આઝાદીનો અમૃત મહોત્સવ ધૂમધામથી ઉજવીએ, દરેક ઘરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવીએ: પૂજ્ય મોરારિબાપુ

02 Aug 2022 11:35:04

Morari Bapu Amrit Mohotsav
 
 
ત્રિપુરામાં આયોજિત રામ કથામાં પૂજ્ય મોરારીબાપુએ તમામ દેશવાસીઓને ભારતની આઝાદીના 75માં વર્ષ, આઝાદીના અમૃત મહોત્સવને ધૂમધામથી ઉજવવાની અપીલ કરી છે. સરકારે ભારતની આઝાદીની 75મી વર્ષગાંઠ નિમિત્તે 'હર ઘર તિરંગા' અભિયાન શરૂ કરવાની યોજના બનાવી છે. વડાપ્રધાને લોકોને અપીલ કરી છે કે તેઓ 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ વચ્ચે પોતપોતાના ઘરોમાં રાષ્ટ્રધ્વજ ફરકાવે.
 
પૂજ્ય બાપુએ રામ કથા દરમિયાન કહ્યું હતું કે, હું તમને બધાને પણ અપીલ કરું છું કે 'હર ઘર તિરંગા' અભિયાનમાં જોડાઓ અને 3 દિવસ સુધી તમારા ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવો. શ્રોતાઓને સંબોધતા તેમણે કહ્યું કે હું 901મી રામ કથાને ભારતની આઝાદીના અમૃત મહોત્સવને સમર્પિત કરું છું. તે પછી તેઓ દિલ્હી જશે અને કથાનું રસપાન કરાવશે. તેમણે કહ્યું કે ભારતના સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં કોઈ મતભેદ ન હોવો જોઈએ. ભારત આપણો દેશ છે, આપણે દેશની આઝાદીના 75મા વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ. પૂજ્ય બાપુએ વ્યાસપીઠથી ફરી એકવાર ત્રણ દિવસ સુધી ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવવા અને ત્રિપુરાથી જ સંકલ્પ લેવા અપીલ કરી હતી.
 
 
 
 
Powered By Sangraha 9.0