મોબાઈલ બંધ કરી દો...કરી શકશો? નહીં કરી શકો છતાં આટલું અચૂક વાંચી લો…

29 Jan 2023 12:23:03

how to away from mobile
 
 
આપણે એમ કહીએ છીએ કે મોબાઇલનો ઉપયોગ ખતરનાક રીતે વધી રહ્યો છે. આપણો સ્ક્રીન ટાઇમ વધી રહ્યો છે જે ચિંતાનો વિષય છે પણ આ સ્ક્રીન ટાઈમ આપણે આરામથી ઘટાડી શકીએ છીએ. નાની નાની અનેક વાતો છે જેનાથી તમે મોબાઇલથી દૂર રહી શકો છો.
 
જેમ કે મોબાઇલને બાથરૂમમાં લઈ જવાનું બંધ કરો.
 
જ્યારે તમે ભોજન કરતા હોવ ત્યારે મોબાઇલને દૂર રાખો,
 
તેનો ઉપયોગ ન કરો.
 
જ્યારે તમારી પાસે થોડો સમય હોય તો ખિસ્સામાંથી મોબાઈલ ન કાઢો.
 
કંટાળો આવે તો આવવા દો, બોર થવું થતા હોવ તો થાવ.
 
આપણું ધ્યાન ભટકાવનારી આ દુનિયાથી દૂર રહેવું જરૂરી છે,
 
એકલા રહેવું એ પણ શીખવું જરૂરી છે.
 
હું તમને એક પ્રશ્ન પુછું કે એક દિવસ માટે તમારે મોબાઇલ, ટીવી, નેટ વગર એક ઘરમાં એકદમ એકલા રહેવાનું છે તો? આ તમારાથી થઈ શકે? આને પડકાર તરીકે લેશો તો એક દિવસ તમે આ કામ કરી પણ લેશો પણ સહજ રીતે તમે આવું કરી શકો તો આજના યુગના તમે ખુશી માણસ હશો.
 
મોટિવેશનલ સ્પીકરો આપણને એક દિવસનો ડિજિટલ ઉપવાસ કરવાનું કહે છે! આ ઉપવાસ આપણા માટા સાવ સામાન્ય અને સરળ વાત હોય તો તમે સફળ છો. આ બધાની વગર ક્યારેક સાવ એકાંતમાં રહીને જુવો તમે એ મેળવી શકશો જેની તમે કલ્પના પણ ન કરી હોય.
 
આજે ૨૧મી આધુનિક સદીમાં આપણે આધુનિક ગેજેટસથી દૂર રહેવાની કે તેનો સંયમ સાથે ઉપયોગ કરવાની જરૂર છે.
 
 
Powered By Sangraha 9.0