સંજયનાં પ્રેરણામૂર્તિ માતા વિદુલા| Story Of vidula

06 Nov 2023 12:27:49

Story Of vidula  vise mahiti 
 
 
સંજયનાં પ્રેરણામૂર્તિ માતા વિદુલા| Story Of vidula
 
સૌવીર દેશના રાજાની પત્ની વિદુલા હતી. પતિનું અકાળે અવસાન થયું, ત્યારે તેનો પુત્ર સંજય નાનો હતો. આવા કપરા સમયે સિંધુ દેશના રાજાએ રાજમાતા વિદુલાનું રાજ્ય પડાવી લીધું! પુત્ર સંજય જ્યારે મોટો થયો, ત્યારે વિદુલાએ તેને ક્ષત્રિયોચિત ઉપદેશ આપ્યો અને દુશ્મન રાજા સાથે યુદ્ધ કરીને, પોતાનું રાજ્ય પાછું મેળવવા પ્રોત્સાહિત કર્યો.
 
સિંધુ પ્રદેશના રાજા સામે પ્રથમ વારના યુદ્ધમાં પરાજિત થઈને, તે જ્યારે નિરાશ થઈને પાછો ફરી રહ્યો હતો, ત્યારે માતા વિદુલાએ પુનઃ પ્રેરણા અને પ્રોત્સાહન પૂરાં પાડી, તેને યુદ્ધના મેદાનમાં લડવા પાછો મોકલ્યો. માતાની પ્રેરણા અને અગમ્ય શક્તિ દ્વારા સંજયે યુદ્ધમેદાનમાં દુશ્મનની સામે વીરતા તથા બહાદુરીપૂર્વક લડીને વિજય મેળવ્યો, અને રાજધાનીમાં મહેલ તરફ પાછો ફર્યો. સંજય અને વિદુલા વચ્ચેનો વાર્તાલાપ જ્યારે પાંડવોની માતા કુંતીમાતાએ યુધિષ્ઠિરને સંભળાવ્યો, ત્યારે સમયાંતરે તે પાછળથી યુધિષ્ઠિરને પોતાના પિતરાઈઓ - કૌરવો (દુર્યોધન, દુઃશાસન વગેરે ૧૦૦)ની સામે લડવા પ્રેરક બળ બની રહ્યો હતો.
 
આમ, પુત્રને સ્વકર્તવ્ય તરફ જાગૃત કરનારી માતા વિદુલાને ધન્ય છે! મહાભારત મહાકાવ્યમાં તેમની વાર્તા ગૂંથેલી છે. ઉચ્ચ ધ્યેય માટે, સર્વસ્વ હોમી દેવું, મરી ફિટવાની તૈયારી કરવી, એ સઘળી બાબતો ચિરકાળ સુધી ઓજસ્વી જીવન વિતાવવા માટે ખરેખર શ્રેષ્ઠ છે. આમ, એક તરફ વિદુલા-સંજય વચ્ચેનો સંવાદ (વાર્તાલાપ) અમર છે, તો બીજી તરફ આવી પ્રેરણામૂર્તિ બનનાર ને માનવજીવનને ઉચ્ચ ધ્યેય તરફ લઈ જનાર જનેતાને પણ વંદન છે.
Powered By Sangraha 9.0