ચાણક્ય નીતિ- જે માણસ પોતાની ભૂલો માટે પોતાની જાત સાથે લડે છે તેને કોઈ હરાવી શકતું નથી.

20 Jan 2023 16:16:24
 
chankya niti
 

ચાણક્ય કહે છે - આવા ગુણ ધરાવતી વ્યક્તિને હરાવવી મુશ્કેલ છે!

જીવનમાં કોઈ વ્યક્તિ સંપૂર્ણ નથી હોતી. ભૂલો તમામથી થાય છે, પરંતુ તમારી ભૂલો સ્વીકારી અને તેમાંથી બોધપાઠ લેવો એ દરેક વ્યક્તિ કરી શકતી નથી. આ ગુણ ધરાવતી વ્યક્તિને જીવનમાં હરાવવી મુશ્કેલ છે, મોટા ભાગે બધા પ્રયત્નો નિષ્ફળ જાય છે. તો ચાલો આજે એવા વ્યક્તિ વિશે જાણીએ.
 
કર્મો પર ધ્યાન
 
મનુષ્યમાં ગુણ અને દોષ બન્ને હોવાના પણ જે વ્યક્તિ પોતાના ગુણ-દોષોને ધ્યાનમાં રાખી તેમાંથી શીખી સતકર્મના આધારે આગળ વધે છે તે જરૂર સફળ થાય છે. આવું કરવાથી સાચા ખોટાનો ફર્ક ખબર પડે છે અને વ્યક્તિ દરેક પરિસ્થિતિનો સામનો કરી શકે છે.
 
સખત મહેનત અને પ્રકૃતિ
 
જીત અને હાર સખત મહેનત તેમજ પ્રકૃતિ પર આધાર રાખે છે. ચાણક્ય નીતિમાં કહેવાયું છે કે જે માણસ પોતાની ભૂલોનો સ્વીકાર કરે છે અને તેના માટે પોતાની જાત સાથે લડે છે તેને જીવનમાં ક્યારેય કોઈ હરાવી શકતું નથી. ભૂલોમાંથી શીખીને આગળ વધલે માસણ મજબૂત બને છે અને જીત મેળવે છે
 
ભૂલો સ્વીકારી અને તેમાંથી બોધપાઠ લેવો એ દરેક વ્યક્તિ સમજી કરી શકતી નથી. આ હિંમત બહુ ઓછા લોકો કરી શકે છે. આ વાક્ય દ્વારા ચાણક્યએ કહ્યું છે કે જે વ્યક્તિ તેના કાર્યો અને ભૂલોને સમજે છે, તેનો સામનો જાતે જ કરે છે તેને કોઈ હરાવી શકતું નથી.
 
ભૂલો સ્વીકારો અને બીજીવાર ન કરો
 
ભૂલ સ્વીકારી લેવી તે તો મહત્વની વાત છે જ પણ બીજીવાર તે ભૂલ ન થાય તેનું ધ્યાન રાખનાર વ્યક્તિને હરાવવો મુશ્કેલ છે. એકની એક ભૂલ વારંવાર કરવી એ નિષ્ફળતાની નિશાની છે પણ ભૂલમાંથી શીખી બોધપાઠ લઈ આગળ વધવું એ અજેય વ્યક્તિની નિશાની છે.
 
ઉલ્લેખનીય વાત એ છે કે આવા ગુણ દરેકમાં નથી હોતા, પરંતુ જો આવા ગુણોને અપનાવવામાં આવે તો કોઈ તમને ક્યારેય હરાવી શકશે નહીં.
 
 
જીવનમાં ઉન્નતિનો શ્રેષ્ઠ માર્ગ છે પોતાની ભૂલનો સ્વીકાર કરવો.
 
 
Powered By Sangraha 9.0