મળશે.

    23-Jul-2022
કુલ દૃશ્યો |

speed up your personal growth 
 

આ સાત વાતો પર કામ કરો, તમને સફળ થતાં કોઇ નહી રોકી શકે | Speed up your personal growth

 
 
સફળ થવા બધા અણથક મહેનત કરે જ છે અને જે સતત અને સાચી દિશામાં મહેનત કરે છે તે એક દિવસ સફળ જરૂર થાય જ છે. અહીં ઝડપથી સફળ થવાનો કોઈ ટૂંકો રસ્તો બતાવવામાં આવ્યો નથી પણ જો અહીં જણાવેલ ૭ બાબત પર થોડું ધ્યાન આપશો તો નક્કી સફળતા તરફ વધવાની તમારી ગતિ વધી જશે.
 
#૧ સફળતા અને નિષ્ફળતામાંથી શીખો
 
તમારી આજુ-બાજુમાં જે સફળ સ્ટોરી હોય કે નિષ્ફળ સ્ટોરી હોય તેના પર ધ્યાન આપો. તેમાંથી શીખવાનું રાખો. ભૂલો કરીને પણ શીખવું જોઇએ પણ આપણી કરેલી ભૂલોમાંથી જ નહી પણ અન્યોએ કરેલી ભૂલોમાંથી પણ શીખવું જોઇએ.
 
#૨ લોકો કે ભીડની પાછળ ના દોડો તમારો રસ્તો જાતે તૈયાર કરો
 
અનુકરણ કરવાનું બંધ કરી દો. ઘણીવાર લોકો કરતા હોય તેનાથી આકર્ષિત થઈને આપણે આપણા માર્ગ પરથી ભટકી જઈએ છીએ અને આપણો માર્ગ છોડી દઈએ છીએ. જે યોગ્ય નથી. પોતાના પર વિશ્વાસ રાખો અને લક્ષ્ય ન મળે ત્યાં સુધી પોતાના માર્ગ પર જ આગળ વધો. બીજા શું કરે છે તે જાણો પણ ધાર્યુ પોતાનું જ કરો. લોકો આવું કરે છે એટલે તમારે પણ એ કરવું જરૂરી નથી.
 
#૩ લક્ષ્યનો પીછો કરો
 
આયોજન કરો. ગોલ બનાવો. ગોલને મેળવવા નાના નાના ગોલ બનાવો અને તે દિશામાં કામ કરો. સમયનો યોગ્ય ઉપયોગ કરો. તમે જે લક્ષ્ય બનાવ્યું હોય તેનો પીછો કરો. કોઇના ભરોશે ક્યારેય ન બેસી રહો.
 
#૪ સાંભળતા શીખો
 
સફળ થવું હોય તો આ કળા આત્મસાત કરવા જેવી છે. એક સારા શ્રોતા બનો. તમને ચારેય દિશામાંથી એવું જ્ઞાન મળશે જે તમે વિચારી પણ નહી શકો. લોકો ખૂબ હોંશિયાર છે પણ તેઓની આળસ તેમને આગળ વધવા દેતી નથી. આ લોકોના વિચાર સાંભળો અને જરૂરી લાગે તેવા વિચારોને અપનાવો. જો તમે સારા શ્રોતા હશો તો નવા વિચારોની તમારી પાસે કમી નહી હોય.
 
#૫ જિજ્ઞાસા અને પ્રશ્ન
 
નવું જાણવાની, સમજવાની, શીખવાની જિજ્ઞાસા રાખો. કોઇ પણ બાબત હોય તમારા મનમાં અનેક પ્રશ્નો જાગવા જોઇએ અને તેના જવાબ મેળવવાની જિજ્ઞાસા રાખવી જોઇએ.
 
#૬ વાંચન
 
તમરા ફિલ્ડને લગતું અથવા તો તમને જે ગમતું હોય તેનું વાંચન કરો. વાંચનથી કલ્પનાશક્તિ વધે છે. નિર્ણયશક્તિ વધે છે. જ્ઞાન વધે છે. આ બધું તમને સફળતા તરફ આગળ લઈ જવામાં મદદરૂપ થશે જ.
 
#૭ શીખવાની સાથે શીખવવાનું પણ રાખો
 
માત્ર શીખવાનું નથી, જ્ઞાન પણ વહેચવાનું છે. શીખવવાથી તમારામાં પણ આત્મવિશ્વાસ વધશે.
 
બસ આવી નાની - નાની પણ મહત્વની બાબતો પર ધ્યાન આપો અને મહેનત કરતા રહો. નક્કી તમને ખૂબ ઝડપથી સફળતા મળશે.