બ્રિટન ૧૬ કરોડ ભારતીયોનું હત્યારું છે! આવું કોણે કહ્યું? શા માટે કહ્યું?

રશિયાએ કહ્યું કે વર્ષ ૧૮૮૦ થી ૧૯૨૦ દરમિયાન ભારતમાં બ્રિટનનું શાસન હતું અને તેની ખરાબ નીતિને કારણે ૧૬ કરોડ ભારતીયો ભોગ બન્યા હતા.

    ૧૮-જાન્યુઆરી-૨૦૨૩
કુલ દૃશ્યો |

Russia vs Britain 
 

Russia vs Britain । બ્રિટનની  ખરાબ નીતિને કારણે ૧૬ કરોડ ભારતીયો ભોગ બન્યા

 
યૂક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને પરોક્ષ રીતે વિશ્વના અનેક દેશો આ યુદ્ધ સાથે જોડાયેલા છે. સ્થિતિ ભયાનક છે પણ હવે આ યુદ્ધ હથિયારોની સાથે બયાનોથી પણ લડાઈ રહ્યું હોય તેમ લાગે છે. યૂક્રેનને બ્રિટનનું ખુલ્લું સમર્થન છે એટલે રશિયાએ બ્રિટન પર નિશાન તાક્યું છે. અને આ માટે રશિયાએ ભારતનો સહારો લીધો છે. રશિયાએ એક બયાન આપતા કહ્યું છે કે બ્રિટને ભારતને ખૂબ નુક્શાન પહોંચાડ્યું છે. આના કારણે ભારતમાં લાખો લોકોના મૃત્યું પણ થયા છે. રશિયાએ કહ્યું કે વર્ષ ૧૮૮૦ થી ૧૯૨૦ દરમિયાન ભારતમાં બ્રિટનનું શાસન હતું અને તેની ખરાબ નીતિને કારણે ૧૬ કરોડ ભારતીયો ભોગ બન્યા હતા.
 
રીપબ્લિક વર્લ્ડ ના એક અહેવાલ પ્રમાણે રશિયાના વિદેશ મંત્રાલયે આ બયાન આપ્યું છે. વિદેશ મંત્રાયલે આ માટે આર્થિકક્ષેત્રના જાણકાર જેસન હિકેલ અને ડયલન સુલિવનના એક રીસર્ચ પેપરનો સહારો લીધો છે. રશિયાએ બ્રિટન પર ભારતને લૂંટવાનો આરોપ લગાવ્યો અને તત્કાલીન બ્રિટિશ વડાપ્રધાન ચર્ચિલની નીતિઓની પણ નિંદા કરી છે. રશિયાએ કહ્યું કે વર્ષ ૧૮૮૦ થી ૧૯૨૦ દરમિયાન ભારતમાં બ્રિટનનું શાસન હતું અને તેની ખરાબ નીતિને કારણે ૧૬ કરોડ ભારતીયો ભોગ બન્યા હતા. આ દરમિયાન બ્રિટને ભારતની અરબો ડોલરની સંપત્તિ પણ લૂંટી હતી.
 
રશિયાએ આગળ કહ્યું ચે કે ભારતમાં ૧૮૮૦ના દાયકામાં મૃત્યુદર પ્રતિ ૧ હજાર વ્યક્તિએ ૩૭.૨ હતી જે ૧૯૧૦ના દાયકામાં ૪૪.૨ સુધી પહોંચ્યો હતો. આ સમય દરમિયાન ભારતીય લોકોની સરેરાશ ઉંમર પણ ૨૬.૭ વર્ષથી ઘટીને ૨૧.૯ વર્ષની થઈ ગઈ હતી.
બીજા વિશ્વયુદ્ધને ટાંકીને રશિયા આગળ કહે છે કે વર્ષ ૧૯૪૩માં તત્કાલીન વડાપ્રધાન વિંસ્ટન ચર્ચિલે નિર્ણય લીધો હતો કે ભારતમાંથી અનાજ બ્રિટનમાં મોકલવામાં આવે. આના કારણે જ બંગળમાં લાખો લોકો ભૂખથી મૃત્યુ પામ્યા હતા. રશિયાએ એ પણ યાદ અપાવ્યું કે ચર્ચિલે એકવાર કહ્યું હતું કે “મને ભારતીયોથી નફરત છે…તેઓ પશુઓ જેવા છે…”
 
ઉલ્લેખનીય વાત એ છે કે રશિયાનું આ બયાન એવા સમયે આવ્યું છે જ્યારે બ્રિટને યુક્રેનને યુદ્ધ ટેંક આપવાની જાહેરાત કરી છે.